<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ થી ૧૨ માટેના વિષયોનું માળખુ જાહેર

ધોરણ-૯ માટે ૧૦ વિષય, ધોરણ-૧૦ માટે ૭ વિષય પસંદ કરવાના રહેશે : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ થી ૧૨નું વિષય માળખું તૈયાર કરી રાજયની તમામ સ્‍કૂલોને મોકલી આપ્‍યું

અમદાવાદ,તા. ૨૮: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯દ્મક ૧૨ માટેના વિષયોનું માળખુ નક્કી કર્યું છે. જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માટે ૭ વિષયો નક્કી કરાયા છે. જયારે ધોરણ-૯ માટે ૧૦ વિષય જયારે સાયન્‍સ માટે ૫ વિષય નક્કી કરવામાં આવ્‍યા છે. ધોરણ-૯ માટે નક્કી કરાયેલા વિષયોમાં ભાષાના ૪ વિષયોનો સમાવેશ કરાયો છે. જયારે ધોરણ-૧૦માં પણ ૩ ભાષા વિદ્યાર્થીઓએ પસંદ કરવાની રહેશે. જયારે મરજિયાત વિષયોના જૂથમાંથી એક વિષય પસંદ કરવાનો રહેશે. સાયન્‍સના વિષય માળખામાં ભાષાના ૨ વિષય ઉપરાંત સાયન્‍સના ૩ વિષયોનો સમાવેશ કરાયો છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ થી ૧૨નું વિષય માળખું તૈયાર કરી રાજયની તમામ સ્‍કૂલોને મોકલી આપ્‍યું છે. જેથી આ વિષય માળખાનું રાજયની તમામ સ્‍કૂલોએ અમલ કરવાનો રહેશે. ધોરણ-૯ માટેના વિષય માળખામાં ૧૦ વિષયો ફરજિયાત કરાયા છે. જેમાં જૂથ-૧માં પ્રથમ ભાષા વિષય રહેશે. જે માધ્‍યમની શાળા હોય તે ભાષા પ્રથમ ભાષા તરીકે પસંદ કરવાની રહેશે. ત્‍યારબાદ જૂથ-૨માં ત્રણ ભાષા પસંદ કરવાની રહેશે. જેમાં ગુજરાતી દ્વીતીય ભાષા, અંગ્રેજી દ્વીતીય ભાષા, હિન્‍દી તથા સંસ્‍કૃત, ઉર્દૂ, ફારસી, અરબી, સિંધી વિષયમાંથી પસંદ કરવાની રહેશે. જયારે જૂથ-૩માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષય ફરજિયાત પસંદ કરવાના રહેશે. આમ, ધોરણ-૯માં ચાર ભાષા અને જૂથ-૩ના વિષયો મળી કુલ ૭ વિષય થાય છે. આ ઉપરાંત જૂથ-૪માં કાર્યશિક્ષણના વિષયો પસંદ કરવાના રહેશે. જેમાં સામાન્‍ય શાળા માટે ચાર ગ્રૂપમાંથી ૩ વિષયો પસંદ કરવાના રહેશે. જેમાં કમ્‍પ્‍યૂટર, યોગ, કલાશિક્ષણ સહિતના વિષયોમાંથી પસંદગી કરવાની રહેશે. આ જ રીતે વાણિજય શાળાઓએ પણ ત્રણ વિષય પસંદ કરવાના રહેશે.

ધોરણ-૧૦માં જૂથ-૧માં ૯ જેટલી ભાષામાંથી કોઈ પણ એક પ્રથમ ભાષા ફરજિયાત પસંદ કરવાની રહેશે. આ ઉપરાંત અન્‍ય બે ભાષાની પણ પસંદગી કરવાની રહેશે. આમ, કુલ ૩ ભાષા પસંદ કરવાની રહેશે. આ સાથે ૩ વિષય ફરજિયાત પસંદ કરવાના રહેશે, જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત સ્‍ટાન્‍ડર્ડ અથવા ગણિત બેઝિકનો સમાવેશ થાય છે. આમ, જૂથ-૧જ્રાક્રત્‍ન ફરજિયાત વિષયોમાંથી ૬ વિષયની પસંદગી કરવાની રહેશે. જયારે જૂથ-૨ મરજિયાત વિષયોના રહેશે. જેમાં જૂથ-૨માં ધોરણ-૯માં શિખ્‍યા હોય તેવા જૂથનો કોઈ પણ એક વિષય વિદ્યાર્થી પસંદ કરી શકશે. જેમાં સામાન્‍ય શાળા માટે ૯ વિષય, વાણિજય શાળા માટે ૩ વિષય, ટેકનિકલ શાળા માટે ૩ વિષય અને ઉત્તર બુનિયાદી શાળા માટે ૩ વિષય પૈકી ગમે તે એક વિષય પસંદ કરવાનો રહેશે.

ધોરણ-૧૧ અને ૧૨ સામાન્‍ય પ્રવાહમાં જૂથ-૧માં અગ્રેજી વિષય પસંદ કરવાનો રહેશે. જયારે જૂથ-૨માં એક ભાષાનો વિષય પસંદ કરવાનો રહેશે. જૂથ-૩માં જુદાજુદા વિષયો પૈકી ૨ વિષયો પસંદ કરવાના રહેશે. જેમાં વાણિજય વ્‍યવસ્‍થા, મનોવિજ્ઞાન, નામાના મૂળતત્‍વો, સહકાર પંચાયત સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જયારે જૂથ-૪માં ૩ વિષય પસંદ કરવાના રહેશે. જેમાં અર્થશાષા, આંકડાશાષા, સમાજશાષા, રાજયશાષા, ભૂગોળ, તત્‍વજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આમ, સામાન્‍ય પ્રવાહમાં કુલ ૭ વિષય પસંદ કરવાના રહેશે.

સાયન્‍સમાં જૂથ-૧માં અંગ્રેજી ભાષા, જૂથ-૨માં ભાષાનો એક વિષય પસંદ કરવાનો રહેશે. જૂથ-૩માં ગ્રૂપ-એ અને ગ્રૂપ-બી માટે ૩ વિષય તથા ગ્રૂપ-એબી માટે ચાર વિષય પસંદ કરવાના રહેશે. આમ, સાયન્‍સમાં વિદ્યાર્થીઓએ પાંચ વિષય પસંદ કરવાના રહેશે.

ધોરણ-૧૦માં જૂથ-૨ના મરજિયાત વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગીક પરીક્ષા શાળા કક્ષાએ લેવાની રહેશે. જેના ગુણ બોર્ડને મોકલી આપવાના રહેશે. દૃષ્ટીહિન વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં ગણિત વિષયમાં મુક્‍તિ રાખવા ઈચ્‍છે તો રાખી શકે છે, પરંતુ ધોરણ-૧૦માં કુલ ૭ વિષયો ફરજિયાત લેવાના રહેશે. જે માટે જૂથ-૨માંથી એક કરતા વધુ વિષયો પસંદ કરી શકાશે. મુકબધિર વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૦માં ઉચ્‍ચસ્‍તરીય ભાષા સિવાયની ભાષાઓમાંથી મુક્‍તિ છે, પરંતુ ધોરણ-૧૦માં ૭ વિષયો ફરજિયાત લેવાના રહેશે. વોકેશનલ વિષયની સૈદ્ધાંતિક પરીક્ષાનું પ્રશ્નપત્ર ૩૦ ગુણનું રહેશે. તેમજ પ્રાયોગીક પરીક્ષાના ૫૦ ગુણ અને આંતરીક મૂલ્‍યાંકનના ૨૦ ગુણ રહેશે.

(9:46 AM IST)