<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સોમવારે વડોદરામાં નરેન્‍દ્રભાઇનો ભવ્‍ય રોડ શોઃ ૩૦ હજાર લોકો આવકારશે

હરણી એરપોર્ટથી ટાટાના હેન્‍ગર સુધી ર.૮ કિ.મી.નો રોડ શોઃ સ્‍પેનના વડાપ્રધાન પેડ્રો સાન્‍ચેઝ પણ જોડાશેઃ તડામાર તૈયારી

રાજકોટ, તા., રપઃ તા.૨૮મી ઓક્‍ટોબરે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી વડોદરા આવી રહ્યાં છે. જેઓ હરણી એરપોર્ટથી ટાટાના હે-ગર સુધીનો ૨.૮ કિ.મી.નો રોડ શો કરશે. જેમાં નરેન્‍દ્રભાઇ મોદીનું ભવ્‍ય સ્‍વાગત કરવા માટે ૩૦ હજાર લોકોને એકઠાં કરવાનો ટારગેટ અપાયો છે. સ્‍વાગત કરનાર લોકોનું મોદી અભિવાદન ઝીલશે. એ પછી ટાટા હેન્‍ગર ખાતે નરેન્‍દ્ર મોદી અને સ્‍પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ ટાટા એરબસની ફાઈનલ એસેમ્‍બ્‍લી લાઈનનો શુભારંભ કરશે અને એરબસ

સી-૨૯૫ સાથે ફોટાગાફી કરાશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને સ્‍પેનના ઙ્કધાનમંત્રી પેડ્રો સાંચેઝ વડોદરા આવી રહ્યાં હોવાથી જોરશોરથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્‍યારે આ તૈયારીઓના ભાગરૂપે આજે હરણી એરપોર્ટ ખાતે અને એ પછી અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે આયોજનની તૈયારીઓના ભાગરૂપે બેઠક બોલાવાઈ હતી. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમર, મ્‍યુનિ.કમિશનર દિલીપ, જિલ્લા કલેક્‍ટર બિજલ શાહ, મેયર પિકીબેન સોની, સ્‍ટેનિંગ ચેરમેન ડો. શિતલ મિષાી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિત અધિકારીઓ- સી-૨૯૫ ટ્રાન્‍સપોર્ટ એરક્રાફ્‌ટ સાથે મોદી અને સાન્‍ચેઝના ઐતિહાસિક ક્ષણો કેમેરામાં કેદ કરાશે

વડોદરામાંથી પહેલીવાર ચુંટાઈને સાંસદ બનેલા વડાપ્રધાનને આવકારવા જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ઠેરઠેર વેલકમના બોર્ડ પણ લગાવાયા છે.

પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું કે, એક વિધાનસભા દીઠ ૫ હજાર પ્રમાણે શહેરની પાંચ વિધાનસભા અને જિલ્લાની વાઘોડિયા વિધાનસભાને સમાવીને કુલ જ વિધાનસભા મુજબ ૩૦ હજાર લોકો રોડ શોમાં લાવવાનો ટારગેટ અપાયો છે. ખાસ ધારાસભ્‍યોને ધ્‍યાન રાખવાનું કહેવામાં આવ્‍યું છે. તા.૨૮મીએ સવારે અંદાજે ૯-૪૫ કલાકે હરણી એરપોર્ટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો રોડ શો સરૂ થશે. આ રોડ શો દરમિયાન વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો પણ થશે. હરણી એરપોર્ટથી ટાટા ફાઈનલ એસેમ્‍બ્‍લી લાઈન (હેન્‍ગર) સુધીના ૨.૮ કિ.મી.નો રોડ શો રહેશે.

અંદાજે સવારે ૧૦ કલાકે નરેન્‍દ્ર મોદી ટાટા હેન્‍ગર ખાતે પહોંચવાના હોવાનું જાણવા મળે છે. એ પછી ગણતરીના પાંચ મિનિટમાં બીજી તરફ સ્‍પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ પણ પヘમિ વિસ્‍તારની ફાઈવ સ્‍ટાર હોટલ ખાતેથી ટાટા હેન્‍ગર ખાતે પહોંચરો. જયાં તેમનુ ભવ્‍ય સ્‍વાગત કરાશે. નરેન્‍દ્ર મોદી અને પેડ્રો સાચેઝ બન્ને હેન્‍ગરની મુલાકાત લેશે અને સી-૨૯૫ સાથે બન્ને દેશના પ્રધાનમંત્રીની ઐતિહાસીક પાર્કની ફોટોગ્રાફી કેમેરામાં કેદ કરાશે. ત્‍યાર બાદ ટાટા એરબસની ફાઈનલ એસેમ્‍બલી લાઈનનો શુભારંભ કરાશે અને સ્‍ટેજ પ્રોગામ ચાલશે

વડોદરામાં ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે વાંકાનેરના રાજકુમારી સાહેબ

વડાપ્રધાન બન્‍યા બાદ વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં નરેન્‍દ્રભાઈ મોદીની પહેલી વખત મુલાકાત

રાજકોટ તા.૨૫: ભારત ઐતિહાસિક મેક ઇન ઇન્‍ડિયા પ્રોજેક્‍ટ પર કામ કરવા જઇ રહ્યું છે ત્‍યારે તારીખ ૨૮ ઓક્‍ટોબર ના રોજ વડોદરા પેલેસ ખાતે ઐતિહાસિક ધટના બનવા જઈ રહી છે ભારત હવે સ્‍વદેશી ટ્રાન્‍સપોર્ટ એરક્રાફટ સી.૨૯૫ વડોદરા માં મેન્‍યુફેકચર થશે ટાટા અને સ્‍પેન સાથે મળીને કામ કરશે આ ઐતિહાસિક ક્ષણ ના ભાગીદાર થવા વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બન્ને દેશ ના વડાપ્રધાનો નું સ્‍વાગત રાજવી પરિવાર કરશે અને સાથે ભોજન લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ના મહારાણી શ્રીમતી રાધીકારાજે ગાયકવાડ વાંકાનેર મહારાજ કુમાર શ્રી રણજીતસિંહ સાહેબ ના નાના દિકરીબા અને વાંકાનેર ના રાજકુમારી છે તેવો આ ઐતિહાસિક ઘટના ના સાક્ષી બનશે વાંકાનેર ગૌરવ લઇ શકે તેવી ક્ષણ છે

વડાપ્રધાન બન્‍યા બાદ લક્ષ્મી વિલાસ પેલેસ માં આ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પહેલી વખત મુલાકાત છે. વડોદરામાં નરેન્‍દ્રભાઇ મોદી અને પેડ્રો સાન્‍ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્‍ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જયાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનું વેલકમ કરશે. જેમની વચ્‍ચે વાર્તાલાપ થશે. એ પછી દરબાર હોલમાં જ ભાજપ અને સ્‍પેન વચ્‍ચે કરારો કરવામાં આવશે.

બાદમાં ઐતિહાસીક દરબાર હોલમાં જ નરેન્‍દ્રભાઇ મોદી અને પેડ્રો સાન્‍ચેઝ ભોજન લેશે. બાદમાં ત્‍યાંથી હરણી એરપોર્ટ થઇને નરેન્‍દ્રભાઇ મોદી અમરેલી તરફ અને પેડ્રો સાન્‍ચેઝ મુંબઇ તરફ જવાના રવાના થવાના હોવાનું પણ જાણવા મળે છે. તેમ દિપસિંહજી હાઉસ વાંકાનેર શ્રી રણજીતસિંહ સાહેબના બંગલાના મેનેજર  રાજેન્‍દ્રસિંહ ઝાલાએ જણાવ્‍યું છે. (૯.૧ર)

 

સાન્‍ચેઝ પત્‍ની સાથે પヘમિ વિસ્‍તારની ફાઇવ

સ્‍ટાર હોટલમાં રાત્રિ રોકાણ કરશે

તા.૨૭મીએ રાતે હરણી એરપોર્ટ ખાતે સ્‍પેનના પ્રધાનમંત્રી પેડો સાન્‍ચેઝ એરબસ એ-૩૧૦ એરકાફટમાં સવાર થઈને આવી પહોંચશે. તેમની સાથે તેમની પત્‍ની બેગોના ગોમેઝ પણ પધારવાના હોવાનું જાણવા મળે છે. એરપોર્ટ ખાતે તેમના ભવ્‍ય સ્‍વાગત પછી તેઓ એરપોર્ટથી કરવાના પヘમિ વિસ્‍તારની એક ફાઈવ સ્‍ટાર હોટલમાં રાત્રી રોકાણ છે. તે આખા રૂટને ઠેરઠેર લાઈટીંગથી શણગારી દેવાયો છે. સ્‍પેનના પીએમને નૃત્‍ય થકી ભારતીય

સંસ્‍કૃતિની ઝાંખી કરાવવામાં આવશે

એરપોર્ટ ખાતે ૬૬ કલાકારો રાસ થકી ભવ્‍ય સ્‍વાગત કરશે

 

લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે હુડો અને ભરતનાટયમ રંગારંગ કૃતિઓ રજૂ કરાશે

રાજકોટ, તા. રપ : આગામી તા. ૨૭મી ઓક્‍ટોબરે સ્‍પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ વડોદરા ખાતે આવવાના છે. આ અતિથિ વિશેષનું હરણી એરપોર્ટ ખાતે સાંસ્‍કળતિક કાર્યક્રમ થકી ભવ્‍ય સ્‍વાગતુ કરવામાં આવશે. એટલુજ નહીં, એરપોર્ટથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધીના રૂટ પર પણ ઠેરઠેર સ્‍વાગત કરાશે. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પણ કાર્યક્રમમાં વિવિધ નળત્‍ય વળંદ દ્વારા સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને સ્‍પેનના વડાઙ્ઘધાનના સ્‍વાગત માટે એરપોર્ટ ખાતે સ્‍પંદન કલાકેન્‍દ્ર, દીક્ષા ભરત નાટપલય, નળત્‍યમથી ડાન્‍સ એકેડેમી અને મિસ્‍ટી ડાન્‍સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્‍ય સ્‍વાગત કરશે.

જયારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નળત્‍ય રાગિણી, શ્રીકલા કેન્‍દ્ર, નળત્‍યમ ડાન્‍સ એકેડેમી, નળત્‍યાંગના કાળા કનેદર અને કેદાર નાટચલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટયમ રંગારંગ કળતિઓ કર જેટલા કલાકારો પ્રસ્‍તુત કરાશે.

નરેન્‍દ્ર મોદી અને મહાનુભાવોના રૂટ પર ૧૫ સાંસ્‍કળતિક મંચ બનાવાશે. જેમાં દરેક મંચ પર ૧૨ થી ૧૫ કલાકારો એટલે કે ૧૮૦ થી ૨૦૦ જેટલા કલાકારો વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતના માંડવડી દીવા, ડાંડિયા રાસ, આદિવાસી નળત્‍ય, મહારાષ્‍ટ્રનું લાવણી નળત્‍ય, રાજસ્‍થાનનું કાલબેલિયા નળત્‍ય, કેરળનું કુચિપુડી નળત્‍ય, પંજાબનું ભાંગડા નળત્‍ય, બંગાળની દુર્ગાપૂજા, દક્ષિણ ભારતની બેન્‍ડ અને રાષ્‍ટ્રભક્‍તિ થીમ આધારિત સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરશે.

જેનાથી ભારતની સાંસ્‍કળતિક ધરોહરના દર્શન કરાવાશે. આ કાર્યક્રમોને સફળ કરવા માટે તંત્રએ એડી ચોટીનું જોર લગાવ્‍યું છે. કારણ કે, ગણીને ત્રણ દિવસ જે બાકી  રહ્યા છે. 

 

 

(2:47 PM IST)