<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

સગાઈ ગામ નજીક ગાયો ચારતી મહિલાને બીટ ગાર્ડએ લાકડી વડે મારતા બીટ ગાર્ડ વિરૂદ્ધ ફરિયાદ

ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકે પોતાના ટેકેદારો સાથે પહોંચી દરમિયાનગીરી કરતા પોલીસે ફરિયાદ નોંધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સગાઇ ગામમાં ઢોર ચરાવતા મહિલાને બીટ ગાર્ડએ લાકડી વડે માર મારવાની ઘટનામાં આખરે બીટ ગાર્ડ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર તા.૨૦/૧૦/૨૦૨૪ ના બપોરે કવીતાબેન તથા જાતરીબેન નાઓ સગાઇ ગામ નજીક ગાય, ભેંસ ચારવા સારૂ ગયેલ તે વખતે બીટગાર્ડ પ્રદિપભાઇ દેશમુખ નાઓ આવી કવીતાબેન ને અહીયા કેમ ગાય, ભેંસ ચરાવો છો તેમ કહી બીટગાર્ડએ લાકડી વડે કવીતાબેન નાઓને કમરના ભાગે બે ત્રણ સપાટા મારી ગુનો કર્યો હતો આ બાબતે કવિતાબેનના પતિ જયંતીભાઇ જાનીયાભાઇ વસાવા(રહે..સગાઇ, પીપરી ફળીયુ તા. દેડીયાપાડા )નાઓ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરતા પોલીસે બીટ ગાર્ડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જોકે આ ઘટના બાદ ફરિયાદ નહીં દાખલ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા તેમના ટેકેદારો સાથે ગઇકાલે ડેડીયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જવાબદાર પોલીસ અધિકારી સાથે માથાકૂટ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

(12:46 AM IST)