<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

દિવાળી પર્વે સુરતના બજારો ગ્રાહકોથી ઉભરાયું : ચૌટા બજારમાં લોકોની ભીડ જામી

મંદીની ભારે બૂમરાણ વચ્ચે પણ સુરતીઓ દિવાળીના તહેવારની ખરીદીનો માહોલ

સુરતમાં ખરીદી માટેનું હબ ગણાતું ચૌટા બજાર દિવાળીના એક દિવસ અગાઉ ગ્રાહકના માહોલથી ઉભરાયું છે. ઉજાસ અને પ્રેમનો મહાપર્વ એટલે દિવાળીનો તહેવાર છે. ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સુરતીલાલાઓએ છેલ્લા દિવસે મન મૂકીને ખરીદી કરી છે.

છેલ્લા એક વર્ષની અંદર મંદીની ભારે બૂમરાણ વચ્ચે પણ સુરતીઓ દિવાળીના તહેવારની ઉજવણી કરવા ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસ અગાઉ સુરતના ચૌટા બજારમાં ગ્રાહકનો માહોલ જોવા મળ્યો હતો.દિવાળીનો તહેવાર છે. ત્યારે ચૌટા બજારમાં ગ્રાહકીનો માહોલ જોવા મળી છે. ચૌટા બજારમાં વહેલી સવારથી જ ખરીદી માટે ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

(11:03 PM IST)