News of Friday, 25th October 2024
હનુમાન ધર્મેશ્વર પાસેના કુવામાંથી મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો: મહિલાની હત્યા કરી કૂવામાં નાંખનાર શખ્સને ઝડપી પાડતી રાજપીપળા પોલીસ
રાજપીપળા પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને કસ્ટડી ભેગો કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની જિલ્લામાં બનતા સંવેદનશીલ ગુન્હાઓ શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ કડક સુચના માં ગત તા.૧૭/૧૦/ ૨૦૨૪ ના રોજ રાજપીપલા ખાતેના હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે આવેલ નાળાવાળા જુના અવાવરુ કુવાના પાણીમાં એક અજાણી ૩૫ થી ૪૦ વર્ષની કોહવાઇ ગયેલ હાલતમા સ્ત્રીનો મૃતદેહ તરતો મળી આવતા રાજપીપલા પો.સ્ટે અ.મોત દાખલ કરી હતી, જેમાં સંજય શર્મા ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ના સીધા માર્ગદર્શન હેઠળ વી.કે.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા રાજપીપલા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ મૃતદેહ પરના કપડા, છુંદણા તથા પહેરેલ બંગડીઓ થકી હ્યુમન સોર્સીસના આધારે વાલી-વારસની શોધખોળ કરતા આ લાશ ગીતાબેન ભગાભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ રહે. વાઘેથા, કિરણ ટેકરી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાનાની હોવાનુ ખૂલ્યું હતું, જેના મોત બાબતે તપાસ કરતા હત્યારા છોટેલાલ ઉર્ફે લડ્ડ ઓમપ્રકાશ જયસ્વાલ રહે. હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે, રેલ્વે સ્ટેશન નજીક, રાજપીપલા નાએ ગીતાબેન વસાવાને માર મારી મોત નિપજાવી મૃતદેહ ને વગે કરવાના ઇરાદે કુવામાં ફેંકી દઇ ગુનો કરેલ હોવાની હકિકત ખુલતા રાજપીપલા પો.સ્ટે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.
પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ મૃતક મહિલા આ હત્યારા ના ઘર માં જ રહેતા હતા અને કોઈક કારણોસર તેની હત્યા કરી હત્યારા એ તેને કૂવામાં નાખી દીધી હતી.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
