<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં આગામી 1 નવેમ્બરના રોજ રજા જાહેર : જાહેરનામું પ્રસિદ્ધ

સરકારી કચેરીઓ, 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી દિવાળી, નવા વર્ષ નિમિત્તે બંધ રહેશે

અમદાવાદ :  ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં આગામી 1 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારે 1 નવેમ્બરના રોજ વટાઉખત અધિનિયમ 1961 અંતર્ગત આ રજા જાહેર કરી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે. સરકારના આ જાહેરનામાના પગલે, ગુજરાતની સરકારી કચેરીઓ, 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી દિવાળી, નવા વર્ષ નિમિત્તે બંધ રહેશે.

(6:39 PM IST)