તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Wednesday, 23rd October 2024
અમદાવાદના અમરાઈવાડીમાં આતંક મચાવનાર લુખ્ખાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું:બે હાથ જોડી લોકોની માફી મંગાવી
આરોપીઓએ જ્યા આતંક મચાવ્યો હતો ત્યાં લઇ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું જ્યાં આરોપીઓએ બે હાથ જોડીને સ્થાનિકોની માફી માંગી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.
તાજેતરમાં જ અમરાઈવાડીની મંજુ શેઠની ચાલીમાં ઘર નજીક ગાળો બોલી રહેલા આવારા તત્વોને સ્થાનિક રહેવાશીએ ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને 6 થી 7 જેટલા લુખ્ખાઓનું ટોળું હાથમાં પાઈપો અને ખુલ્લી તલવારો લઈને ધસી આવ્યું હતુ. જ્યાં દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.
આ મામલે ગભરાયેલા દંપતીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ અસામાજિક તત્વો નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આજે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું હતુ. જેના માટે આરોપીઓને તેમણે જે સ્થળે આતંક મચાવ્યો હતો, ત્યાં જ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતુ. જ્યાં આરોપીઓએ બે હાથ જોડીને સ્થાનિકોની માફી માંગી હતી. આ સમયે મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસની કાર્યવાહી નિહાળવા ઉમટી પડ્યા હતા.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
