<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ગોંડલમાં 1656 રૂપિયા સુધીનો બોલાયો : જાણો અન્ય 20 યાર્ડમાં શું રહ્યો ભાવ ?

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 2,457.50 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક?

અમદાવાદ :ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 2,457.50 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1656 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1640 રૂ. અને નીચો ભાવ 1320 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બગસરામાં 1651 રૂ., બાબરામાં 1645 રૂ., જેતપુરમાં1610 રૂ., વડાલીમાં 1604 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,457.50 ટન કપાસની આવક થઇ છે.

(8:10 PM IST)