<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી જાણે ખેડૂતોને માલામાલ કર્યા: રાહત પેકેજ પર શક્તિસિંહ ગોહિલના ચાબખા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે ખેડૂતોને 1 લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે

અમદાવાદ : રાજ્ય સરકાર  દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય પેકેજની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા છે. ખેડૂતોને 1 લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે.

 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં પાક નુકસાન માટે કરવામાં આવેલી સહાય પેકેજની જાહેરાત અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ઑગસ્ટ મહિનાની જાહેરાતમાં ખેડૂતો સાથે બનાવટ કરી. પિયત પાકનાં એકર દીઠ રૂ. 44 હજારની જગ્યાએ રૂ. 22 હજાર જ લિમિટેડ જમીનમાં આપ્યા હતા. ત્યારે આજની જાહેરાત સિંગનાં દાણા જેટલી જ છે. ખેડૂતોને એક લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે.

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, ખેડૂતોમાં પુષ્કળ રોષ હોવાથી સરકારને આ જાહેરાત કરવી પડી છે. શા માટે ગુજરાતને PM કિસાન યોજનામાંથી બહાર રાખવામાં આવ્યું છે. નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ  પ્રમુખે કહ્યું કે, ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રસની માંગ છે. ખેડૂતોનાં ધિરાણ માફ થવા જોઈએ. ભૂતકાળમાં પણ પિયતનાં ફોર્મ ના સ્વીકાર્યા હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવા અમારી માંગ છે.

(9:27 PM IST)