News of Sunday, 27th October 2024
દિવાળીના તહેવાર સમયે જ તેલના ભાવ વધતા ગૃહિણીઓમાં ચિંતા : બે મહિનામાં ભાવમાં 15 લીટરના ડબ્બામાં 500થી લઈને 1000 રૂપિયા સુધીનો વધારો થયો
કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા : ભોજન અને નાસ્તા માટે તેલનો વપરાશ ઘટાડવો પડે તેવી સ્થિતિ

અમદાવાદ તા.૨૭
દિવાળીના તહેવારો આવી પહોંચ્યા છે.. દરેક ઘરમાં દિવાળીના નાસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.. પરંતુ જે રીતે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે તેને લઇને મધ્યમ વર્ગીય પરિવારોએ દિવાળીના નાસ્તા જેને તેઓ ઘરે તેલની મદદથી તૈયાર કરતા હોય છે તેમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં 15 લીટરના ડબ્બામાં 500થી લઈને 1000 રૂપિયા સુધીનો વધારો થયો છે.. કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા છે. ખાસ તો સરકારે 30 ટકા જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં વધારો થયો છે.
દિવાળીના તહેવારો સમયે દરેક ઘરમાં નાસ્તા બનાવવા માટે તેલની જરૂર પડતી હોય છે ત્યારે આટલું મોઘું તેલ કેમ લેવું તે દરેક મધ્યમવર્ગીય ગૃહીણીને પજવતો પ્રશ્ન બન્યો છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
