<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

દિવાળીના તહેવારને લઈને અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

જાણો ક્યારે ઉજવાશે દિવાળી ?:બેસ્ટ વર્ષની ક્યારે થશે આરતી :છપ્પનભોગ અન્નકૂટ અને માતાજીની વિશેષ આરતી ઉતારાશે

અમદાવાદ : દિવાળીના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજીએ માતાજીના દર્શન કરવા જતા હોય છે. ખાસ કરીને બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વખતે તિથિને લઈ અસમંજસ ઉભી થઈ છે કે દિવાળી ક્યારે. ત્યારે દર્શને આવતા ભક્તો કોઈ પ્રકારના મૂંજવણમાં ન મૂકાય તે માટે અંબાજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે. જે બાદ 6.30થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરના 12.30થી સાંજના 4.30 વાગ્યા સુધી મા અંબાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. જે બાદ સાંજના 6.30થી 7.00 વાગ્યા સુધી માતાજીની વિશેષ આરતી ઉતારાશે

(8:52 PM IST)