News of Monday, 28th October 2024
ડીસા અને ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર: જાણો રાજ્યના અન્ય શહેરોનું તાપમાન
અમુક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે રાત્રે આછી ઠંડી અનુભવાય

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે તો અમુક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે રાત્રે આછી ઠંડી અનુભવાય છે. હવામાન વિભાગ અનુસાર હજી પાંચ દિવસ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. આજે ડીસા અને ભુજમાં 40 ડિગ્રી કરતા વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ડીસા અને ભુજમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 40.8 ડિગ્રી, ભુજમાં 40.6, રાજકોટમાં 39.6, સુરેન્દ્રનગરમાં 39, અમરેલીમાં 38.4, અમદાવાદમાં 38.2, ગાંધીનગરમાં 38, વડોદરામાં 37.4, ભાવનગરમાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.3, નલિયામાં 36, કંડલા પોર્ટમાં 36, સુરતમાં 35.9, મહુવામાં 35.8, કેશોદમાં 34.4, પોરબંદરમાં 33.8, ઓખામાં 33.1, વેરાવળમાં 33.1, દ્વારકામાં 32.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગત રાત્રીએ રાજ્યના શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટ અને મહુવામાં સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં 21 ડિગ્રી, મહુવામાં 21.3, ગાંધીનગરમાં 21.6, કેશોદમાં 21.8, અમદાવાદમાં 23.4, વલ્લભ વિદ્યાનગરમાં 23.4, ડીસામાં 23.5, ભુજમાં 23.5, વડોદરામાં 23.6, અમરેલીમાં 23.7, પોરબંદરમાં 24.4, ભાવનગરમાં 24.6, સુરેન્દ્રનગરમાં 25.2, નલિયામાં 25.5, વેરાવળમાં 25.7, સુરતમાં 25.9, ઓખામમાં 26.8, દ્વારકામાં 27.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
