News of Monday, 28th October 2024
માહિતી કમિશનર તરીકે વિપુલ રાવલ અને ભરત ગણાત્રાના શપથ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગઇકાલે રાજભવનમાં રાજયના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર શ્રી વિપુલ રામપ્રસાદ રાવલ અને શ્રી ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.રાજભવનમાં બેન્કવેટ હોલમાં આયોજિત સમારોહમાં રાજયપાલના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.શપથવિધિ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર શ્રી ડાઙ્ઘ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હરિત શુક્લ, માહિતી કમિશનર્સ શ્રી સુબ્રમણ્યમ ઐયર, શ્રી મનોજ પટેલ, શ્રી નિખિલ ભટ્ટ, રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
