News of Sunday, 27th October 2024
ગરૂડેશ્વર દત્ત મંદીર (વીયર ડેમ) પાસે નાહવા પડેલ વ્યક્તિનો બચાવ, પરંતુ સાથે સ્નાન કરતો વ્યક્તિ લાપતા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલા દત્ત મંદિર પાસેના વિયર ડેમ પાસે સ્નાન કરવા ગયેલા બે મિત્રો પૈકી એક ડૂબી જતા તેને બચાવી લેવાયો હતો જ્યારે અન્ય એક લાપતા હોય તેની શોધખોળ થઈ રહી છે
મળતી માહિતી અનુસાર મુકેશભાઇ જગદીશભાઇ સુથાર (ઉ.વ.૩૫)( રહે.રાજપીપલા) નાઓ ગતરોજ ગરૂડેશ્વર દત્ત મંદીર (વીયર ડેમ) પાસે નાહવા જતા ડુબી ગયેલ જેઓને સરકારી પોલીસ વાનમા સારવાર માટે લવાયા હતા અને ત્યાં દર્દી ભાનમા છે. તેમને પુછતા એમણે જણાવેલ કે મારી સાથે સીતારામ ગુર્જર નામનો વ્યક્તિ પણ હતો જેઓ મળી આવેલ નથી, દર્દીને વધુ સારવાર માટે રાજપીપળા સિવીલ હોસ્પિટલમા રિફર કરવામાં આવ્યા છે. ગરુડેશ્વર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
