<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધરતી પરના સ્વર્ગની સળગતી દાસ્તાન ઍટલે પુસ્તક ‘કાશ્મીરનું અગ્નિસ્નાન : ૧૯૪૭-૪૮ માં ભારત-પાક. યુધ્‍ધ ભારતીય સૈનિકોએ દાખવેલા પરાક્રમોથી બેજોડ બનેલ કાશ્‍મીરની ઐતિહાસિક વાસ્‍તવિકતાનું દસ્‍તાવેજીકરણ : ગુજરાતી સાહિત્‍યના ખ્‍યાતનામ અને સશક્‍ત કલમકાર સ્‍વ. વિજયગુપ્ત મૌર્ય લિખિત અને લોકપ્રિય વિજ્ઞાન મેગેઝીન ‘સફારી'ના તંત્રી નગેન્‍દ્ર વિજય દ્વારા સંપાદિત પુસ્‍તક 'કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' (સંવર્ધિત આવૃત્તિ) કાશ્‍મીરની એ જ લોહીલુહાણ છતાં શૌર્યપૂર્ણ દાસ્‍તાનને વાચકો સમક્ષ રજૂ કરે છે. * વિજયગુપ્ત મૌર્ય દ્વારા લિખિત અને નગેન્‍દ્ર વિજય દ્વારા સંપાદિત ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ૧૯૪૭-૪૮ના યુધ્‍ધની સિલસિલાબંધ ઘટનાઓને પહેલી જ વાર રોમાંચક કથાના સ્‍વરૂપે પ્રકાશમાં લાવે છે. ઉત્‍સુકતા, તણાવ, રહસ્‍ય, ઉત્તેજના વગેરેનો પાશ ધરાવતી કથા જબરી પકડ જમાવે છે. પુસ્‍તકનાં ઘણાં પ્રકરણો રોમે રોમ ખડાં કરી દે તેવાં છે તો અમુક રડાવી મૂકે તેવાં પણ છે. *નવા આવેલા પુસ્‍તકમાં એ વખતે નહોતા સમાવી શકાયાં એવા ફોટા, નકશા અને શષોનો પરિચય આપતાં અદભૂત ડાયાગ્રામ સામેલ થયાં છે. *૨૧ પ્રકરણ અને ૧૬૦ પાનામાં ફેલાયેલા પુસ્‍તક ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન' કાશ્‍મીરને માત્ર સમાચારની હેડલાઇન તરીકે નહીં પરંતુ તેના ઇતિહાસ, સંઘર્ષ અને માનવ પીડાને સમજવા ઇચ્‍છતા દરેક વાચક માટે એક મહત્‍વપૂર્ણ પુસ્‍તક સાબિત થાય છે. 3:03 PM IST

નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ ૨૦૨૬’ મુજબ ગુજરાત $૭૩.૯ બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર : વડાપ્રધાન મોદીના વિઝનથી વિકસિત ગુજરાત બન્યું 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર': ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ડેટા સેન્ટર પોલિસી અને GIFT Cityના AI સેન્ટર સાથે ટેકનોલોજી સેક્ટરમાં નવી ક્રાંતિ: ભુપેન્દ્રભાઈ પટેલ :વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ગુજરાત પાસે વિઝન, નાણાકીય ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ ઉપલબ્ધ:સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા:AI, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અદ્યતન વિષયો પર થયું મંથન11:19 PM IST

અમદાવાદ પોલીસની સર્જીકલ સ્‍ટ્રાઇકઃ ૧૩૧થી વધુ બાંગ્‍લાદેશી ઘુસણાખોરોની અટકાયત : જ્‍યાં સામાન્‍ય લોકોને પરિવાર સાથે નીકળવામાં મુશ્‍કેલી પડે તેવા ૫૦ પોઇન્‍ટ લોકો પાસેથી જ મેળવી, ત્‍યાં રોજ ૨૫ થી ૩૦ પોલિસ ટીમ વાહન ચેકીંગ, બાઈક ચેકિંગ, હથિયાર અને દારૂ પીને નીકળ્‍યા નથી ને તે બાબતે ચેકીંગ કરી, લુખ્‍ખાઓના સ્‍થળ પર જ સીન વીખી નાખવા કડક આદેશ અપાયા છે : અનુપમસિંહ ગેહલોત રથયાત્રા, આભ ફાટીયા જેવી પારસ્‍થિતિમાં ચાર્જ લેવા સાથેજ અટવાયા પછી અમદાવાદમાં યોજનારી કોમન વેલ્‍થ ગેમના સિકયોરિટી પ્રોટોકોલ જાણવા વિદેશ ગયેલ સીપી અનુપમસિંહ ગેહલોતે પરત ફરતા જાતે જ એક્‍શન પ્‍લાનનો અમલ શરૂ કરાવ્‍યો 12:01 PM IST

નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ ૨૦૨૬’ મુજબ ગુજરાત $૭૩.૯ બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિકસિત ગુજરાત બન્યું 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર': ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ડેટા સેન્ટર પોલિસી અને GIFT Cityના AI સેન્ટર સાથે ટેકનોલોજી સેક્ટરમાં નવી ક્રાંતિ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ગુજરાત પાસે વિઝન, નાણાકીય ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ ઉપલબ્ધ:સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ- ૨૦૨૬'નું આયોજન : AI, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અદ્યતન વિષયો પર થયું મંથન4:16 PM IST

બેકારો માટેની સરકારી નિતી સામે વધુ એક પ્રશ્નાર્થઃ વિદ્યુત સહાયકમાં પસંદગી પામેલા ઉમેદવારો નિમણુંક માટે તરસી રહયા છે : જેટકો દ્વારા લેવાયેલી ૫ એપ્રિલની પરીક્ષા પાસ કરનાર ૫,૬૦૦ જેટલા યુવાનો પૈકી માત્ર ૨૭૧નો સમાવેશ કરાયોઃ ખાલી જગ્યા હોવા છતા અધિકારીઓની સાંઠગાંઠથી ચાલતી ૧૦૦ જેટલી એજન્સીઓમાંથી આઉટસોર્સીંગથી ટેકનિકલ જગ્યાઓ ઉપર ગબડાવાતુ ગાડુઃ આઉટસોર્સીંગ કાયદાકીય ભાષામાં ગેરકાયદે છતા કોઇ કહેવાવાળુ નથી! છેલ્લુ પરીણામ એક વર્ષ સુધી માન્ય રહેતુ હોય છેઃ આ દરમિયાન ૩ જેટલા મેરીટ લીસ્ટ બહાર પાડી વિદ્યુત સહાયકોની જગ્યા ભરવામાં આવતી હોય છેઃ પરંતુ ૬ માસ વિતી જવા છતા હજુ સુધી બીજુ-ત્રીજુ મેરીટ લીસ્ટ બહાર પડયુ નથીઃ નિમણૂ઼ક મળવાની આશાએ પ્રતિક્ષા કરી રહેલા હજ્જારો બેરોજગાર યુવાનોના જીવ તાળવે ચોંટી ગયા છે સેન્ટ્રલ પધ્ધતીના બદલે ઝોન વાઇઝ નિમણુંક થવી જરૂરીઃ આમ થવાથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા કલાસ-૪ના આ કર્મચારીઓ પોતાના ઘરથી નજીક રહી ફરજ બજાવી શકશેઃ તેમની ઉત્પાદકતા સ્વભાવીક રીતે વધશે અને તેમનો ખર્ચ ઘટશેઃ પરીણામે ગ્રાહકોની ફરિયાદોનો પણ ઝડપથી ઉકેલ આવી શકશેઃ આ તમામ મુદાઓને ધ્યાને રાખી સરકાર અને અધિકારીઓ નિર્ણય કરે તો નિમણુંકની રાહ જોઇ રહેલા વિદ્યુત સહાયકના પ્રતિક્ષાર્થીઓને ન્યાય મળશેઃ સાથોસાથ કર્મચારી મહેકમમાં વહીવટી અને ગ્રાઉન્ડ સ્ટાફની રહેલી અસમાનતા નિવારવી જરૂરી11:42 AM IST