News of Sunday, 27th October 2024
રાજકોટ બાદ હવે સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવતા સુરત શહેર પોલીસ દોડતી થઈ
પોલીસે લા મેરેડીયન હોટલમાં તપાસ શરૂ કરી : ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કોડની ટીમ પણ બોલાવામાં આવી : જુદા જુદા વિભાગોમાં તપાસનો ધમધમાટ

સુરત તા.૨૭
રાજકોટ બાદ હવે સુરતમાં પણ હોટલમાં બોમ્બનો ઇ-મેઈલ આવ્યો હતો. સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઈમેઈલ મળતા જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ. સુરત શહેર પોલીસે લા મેરેડીયન હોટલમાં તપાસ શરૂ કરી છે.. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કોડની ટીમ પણ બોલાવામાં આવી છે.
મહત્વનું છે કે રાજકોટમાં ગઇ કાલે 5 સ્ટાર હોટેલસહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા દોડધામ મચી ગઇ હતી.
રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારથી ચકચાર મચી ગઈ હતી. વિગતો મુજબ રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક સાથે મેઈલ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઇ હતી અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ સાથે કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.. જોકે તપાસ દરમ્યાન કોઇ જ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
