News of Friday, 25th October 2024
ઘન કચરાના કલેક્શન માટે ૧૮ ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
સુકો-ભીનો કચરો ઘરેલુ સ્તરે જ અલગ કરવા ગ્રામજનોને પ્રેરિત કરતા ધારાસભ્ય ડો. દેશમુખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગરૂડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઘન કચરા વ્યવસ્થાપન માટે ૧૮ ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલું સ્વચ્છ ભારત મિશન આજે જનઆંદોલનમાં પરિણમ્યું છે. લોકો પણ સ્વચ્છતાનું મહત્વ સમજતા થયા છે. નર્મદા જિલ્લામાં ઘન કચરા વ્યવસ્થાપનની દિશામાં પ્રારંભ થઈ ચુક્યો છે. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે ઇ-રીક્ષા ગામના દરેક ઘરે પહોંચીને સુકો અને ભીનો કચરાને કલેક્ટ કરીને સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડશે.
ઇ-રીક્ષા ફાળવેલા ૧૮ ગામોના પ્રત્યેક ઘરે ટકોર કરીને કચરો કલેક્ટ કરશે ત્યારે ગામના લોકો પણ સુકો અને ભીનો કચરો ઘરેલુ સ્તરે જ અલગ કરે તે માટે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. નોંધનીય છે કે, સેગ્રીગેશન શેડ પર એકત્રિત થયેલ કચરાને સ્ટોરેજ કરવા સહિત સુયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ઘન કચરાના નિકાલ વ્યવસ્થા માટે ડોર ટુ ડોર કલેક્શન, એકત્રિકરણ, વહન, વર્ગીકરણ અને નિકાલ પદ્ધતિની સુયોજિત વ્યવસ્થાથી કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને માહિતગાર કરીને સ્વચ્છતાના તમામ પાસાઓની ઝીણવટપૂર્ણ માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
