News of Wednesday, 23rd October 2024
કાર્ય સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કાર્યાલય કરે છે:અમિતભાઈએ ગાંધીનગર કમલમનું ખાતમુહૂર્ત કર્યું
ભાજપ ક્યારેય વિચારધારા વગર ન ચાલે: દરેક જિલ્લામાં પાર્ટીનું કાર્યાલય હોવું જોઈએ. અત્યારે દેશના 92 ટકા જિલ્લાઓમાં કાર્યાલય બની ગયા

ગાંધીનગર:ગાંધીનગરનાં સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતનાં પ્રવાસ દરમિયાન, આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જ્યુબિલી ઉજવણી કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં, અમિતભાઈ શાહે ભાજપ કાર્યાલય કમલમનું ખામુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે અમિતભાઈએ કહ્યું હતું કે, આજે રુચિર ભટ્ટને વિશેષ અભિનંદન આપીશ. તેમણે અધૂરી પાર્ટીમાંથી પૂરી પાર્ટી બનાવાઇ છે. નેતા ના હોય તો પાર્ટી ચાલે, કાર્યકર્તા ના હોય તો પાર્ટી ના ચાલે. પદાધિકારી ન હોય તો કામની રચના ન થાય. કાર્યાલય ના હોય તો કામનું આયોજન ના થાય. આપણા શરીરમાં જે સ્થાન મસ્તકનું છે તેવું સ્થાન કાર્યાલયનું હોય છે.
અમિતભાઈ શાહે આગળ કહ્યું કે, ભાજપ ક્યારેય વિચારધારા વગર ના ચાલે. કાર્યસંસ્કૃતિને આગળ વધારવાનાં કામ કાર્યાલય કરે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ હતો ત્યારે નક્કી કર્યું હતું કે દરેક જિલ્લામાં પાર્ટીનું કાર્યાલય હોવું જોઈએ. અત્યારે 92 ટકા જિલ્લાઓમાં દેશભરમાં કાર્યાલય બની ગયા છે. ભાજપનાં કાર્યાલયોમાં લાઇબ્રેરી પણ હશે અને તમામ કારોબારીમાં પસાર થયેલા મુદ્દાઓ પણ અહીંયા હશે. ભાજપ માટે કાર્યાલય કામનો આત્મા હોય છે. કોંગ્રેસ તૂટી કેમકે કાર્યકરોમાં એક વિધારધારા નહોતી.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
