News of Monday, 28th October 2024
હેબતપુરમાં અંબાજી મંડળ દ્વારા પશુ, પક્ષીનાં ચણ અર્થે ધર્માદા માટે આપણી જુની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખતુ નાટક ભજવવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અંતરિયાળ એવા હેબતપુરમાં આસો સુદ દશમ ને તા-૨૬/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ અંબાજી મંડળ દ્વારા પશુ, પક્ષીનાં ચણ અર્થે ધર્માદા માટે આપણી જુની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખતુ નાટક ભજવવામાં આવ્યુ હતું. જેમા હેબતપુર ગામના સરપંચ સંજયભાઇ ગોહિલ દ્વારા ઉમદા પાત્ર ભજવનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.
આ અંબાજી મંડળની શરૂઆત ૧૯૯૦ થી થયેલી છે જે આજે પણ સંસ્કૃતિ અને પરંપરાનુ વહન કરી રહ્યુ છે. જુના ઐતિહાસિક ઘટનાઓને નાટકના રૂપે રજુ કરી આજની પેઢીને ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાથી અવગત કરાવવાનુ કાર્ય વર્ષોથી કરી રહ્યુ છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
