<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સંગઠનને મજબુત બનાવવા શહેર-જિલ્લાના ર૪ ચેરમેનોની નિમણુંક

રાજેશભાઇ ગોહીલ, મહેશ રાજપુત અને કેપ્ટન અજય યાદવ દ્વારા દરખાસ્તને મંજુરી રાજકોટ શહેરમાં હાર્દિકસિંહ પરમાર અને જિલ્લામાં લાખાભાઇ ડાંગરની ચેરમેનપદે વરણી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા ઓલ ઇન્ડીયા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી કેપ્ટન અજય યાદવ પાસે ગુજરાત પ્રદેશના વિવિધ જીલ્લા અને શહેર કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેનોની નિમણુ઼ંક કરવા  માટેની દરખાસ્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન અને પુર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઇ ગોહીલ તથા કાર્યકારી ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેેસ સમીતીના મહામંત્રી શ્રી મહેશભાઇ રાજપુતે મુકેલ હતી તે દરખાસ્ત ઓલ ઇન્ડીયા ચેરમેનશ્રીએ મંજુરી આપવામાં આવી હોવાનું જણાવાયુ઼ છે.

જેમાં ગોહીલ દીલુભાઇ અમદાવાદ, રણજીતસિંહ બારડ અમદાવાદ શહેર, જીતુભાઇ વાઘેલા ભાવનગર, કાન્તીભાઇ ગોહીલ ભાવનગર શહરે, મશરીભાઇ કરમુર દેવભુમી દ્વારકા, હિરાભાઇ ઝાલા ગીર સોમનાથ, હિતેશ જોશી જામનગર, રામજીભાઇ ડાંગર જામનગર શહેર, સુતરાજ હાર્દીકસિંહ પરમાર રાજકોટ શહેર અને લાખાભાઇ ડાંગર રાજકોટ સહીત ર૪ લોકોની ચેરમેન પદે વરણી કરવામાં આવી છે.

(1:46 PM IST)