<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગ્રાહકને 50 પૈસા નહિ આપવાનું પોસ્ટ ઓફિસને ભારે પડ્યું :કોર્ટના આદેશ બાદ હવે આપવા પડશે 15 હજાર

ગ્રાહક ફોરમે ગ્રાહકને રિફંડ પરત કરવાની સાથે આ સરકારી વિભાગ પર 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો:દંડની રકમ પેટે દસ હજાર રુપિયા માનસિક પરેશાની, ખોટા ધંધાકીય વ્યવહાર અને સેવામાં ઉણપને કારણે વળતર તરીકે વસૂલવામાં આવ્યા

અમદાવાદ :ભારતીય ટપાલ સેવાને ઉપભોક્તાને પચાસ પૈસા ન ચૂકવવાનું મોંઘુ પડી ગયું છે. ગ્રાહક ફોરમે ગ્રાહકને રિફંડ પરત કરવાની સાથે આ સરકારી વિભાગ પર 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમ પેટે દસ હજાર રુપિયા માનસિક પરેશાની, ખોટા ધંધાકીય વ્યવહાર અને સેવામાં ઉણપને કારણે વળતર તરીકે વસૂલવામાં આવ્યા છે.

કાંચીપુરમ જિલ્લામાં એક ગ્રાહક ફોરમે પોસ્ટલ વિભાગને કોર્ટની કાર્યવાહી પર થયેલા ખર્ચ માટે રૂ. 5,000 ચૂકવવા જણાવ્યું છે. ફરિયાદી એ.મનાશાના જણાવ્યા મુજબ, તેમણે 13 ડિસેમ્બર, 2023ના રોજ પોઝીચાલુર પોસ્ટ ઓફિસમાંથી 30 રૂપિયા રોકડ ચૂકવીને રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવાની હતી, પરંતુ તેની રસીદ માત્ર 29.50 રૂપિયા દર્શાવતી હતી.

ફરિયાદીએ યુપીઆઈ દ્વારા સમગ્ર રકમ ચૂકવવાની ઓફર કરી, પરંતુ કેટલીક ટેક્નિકલ ખામીને કારણે પોસ્ટેજ ચુકવણી યુપીઆઈ દ્વારા થઈ શકી ન હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, દરરોજ લાખોના વ્યવહારો થાય છે, જો સંપૂર્ણ રકમ લીધા પછી પણ રકમ ઓછી બતાવવામાં આવે તો સરકારને રેવન્યુનું મોટું નુકસાન થઈ શકે છે. તેમણે તેને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે તેનાથી તેને ગંભીર માનસિક સમસ્યાઓ થઈ હતી.

તો ટપાલ વિભાગે ગ્રાહક ફોરમને જણાવ્યું હતું કે તે સમયે કેટલાક ટેક્નિકલ કારણોસર ડિજિટલ ચૂકવણી સ્વીકારવામાં આવતી ન હતી. જેથી તેની પાસેથી રોકડ રકમ લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પોસ્ટલ સોફ્ટવેરમાં 50 પૈસા આપોઆપ રાઉન્ડ ઓફ થઈ રહ્યા છે, જ્યારે તે રકમ કાઉન્ટર એકાઉન્ટ સબમિશનમાં અલગથી બતાવવામાં આવી રહી છે, તેથી તેની ફરિયાદ સ્વીકાર્ય નથી.

(8:53 PM IST)