News of Monday, 28th October 2024
દિવાળીના તહેવારમાં જીએસટીના ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા: 3.28 કરોડની કરચોરી પકડાઈ
ફટાકડા, આઇસ્ક્રીમ અને કાપડના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી

અમદાવાદ દિવાળીના તહેવારમાં જીએસટી દ્વારા ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. બી ટુ સી ( બીઝનેશ ટુ કન્ઝ્યુમર) વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફટાકડા, આઇસ્ક્રીમ અને કાપડના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે. દરોડામાં બિનહિસાબી સ્ટોર અને બીલ વિના વેચાણના વ્યવહારો મળી આવ્યા છે. વેપારીઓ પાસેથી કુલ 3.28 કરોડની કરચોરી પકડાઇ છે.
ભાવનગરમાં ફટાકડાના વેપારીઓને ત્યાંથી 1.72 કરોડ, સુરત ફટાકડાના વેપારીને ત્યાંથી 41 લાખ, અમરેલી આઇસ્ક્રીમના વેપારીને ત્યાંથી 30 લાખ અને ગાંધીનગર કપડાના વેપારીને ત્યાં 85 લાખની કરચોરી પકડાઇ છે
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
