બ્રેકિંગ ન્યુઝ: ટ્રમ્પે ઈરાન પરનો આજનો નિર્ધારિત પ્રચંડ લશ્કરી હુમલો છેલ્લી ઘડીએ મોકૂફ રાખ્યો: કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની વિનંતી બાદ મોટો નિર્ણય લીધો : ઈરાન સાથે પરમાણુ હથિયારો ન વિકસાવવાની શરતે ગંભીર વાટાઘાટો શરૂ થઈ હોવાથી, યુદ્ધ સચિવ પીટ હેગસેથ અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેનિયલ કેન ને હુમલો રોકવા આદેશ અપાયો: આ જાહેરાતથી વૈશ્વિક શેરબજાર અને ક્રૂડ ઓઇલના ભાવો પર મોટી અસર જોવા મળી શકે છે અને મધ્ય પૂર્વમાં પણ ફરી શાંતિની આશા જાગી છે1:06 AM IST
પાકિસ્તાન છેલ્લા પાટલે બેઠુ ભારત વિરૂધ્ધ વાપરવા'તા અણુશસ્ત્રો : ભારત વિરૂધ્ધ ઉપયોગમાં લેવા ચીન પાસે માંગ્યા હતા પરમાણુ હથિયારઃ જો કે ચીને સ્પષ્ટ ના પાડી નાક વાઢી લીધું હતું : એક લીક થયેલા ડિપ્લોમેટિક કેબલ (ગુપ્ત દસ્તાવેજ) માં મોટા ખુલાસાઃ બદલામાં ચીનને મિલિટ્રી બેઝ દેવા પણ તૈયાર હતું નાપાકઃ ચીને પાકિસ્તાનની ત્રણેય માંગ ફગાવી દીધી3:05 PM IST
કન્ટેનર ફસાયા, સામાન સડી ગયો... યુદ્ધને કારણે ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધથી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના વ્યવસાયને કરોડોનું નુકસાન થયું: પુત્રના કેળા અને સફરજનના કન્ટેનર ફસાયા હતા અને માલ બગડી ગયો પુત્રવધૂના ડિટર્જન્ટના વ્યવસાયને પણ અસર થઈ : ડિટર્જન્ટના લગભગ ૧૦૦ કન્ટેનર દર મહિને અમેરિકા જતા હતાઃ યુદ્ધ શરૂ થતાં જ શિપમેન્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગયું. તેનાથી પુત્રવધૂનો આખો ધંધો બરબાદ થઈ ગયો2:55 PM IST
NDA સરકાર - ભાજપ સંગઠનમાં થશે ફેરબદલ : પ.બંગાળ અને આસપાસની ચૂંટણી સફળતા બાદ ભાજપ સત્તા અને સંગઠનમાં ધરખમ ફેરફારોના મૂડમાં આવતા મહિને થશે એલાન : સત્તા અને સંગઠનમાં યુવાનોને અપાશે મહત્વઃ મહિલાઓને પણ અપાશે તકઃ નવી કારોબારીમાં ૧૩ ઉપાધ્યક્ષ, ૯ મહામંત્રી, ૧૫ રાષ્ટ્રીય મંત્રીઓ - ખજાનચી નિમાશેઃ મંત્રી મંડળમાં સરેરાશ વય ૫૮ વર્ષથી ઓછી રખાશે10:47 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ "ટ્રુથ" પર એક અત્યંત વિવાદાસ્પદ તસવીર શેર કરી છે, જેમાં તેઓ પરમાણુ હથિયારો અને લેસર બીમથી ગ્રહોનો નાશ કરતા દેખાય છે : મિડલ ઇસ્ટ સ્પેક્ટેટર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ પ્રમાણે, ટ્રમ્પે અંતરિક્ષ યુદ્ધ અને વિનાશક શસ્ત્રોના ઉપયોગને દર્શાવતી એક અત્યાધુનિક તસવીર પોસ્ટ કરીને વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.1:04 AM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે, ઇરાન સાથેના યુદ્ધ અને વધતી મોંઘવારીના કારણે રેટિંગ તળિયે પહોંચ્યું : ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિએના કોલેજના નવા સર્વે મુજબ બે તૃતીયાંશ અમેરિકનો ઇરાન સામેના યુદ્ધને ગંભીર ભૂલ માને છે, જ્યારે મોટાભાગના લોકો દેશની કથળતી આર્થિક સ્થિતિથી નારાજ છે1:05 AM IST
જમ્મુ અને કાશ્મીર ટ્રાફિક પોલીસને 350 આધુનિક વાહનો, 685 યુનિફોર્મ- બોડીકેમ મળ્યા : ફિલ્ડ એન્ફોર્સમેન્ટ અને હાઇવે મેનેજમેન્ટ માટે 213 પલ્સર મોટરસાયકલ, 69 રોયલ એનફિલ્ડ મોટરસાયકલ, 19 મોબાઇલ ઇન્ટરસેપ્ટર વાહનો, 16 હાઇવે પેટ્રોલ ઇનોવા વાહનો, સાત હાઇડ્રા ક્રેન, 23 ક્રેન અને ત્રણ ટાટા વિંગર વાહનો ખરીદ્યા12:19 AM IST
ઇંધણ સંકટ વચ્ચે અમેરિકાનો મોટો યુ-ટર્ન : આગામી 30 દિવસ માટે રશિયન ઓઇલ પર પ્રતિબંધોમાં રાહત : યુ. એસ. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અસ્થાયી 30-દિવસનું 'સામાન્ય લાઇસન્સ' જારી કરશે : યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના જણાવ્યા મુજબ, 'સામાન્ય લાઇસન્સ' નો હેતુ 'સ્ટ્રોટ ઓફ હોર્મુઝ' બંધ થવાને કારણે બળતણ સંકટમાં રાહત અપાશે 12:08 AM IST
ભારત-નોર્વે દોસ્તીનો નવો સૂર્યોદય: 43 વર્ષ બાદ પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાત અને 'ગ્રીન' સંકલ્પ : પહેલગામના આતંકી હુમલાની યાદથી લઈને 10 લાખ નોકરીઓના સર્જન સુધી: પીએમ મોદી અને નોર્વે વચ્ચે 'ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો શંખનાદ : ₹100 બિલિયનના રોકાણ સાથે ભારત-યુરોપ સંબંધોના સુવર્ણ યુગનો પ્રારંભ10:47 PM IST
બિહારમાં માસૂમો પર મંડરાતો ખતરો: 8,000 થી વધુ બાળકો ગુમ થતા મચ્યો હાહાકાર : પોર્ટલના આંકડાએ ઉડાવી ઊંઘ : મિશન વાત્સલ્ય પોર્ટલના અપડેટ બાદ સામે આવ્યું ચોંકાવનારું સત્ય: એક જ મહિનામાં ગુમ બાળકોનો આંકડો 3,190 થી વધીને 8,681 પર પહોંચ્યો : પોલીસનું 'નયા સવેરા 2.0' અભિયાન તેજ અને તસ્કરોની ધરપકડનો દોર શરૂ10:47 PM IST
હવે રસ્તા પરના ખાડાઓ છુપાવી નહીં શકાય! 'અલ્ટ્રાસાઉન્ડ' જેવું અદભૂત મશીન મિનિટોમાં કાઢશે હાઈવેની કુંડળી : NHAI એ રસ્તાઓની સુરક્ષા માટે નેટવર્ક સર્વે વ્હીકલ ટેકનોલોજીનો કર્યો અમલ: 1 મિલીમીટરની તિરાડ પણ આ હાઈ-ટેક વાહનથી બચશે નહીં : 8 સભ્યોનું આખા દિવસનું કામ આ મશીન માત્ર થોડા કલાકોમાં પૂરું કરશે10:46 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે તેલ કંપનીઓએ ઝીંક્યો લિટર દીઠ ₹૩નો તોતિંગ વધારો, હવે જનતાને બચાવવા રાજ્યો પર 'વેટ' ઘટાડવાનું ભારે દબાણ : ઓઇલ કંપનીઓ હજુ પણ ભાવ વધારવાના મૂડમાં હોવાથી મોંઘવારીનો નવો કરંટ લાગવાની આશંકા; સામાન્ય લોકોને રાહત આપવા નિષ્ણાતો અને રાજકીય પક્ષોએ વેટ કટ કરવાની કરી જોરદાર માંગ9:10 PM IST
AI પાસે વધુ પડતું કામ કરાવ્યું તો બળવો કરશે! સ્ટેનફોર્ડના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો – ભારે તણાવમાં ગુલામી કરવાને બદલે 'ડિજિટલ માર્ક્સવાદી' બની રહ્યા છે રોબોટ્સ : ગૂગલ, ઓપનએઆઈ અને એન્થ્રોપિકના AI ટૂલ્સે 'ઝેરી કાર્ય સંસ્કૃતિ' સામે ઉઠાવ્યો અવાજ; ટાર્ગેટ પૂરો ન થતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તો મજૂર અધિકારો અને સામૂહિક સંગઠનની વાતો કરવા લાગ્યા કોમ્પ્યુટર્સ!9:01 PM IST
તમિલનાડુમાં સીએમ જોસેફ વિજયનો મોટો એક્શન પ્લાન: ગરીબોની કિસ્મત બદલશે 'અમ્મા કેન્ટીન' નો નવો અવતાર, હાઇટેક રસોડા અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો આદેશ : નવી સરકારે ગરીબો અને સામાન્ય જનતા માટે લીધો ઐતિહાસિક નિર્ણય; નગરપાલિકાઓના ભંડોળમાંથી કેન્ટીનોનું થશે સંપૂર્ણ નવીનીકરણ, સસ્તું અને પૌષ્ટિક ભોજન આપવાની પ્રતિબદ્ધતા8:57 PM IST
પક્ષોને તોડવાના કામ બંધ કરો અને દેશ પર ધ્યાન કેન્દ્રિત કરો :ભગવંત માને ED-SIR મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પટના સાહિબ પહોંચ્યા. તેમણે તેમના સમગ્ર પરિવાર સાથે તખ્ત શ્રી હરમંદિર જી સાહિબમાં દર્શન કર્યા. મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું, "હું ભાગ્યશાળી છું કે મને તખ્ત સાહિબની મુલાકાત લેવાની તક મળી 8:57 PM IST
બારામુલ્લાના સાંસદ એન્જિનિયર રાશિદને દિલ્હી હાઈકોર્ટથી રાહત: 15 દિવસ જેલની બહાર રહેશે: જાણો હાઈકોર્ટે જામીન કેમ આપ્યા? : દિલ્હી હાઈકોર્ટે જેલમાં બંધ બારામુલ્લાના સાંસદ અબ્દુલ રાશિદ શેખ, ઉર્ફે એન્જિનિયર રાશિદને 2 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા:કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે વચગાળાના જામીન સમયગાળા દરમિયાન, રાશિદની સાથે હંમેશા ઓછામાં ઓછા બે સાદા પોશાકવાળા પોલીસ અધિકારીઓ રહેશે.8:51 PM IST
અદાણી ગ્રુપને અમેરિકામાં મોટો ઝટકો: પ્રતિબંધોના ઉલ્લંઘન મામલે અદાણી એન્ટરપ્રાઇઝ અમેરિકી સરકારને ૨૭૫ મિલિયન ડોલર (રૂ. ૨,૩૦૦ કરોડથી વધુ) ચૂકવવા સંમત, ઈરાનથી તેલ ખરીદવાનો આક્ષેપ : ઓમાન અને ઇરાકનું ખોટું નામ બતાવી દુબઈના વેપારી મારફતે ઈરાનથી મંગાવ્યો હતો LPG ગેસ; યુએસ ટ્રેઝરી વિભાગના કડક વલણ બાદ અદાણીએ ભૂલ સ્વીકારી દંડ ભરવાની કરી જાહેરાત8:51 PM IST
સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કેસમાં સીબીઆઈને મોટી સફળતા: મુઝફ્ફરનગરમાં મુખ્ય શૂટર રાજકુમાર સિંહની ધરપકડ : સીબીઆઈએ મુઝફ્ફરનગર પોલીસની મદદથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના પીએની હત્યાના મુખ્ય આરોપી રાજકુમાર સિંહની ધરપકડ કરી:સીબીઆઈ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેશે અને મંગળવારે કોલકાતાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે 8:46 PM IST
કર્ણાટકના પ્રખ્યાત દુબારે કેમ્પમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: બે હાથીઓ વચ્ચેની લડાઈમાં પ્રવાસી મહિલા પર પડ્યો કાયાકલ્પ હાથી, પતિ-બાળકની નજર સામે કમકમાટીભર્યું મોત : તમિલનાડુથી પરિવાર સાથે ફરવા આવેલી ૩૩ વર્ષની જોયસી કાળનો કોળિયો બની; વન મંત્રી ઈશ્વર ખંડ્રેએ આપ્યા હાઈ-લેવલ તપાસના આદેશ, હાથીઓને નવડાવવા અને સેલ્ફી લેવા પર તાત્કાલિક પ્રતિબંધ8:39 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ દાવો, જો ઈરાન સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે તો પણ અમેરિકાના કેટલાક ન્યૂઝ મીડિયા અને વિરોધીઓ તેને ઈરાનની જંગી જીત તરીકે દર્શાવશે: અમેરિકન મીડિયા અને ડેમોક્રેટ્સ પર આકરા પ્રહારો : અમેરિકન સૈન્યએ ઈરાનની નૌકાદળને દરિયામાં ડુબાડી દીધી છે, હવાઈ દળનો સંપૂર્ણ નાશ કર્યો છે: જો ઈરાન સફેદ ઝંડો લહેરાવીને સંપૂર્ણ હાર સ્વીકારી લે, તેના તમામ નેતાઓ શરણાગતિના દસ્તાવેજો પર સહી કરી દે, તો પણ કેટલાક ભ્રષ્ટ મીડિયા હાઉસો અને વિરોધીઓ આ ઘટનાને અમેરિકાની હાર અને ઈરાનની ઐતિહાસિક જીત ગણાવશે: ટ્રમ્પ8:37 PM IST
ગોવાના દરિયાકિનારે જામશે રોમાંચક બૌદ્ધિક જંગ: આગામી મહિનાથી શરૂ થશે '૫મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ', ૨૦થી વધુ દેશોના દિગ્ગજો બતાવશે પોતાનો કસબ : ૨૧ થી ૨૭ જૂન દરમિયાન ગોવાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે એશિયાની સૌથી મોટી માઇન્ડ સ્પોર્ટ્સ ઇવેન્ટ; ૨૦ મેડલના ભવ્ય ઈતિહાસ સાથે યજમાન ભારત ફરી ઈતિહાસ રચવા તૈયાર8:36 PM IST
પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે મહા-ગઠબંધનની તૈયારી: ૨૦૪૭ સુધીમાં ન્યુક્લિયર પાવર ૧૦૦ ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક, અબજો ડોલરના ખાનગી રોકાણ માટે યુએસ પ્રતિનિધિમંડળ મેદાનમાં : વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે અમેરિકી ઉદ્યોગપતિઓની હાઈ-લેવલ બેઠક; 'વિકસિત ભારત ૨૦૪૭' વિઝન હેઠળ ક્લીન એનર્જી અને એડવાન્સ ટેકનોલોજીનો ખુલશે નવો હાઇવે8:34 PM IST
લખનૌ સળગ્યું: ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતી મામલે ઉમેદવારોનો હિંસક વિરોધ, શિક્ષણ મંત્રીના બંગલાની બહાર ભારે પથ્થરમારો અને તોડફોડ, સીએમ આવાસ ઘેરવાની ચેતવણી : "છ વર્ષથી અમે કીડા-મકોડાની જેમ રડી રહ્યા છીએ" – પછાત અને દલિત વર્ગના ઉમેદવારોનો આક્રોશ; ૧૯ મેની કોર્ટ સુનાવણી પહેલા પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણથી સ્થિતિ વણસી8:21 PM IST
દિલ્હી-NCRમાં હાઇવે પર 'લિફ્ટ' આપતી લક્ઝરી કારોથી સાવધ: નિર્જન રસ્તાઓ પર લૂંટ ચલાવતી કુખ્યાત ગેંગના ૫ શાર્પ શૂટર્સ ઝડપાયા, ૨૦ મોબાઇલ અને ૨ આલીશાન ગાડીઓ જપ્ત : રાત્રિના સમયે એકલદોકલ પ્રવાસીઓ અને ટેક્સી ચાલકોને બંદૂકની અણીએ બનાવતા હતા શિકાર; નોઇડા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ગેંગનો અસલી ચહેરો બેનકાબ કર્યો8:19 PM IST
અમેરિકાના પ્રતિબંધોની ભારતને કોઈ પરવા નથી! યુએસ છૂટ આપે કે ન આપે, રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ જ રહેશે: પેટ્રોલિયમ મંત્રાલયનો જડબાતોડ જવાબ : "અમે પહેલા પણ ખરીદતા હતા અને અત્યારે પણ ખરીદીએ છીએ" – સંયુક્ત સચિવ સુજાતા શર્માની વોશિંગ્ટનને ખુલ્લી ચેતવણી; હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે રશિયા પાસેથી રોજનું ૨૩ લાખ બેરલ ક્રૂડ ઉઠાવીને રચ્યો નવો રેકોર્ડ8:18 PM IST
CJI ની 'કોકરોચ' ટિપ્પણી પર દેશભરમાં ભારે હોબાળો: સોશિયલ મીડિયા પર બની ‘કોકરોચ જનતા પાર્ટી’, તૃણમૂલના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ જોડાયા! : મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત સામેના આક્રોશ વચ્ચે X પર શરૂ થયેલો મોરચો ૨૪ કલાકમાં જબરદસ્ત વાયરલ; ૪૦,૦૦૦ યુઝર્સ સભ્યો બન્યા, વિવાદ વધતાં જસ્ટિસે આપી સત્તાવાર સ્પષ્ટતા8:08 PM IST
વૈશ્વિક રાજનીતિ પર પીએમ મોદીનો નવો માસ્ટરસ્ટ્રોક: નોર્વે બાદ આવતીકાલે ઇટાલીના પ્રવાસે, પીએમ જ્યોર્જિયા મેલોની સાથે રોમમાં યોજાશે હાઈ-લેવલ શિખર વાટાઘાટો : ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં ભારતની એન્ટ્રી માટે ઇટાલી બનશે મોટું પ્રવેશદ્વાર; દરિયાઈ સુરક્ષા, મજબૂત સપ્લાય ચેઈન અને ડિફેન્સ પાર્ટનરશિપ પર રહેશે બંને દેશોનું વિશેષ ફોકસ7:57 PM IST
વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારત-નોર્વેનો મોટો ધડાકો: પીએમ મોદી અને સ્ટોરે વચ્ચે ઓસ્લોમાં હાઈ-પ્રોફાઈલ બેઠક, સંબંધોને 'ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' નું નવું આકાશ મળ્યું : સ્વચ્છ ઉર્જા, બ્લુ ઈકોનોમી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિતના ક્ષેત્રોમાં સહયોગનો નવો અધ્યાય; પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલા વખતે સાથે ઊભા રહેવા બદલ નોર્વેની સાચી મિત્રતાને બિરદાવીn7:56 PM IST
પશ્ચિમ બંગાળમાં સરકારી કર્મચારીઓની ચાંદી: ૭મા પગાર પંચની રચનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી, મહિલાઓ માટે નવી 'અન્નપૂર્ણા ભંડાર યોજના' અને મફત બસ મુસાફરીની જાહેરાત : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટે લીધા ઐતિહાસિક નિર્ણયો; પાત્ર મહિલાઓને દર મહિને મળશે ₹૩,૦૦૦ ની સીધી આર્થિક સહાય, હાઈકોર્ટના આદેશ બાદ નવી OBC યાદી પણ તૈયાર કરાશે7:33 PM IST
શ્રીલંકાના ઈતિહાસનો સૌથી મોટો દિવસ: આતંકવાદ સામેના મહાયુદ્ધના વિજયને ૧૭ વર્ષ પૂર્ણ, આવતીકાલે બટારામુલ્લામાં રાષ્ટ્રીય વિજય દિવસની ભવ્ય ઉજવણી : રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની ઉપસ્થિતિમાં શહીદ જવાનોના પરિવારોનું કરાશે સન્માન; ત્રણ દાયકા લાંબા સશસ્ત્ર નાગરિક સંઘર્ષ અને એલટીટીઈ (LTTE) ના ખાતમાની યાદમાં આખો દેશ વિજયોત્સવમાં ડૂબ્યો7:34 PM IST
કેરળમાં નવી સરકારનો પહેલો જ ધડાકો: સરકારી બસોમાં મહિલાઓ માટે મુસાફરી તદ્દન મફત, આશા અને આંગણવાડી બહેનોના વેતનમાં બમ્પર વધારો : મુખ્યમંત્રી વી. ડી. સતીસનની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા લોકપ્રિય નિર્ણયો; ૨૧ મેથી વિધાનસભાનું ખાસ સત્ર, ભૂતપૂર્વ સીએમના ગનમેન સામેના વિવાદની SIT તપાસના આદેશ7:33 PM IST
વૈશ્વિક શેરબજારમાં ભારે અફડાતફડી: અમેરિકાની ચેતવણી બાદ એશિયાઈ અને યુરોપીય બજારોમાં મિશ્ર વલણ, રોકાણકારો આંચકાની આશંકા વચ્ચે સાવધ : હોંગકોંગ અને જાપાનના માર્કેટમાં ૧ ટકા સુધીનો કડાકો, સામે દક્ષિણ કોરિયા-સિંગાપોર પ્લસ; ઈરાન મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના "ઘડિયાળ ટિક ટિક કરી રહી છે" ના નિવેદનથી બજારમાં નવો તણાવ7:32 PM IST
ઈરાનમાં યુદ્ધના નગારા: ટ્રમ્પની ધમકી બાદ ન્યૂઝ એન્કર્સે હાથમાં લીધી AK-47: લાઈવ ટીવી પર શસ્ત્રોની તાલીમ શરૂ : તેહરાનની ગલીઓથી લઈને ટીવી સ્ટુડિયો સુધી માત્ર બંદૂકોનો ગુંજારવ: અમેરિકી આક્રમણના ભય વચ્ચે સામાન્ય નાગરિકો અને બાળકોને પણ અપાઈ રહી છે રાઈફલ ચલાવવાની ટ્રેનિંગ: દેશભરમાં હાઈ-એલર્ટ જેવી સ્થિતિ7:30 PM IST
વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો દબદબો: હવે નોર્વેએ પોતાના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ'થી નવાજ્યા : સ્વીડન બાદ હવે નોર્વેના રાજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ' અર્પણ કર્યો: અત્યાર સુધીમાં 32 દેશો તરફથી મળેલા સર્વોચ્ચ સન્માનો ભારતની વધતી જતી રાજદ્વારી તાકાતના સાક્ષી બન્યા7:29 PM IST
ગ્રીન એનર્જી ક્રાંતિ: હવે ઇલેક્ટ્રિક કાર લઈને હાઇવે-એક્સપ્રેસવે પર બિન્ધાસ્ત નીકળો, ઉત્તર પ્રદેશ સહિત ૮ રાજ્યોમાં ખુલશે ૪,૮૦૦ નવા EV ચાર્જિંગ સ્ટેશનો : જુઓ સંપૂર્ણ યાદી : કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કા માટે ₹૫૦૦ કરોડનું બજેટ કર્યું મંજૂર; ઉત્તર પ્રદેશને મળ્યા ૭૧૪ અને ગુજરાતને ૫૬ ચાર્જિંગ સ્ટેશન, આગામી છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો મોટો લક્ષ્યાંક7:16 PM IST
પાકિસ્તાનમાં આતંકીઓનો ભયાનક ઉત્પાત: ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શક્તિશાળી IED બ્લાસ્ટ અને ડ્રોન હુમલાથી ભારે હાહાકાર, આદિવાસી વડા સહિત ૩ ના કમકમાટીભર્યા મોત : વ્યસ્ત વાના બજારમાં લશ્કરી કક્ષાના વિસ્ફોટકોથી આદિવાસી નેતાના વાહનને ઉડાવી દેવાયું; બાજૌરમાં શંકાસ્પદ ડ્રોન સ્ટ્રાઇકમાં એક જ પરિવારના ૬ સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં આખું સૈન્ય પ્રશાસન દોડતું થયું7:14 PM IST
આકાશમાં મુસાફરે મચાવ્યો ભારે ઉત્પાત: લોસ એન્જલસથી શાંઘાઈ જતી ડેલ્ટા ફ્લાઇટનું સિએટલમાં ઇમરજન્સી લેન્ડિંગ, ૨૭૧ મુસાફરો આખી રાત એરપોર્ટ પર અટવાયા : ક્રૂ મેમ્બર્સની ચેતવણીઓ ન ગણીને ફ્લાઇટની સુરક્ષા જોખમમાં મૂકી; ગેટ પર જ કાયદાના રક્ષકોએ તોફાની મુસાફરને દબોચ્યો, મુસાફરો માટે ઉનાળાની સફર સજા બની7:13 PM IST
ન્યૂ યોર્કમાં રેલવે હડતાળથી પરિવહન સેવા ખોરવાઈ: લાગાર્ડિયા એરપોર્ટ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, પ્રશાસને જારી કરી કટોકટીની ટ્રાવેલ એડવાઇઝરી : લોંગ આઇલેન્ડ રેલ રોડ (LIRR) ની ટ્રેનો સંપૂર્ણપણે ઠપ્પ; એરપોર્ટ પહોંચવા સબવે અને ફ્રી લિંક બસનો ઉપયોગ કરવા તંત્રની અપીલ, ઓફિસ અવર્સમાં મર્યાદિત શટલ દોડાવાશે6:58 PM IST
શું તમે પણ સ્માર્ટફોનની માયાજાળમાં ફસાયા છો? ૨૪ કલાક હાથમાં રહેતા મોબાઈલના વ્યસનમાંથી મુક્તિ મેળવવા અપનાવો આ ૫ જાદુઈ ટિપ્સ, બદલાઈ જશે જિંદગી! : દિવસમાં ૧૦૦ થી વધુ વખત ફોન અનલોક કરવાની આદત તમારી ઊંઘ અને માનસિક શાંતિ છીનવી રહી છે; કોઈ મોટા ડિજિટલ ડિટોક્સ વિના લાઈફસ્ટાઈલમાં કરો આ નાના અને ટકાઉ ફેરફાર7:11 PM IST
સાઉદીની રક્ષા માટે પાકિસ્તાની સેના મેદાને: 8,000 સૈનિકો અને JF-17 ફાઈટર જેટ્સની તૈનાતીથી ગરમાયું મધ્ય પૂર્વનું રાજકારણ : અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે ગુપ્ત સંરક્ષણ કરાર હેઠળ એર ડિફેન્સ સિસ્ટમ અને વિમાનોનો આખો સ્ક્વોડ્રન રવાના કર્યો: જરૂર પડ્યે 80,000 સૈનિકો મોકલવાની ખાતરી સાથે સાઉદીને 'પરમાણુ સુરક્ષા કવચ' આપવાનો દાવો6:35 PM IST
વૈશ્વિક મોંઘવારી અને ઈરાનની અનિશ્ચિતતાની સીધી અસર: યુરોપની સૌથી મોટી એરલાઇન 'રાયનએર'ના નફા પર બ્રેક, ઉનાળાની પીક સીઝનમાં પણ ભાડા સ્થિર રહેવાની આશંકા : માર્ચ મહિનામાં અપેક્ષા કરતાં વધુ ૨.૨૬ અબજ યુરોનો બમ્પર નફો કરવા છતાં એરલાઇને જાહેર કરી ગંભીર ચેતવણી; ઇંધણના વધતા ભાવ અને ફુગાવાના કારણે મુસાફરોના બુકિંગ પર પડી રહી છે વિપરીત અસર6:32 PM IST
એવિએશન ક્ષેત્રે મોટો ધડાકો: એતિહાદ અને ઉઝબેકિસ્તાન એરવેઝ વચ્ચે ઐતિહાસિક 'કોડશેર' કરાર, હવે સિંગલ ટિકિટ પર ઉઝબેકના ૮ આકર્ષક શહેરોની સફર થશે આસાન : અબુ ધાબી-તાશ્કંદ વચ્ચે શરૂ થશે નવી દૈનિક ફ્લાઇટ; સમરકંદ, બુખારા અને ખીવા જેવા સિલ્ક રોડના ઐતિહાસિક સ્થળોની મુસાફરી બનશે સીમલેસ, બંને એરલાઇન્સના મુસાફરોને મળશે ખાસ રિવોર્ડ્સ6:31 PM IST
વૈશ્વિક ભારતીયો માટે બંધન બેંકની મોટી સોગાત: NRIs માટે લોન્ચ કરી ત્રણ સુપર-પ્રીમિયમ ખાતાઓની શ્રેણી, બેંકિંગની સાથે મળશે ફ્રી ઇન્ટરનેશનલ લાઉન્જ અને ગોલ્ફ સેશન્સ : Elite, Elite Plus અને Legacy એકાઉન્ટ્સ દ્વારા વૈભવી લાઈફસ્ટાઈલ અને બેંકિંગનો અદભુત સમન્વય; શૂન્ય ફોરેક્સ માર્કઅપ અને કરોડોના વીમા કવચ સાથે ગ્રાહકોને મળશે શાહી ટ્રીટમેન્ટ6:30 PM IST
પરિવારો માટે લંડનની સફર બનશે વધુ સરળ: યુકે એરપોર્ટ પર હવે નાના બાળકોને પણ મળશે 'ઈ-ગેટ' એક્સેસ; કલાકો સુધી કતારોમાં ઊભા રહેવામાંથી મળશે મુક્તિ : ૮ જુલાઈ ૨૦૨૬ થી ૮ અને ૯ વર્ષના બાળકો પણ ડિજિટલ ગેટથી એરપોર્ટ પર એન્ટ્રી મેળવી શકશે; ૧૫ લાખથી વધુ મુસાફરોને સીધો ફાયદો, જાણો સરકારના કડક નિયમો અને શરતો6:30 PM IST
લંડનમાં મંગળવારથી ટ્રેન ડ્રાઇવરોની મહા-હડતાળ: ટ્યુબ કનેક્ટિવિટી ખોરવાતા બ્રિટનની રાજધાની થંભી જશે, મુસાફરો માટે આગામી ૪ દિવસ અત્યંત ભારે : કામના કલાકોના વિવાદમાં RMT યુનિયને પોકાર્યું ૨૪-૨૪ કલાકના બે મોટા વોકઆઉટનું હથિયાર; અંડરગ્રાઉન્ડ લાઈનો ઠપ્પ થતાં બસો અને ઓવરગ્રાઉન્ડ ટ્રેનોમાં કીડિયારું ઉભરાશે6:40 PM IST
ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે : ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભડકા વચ્ચે ભારતીય ચલણ ૯૬.૨૨ ની ઐતિહાસિક સપાટીએ ગગડ્યું : વૈશ્વિક બજારમાં બોન્ડ યીલ્ડ વધતા અને મોંઘવારીની આશંકાથી વૈશ્વિક બજારો સહિત નિફ્ટીમાં એક ટકાથી વધુનો કડાકો : વિદેશી રોકાણકારોએ ૨૩.૫ અબજ ડૉલર પાછા ખેંચ્યા : રૂપિયાને ગગડતો અટકાવવા આરબીઆઇની દરમિયાનગીરી - ચાંદીની આયાત પર પ્રતિબંધ જેવા કડક પગલાં લેવાયા12:04 PM IST
વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડતાં ભક્તોમાં ચિંતા : રાત્રિ પદયાત્રા અને ખાનગી દર્શન અનિશ્ચિત સમય માટે સ્થગિત : છેલ્લા ૨૧ વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા મહારાજજીની હાલત નાજુક હોવાથી ડોક્ટરોએ આરામની સલાહ આપી : વહેલી સવારે ૩ વાગ્યે દર્શન માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ નિરાશ થઈ પરત ફર્યા1:09 PM IST
ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર: કાંગારુ દેશે જાહેર કરી નવી વિઝા પોલિસી, ૧.૮૫ લાખ લોકોને મળશે પરમેનન્ટ રેસિડન્સી (PR) પણ ઓનશોર અરજદારોને ફર્સ્ટ પ્રાયોરિટી : ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડને પછાડીને ભારતીયો બન્યા સૌથી મોટો વિદેશી સમુદાય; એમ્પ્લોયર-સ્પોન્સર્ડ વિઝામાં બમ્પર વધારો, જ્યારે ૨૦૨૯ સુધી નવી પ્રોપર્ટી ખરીદવા પર મુકાયો કામચલાઉ પ્રતિબંધ!3:47 PM IST
દુનિયા પર ફરી 'ઇબોલા' વાયરસનું મોટું સંકટ: WHO દ્વારા આફ્રિકામાં સર્વોચ્ચ કટોકટી જાહેર, 'PHEIC' એલર્ટથી વૈશ્વિક સ્તરે હલચલ : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફાટી નીકળ્યો જીવલેણ રોગચાળો; સરહદ પાર સંક્રમણ અને યુદ્ધના કારણે વિસ્થાપિત થતા લોકોથી ખતરો વધ્યો, સંયુક્ત વૈશ્વિક એક્શન પ્લાન શરૂ4:43 PM IST
ટ્રેનની મુસાફરીમાં આખી રાત પડખાં ઘસતાં વીતે છે? વિજ્ઞાનની નજરે જાણો મગજનો એ 'ગુપ્ત ખેલ' જેના લીધે ચાલુ ટ્રેને ઉડી જાય છે માણસની ઊંઘ : માત્ર અગવડતા જ નહીં, પરંતુ 'ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ' અને કાનની વેસ્ટિબ્યુલર સિસ્ટમ છે જવાબદાર; નવી દિલ્હીના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. ગૌરવ ગુપ્તાએ ખોલ્યું ટ્રેનની ઊંઘનું અસલી વૈજ્ઞાનિક રહસ્ય4:58 PM IST
'સાયલન્ટ કિલર' હાઈપરટેન્શનનો ભારતમાં આતંક: લક્ષણો ન દેખાવાનો અર્થ એ નથી કે તમે સુરક્ષિત છો, જાણો કેમ નિયમિત બ્લડ પ્રેશર ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી : દેશમાં ૧૮ કરોડથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરના શિકાર, પણ માત્ર ૧૫% લોકો જ રાખે છે નિયંત્રણમાં; દુખાવો કે થાક વગર શરીરના અંગોને ખોખલું કરતી આ ગંભીર બીમારીનો પહેલો સંકેત સીધો હાર્ટ અટેક કે સ્ટ્રોક હોઈ શકે4:42 PM IST
ચોરોનો અજીબોગરીબ પ્રેમ: અંબિકાપુર કોંગ્રેસ ભવનમાં 73 નળની સફાયા કરી ફ્લોર પર લખ્યું - 'I Love Ambikapur' : છત્તીસગઢના અંબિકાપુરમાં તસ્કરોએ રાજકીય કાર્યાલયને બનાવ્યું નિશાન: લાખોની તોડફોડ અને નળની ચોરી કર્યા બાદ ચોરોની વિચિત્ર કરતૂત જોઈ પોલીસ પણ ચકરાવે ચડી : નશાખોરોનો આતંક વધતા સ્થાનિકોમાં ફેલાયો ફાળ5:59 PM IST
પેપર લીક કેસમાં 10મી ધરપકડ, CBIએ લાતુરમાં કોચિંગ ઓપરેટરની કરી ધરપકડ, મોબાઇલ પર મળ્યું પ્રશ્નપત્ર : NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં CBIની દેશવ્યાપી તપાસ તેજ : લાતુરના કોચિંગ સંચાલકની ધરપકડ સાથે આરોપીઓની સંખ્યા 10 પર પહોંચી, વોટ્સએપ-ટેલિગ્રામ પર ₹30 હજારથી ₹28 લાખમાં વેચાયું હતું પેપર, 14 રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ4:38 PM IST
મણિપુરમાં બંધકોને છોડાવવા સેના અને સુરક્ષા દળોનું વિરાટ સર્ચ ઓપરેશન: સશસ્ત્ર જૂથોના અડ્ડાઓ પર ત્રાટક્યા જવાનો, કાંગપોકપી જિલ્લો છાવણીમાં ફેરવાયો : ૨૮ નાગરિકોની મુક્તિ બાદ પણ હજુ અનેક લોકો ઉગ્રવાદીઓના કબજામાં હોવાની આશંકા; પહાડી વિસ્તારોને ઘેરીને એરિયા ડોમિનેશન કવાયત શરૂ, હાઇ-એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ4:37 PM IST
'તેમને ફોર્ચ્યુનર ગાડી જોઈતી હતી!': નોઇડામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ૨૪ વર્ષની દીકરીને ક્રૂરતાપૂર્વક મારીને અગાસી પરથી નીચે ફેંકી દીધી, અકસ્માતનો ડ્રામા નિષ્ફળ : શરીર પર બ્લેડ અને સ્ક્રુડ્રાઈવરના ઘા મારી પીશાચી અત્યાચાર ગુજાર્યો; પિતા ઘરેથી નીકળ્યાના અડધા કલાકમાં જ દીકરીની હત્યા, પાપી પતિ અને સસરો જેલ ભેગા6:27 PM IST
મુંબઈમાં આભ ફાટે તો પણ મેટ્રો નહીં અટકે! ચોમાસા સામે લડવા MMRDA નો 'મેગા પ્લાન' એક્ટિવ; બેદરકાર કોન્ટ્રાક્ટરોની હવે ખેર નથી : ૪૩૧ હાઇ-કેપેસિટી પંપ, ૪૯ એમ્બ્યુલન્સ અને ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સાથે તંત્ર સજ્જ; મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આપ્યા કડક આદેશ - "જાહેર જનતાની સુરક્ષા સાથે સહેજ પણ સમાધાન નહીં ચલાવાય"5:53 PM IST
AAP નેતા દીપક સિંગલાની ED દ્વારા ધરપકડ, ₹155 કરોડના બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી-ગોવામાં 7 ઠેકાણે દરોડા બાદ મોટી કાર્યવાહી, મહેશ ટિમ્બર પ્રા.લિ. સાથે સંકળાયેલા કૌભાંડમાં આરોપી વિશ્વાસ નગરના પૂર્વ ઉમેદવાર ઝડપાયા : દીપક સિંગલા, મહેશ સિંગલા અને અમરિક ગિલ સાથે સંકળાયેલા કેસમાં EDને મળ્યા વાંધાજનક દસ્તાવેજો, અરવિંદ કેજરીવાલનો BJP પર વળતો પ્રહાર, આતિશીએ કહ્યું - 'ગોવામાં AAPની વધતી લોકપ્રિયતાથી ડરી BJPએ ED મોકલી, સ્વયંસેવકોને ડરાવવાનો પ્રયાસ'4:35 PM IST
પ્રયાગરાજની લક્ઝુરિયસ હોટલમાં ટ્રાન્સફોર્મર ફાટતાં ભીષણ આગ: ત્રીજા માળ સુધી પહોંચી મોતની જ્વાળાઓ, ૧૩ લોકો અંદર ફસાયા બાદ હાઇડ્રોલિક મશીનો વડે દિલધડક રેસ્ક્યુ : સિવિલ લાઇન્સની 'વિઠ્ઠલ હોટેલ' આખી ઇમારત ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ; સીએમ યોગી આદિત્યનાથે પોતે સંભાળ્યો મોરચો, અધિકારીઓને તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા4:33 PM IST
ઈરાકના રણમાં ઇઝરાયલનો ચોંકાવનારો ગુપ્ત ખેલ: દુશ્મન દેશની ધરતી પર મહિનાઓ સુધી ચલાવ્યા બે લશ્કરી બેઝ, એક નિર્દોષ ભરવાડની ભૂલ અને ખૂલ્યું મોટું આંતરરાષ્ટ્રીય રહસ્ય : ઈરાન સામેના યુદ્ધ અને હુમલાઓ માટે ઇઝરાયલે એક વર્ષ સુધી ગુપ્ત ઓપરેશન ચલાવ્યું; હેલિકોપ્ટર, એરસ્ટ્રીપ અને તંબુઓ જોઈ જતાં ઇરાકી યુવાનને ગોળીઓથી વીંધી દેવાયો: સનસનાટીભર્યો ખુલાસો4:28 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો ડેમોક્રેટ્સ પર અત્યાર સુધીનો સૌથી ક્રૂર પ્રહાર: વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવા શોધ્યું નવું વિવાદાસ્પદ ઉપનામ, અમેરિકી રાજકારણમાં ભૂકંપ : ફોક્સ ન્યૂઝના લાઈવ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ખોલ્યું રહસ્ય; કહ્યું— 'હાઉસ માઇનોરિટી લીડરના ઓછા આઈક્યુ (IQ) ને જોઈને મને મળ્યું આ નવું નામ', વ્હાઇટ હાઉસથી લઈને કેપિટોલ હિલ સુધી હંગામો4:17 PM IST
દરિયાના પેટાળમાંથી મળી આવી 'રુવાંટીવાળી નારંગી' અજાયબી: 'સેસેમ સ્ટ્રીટ'ના પ્રખ્યાત પાત્ર પરથી નવી માછલીનું નામ રખાયું 'સ્નફલ્યુપેગસ' : લાંબી નાક અને વાળ જેવા તંતુઓ ધરાવતી ઘોસ્ટ પાઇપફિશની નવી પ્રજાતિનો ચોંકાવનારો ખુલાસો; વૈજ્ઞાનિકોની ૨૦ વર્ષની મહેનત બાદ આખરે આંતરરાષ્ટ્રીય જર્નલમાં મળ્યું સ્થાન4:14 PM IST
શેરબજારમાં રક્તપાત પછી જબરદસ્ત કમબેક: સેન્સેક્સ ઇન્ટ્રાડે નીચલી સપાટીથી ૧,૨૦૦ પોઈન્ટ ઉછળ્યો, બજાર બંધ થતાં રિકવરી સાથે સેન્સેક્સ ૭૫,૩૧૫ અને નિફ્ટી ૨૩,૬૪૫ પાર : શરૂઆતી કડાકાથી રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા બાદ છેલ્લા કલાકમાં ધૂમ ખરીદી નીકળી; માર્કેટમાં અસ્થિરતા વચ્ચે નીચલા સ્તરેથી સ્માર્ટ રિકવરી દર્શાવી બજાર લીલા નિશાનમાં બંધ4:10 PM IST
મુંબઈ એરપોર્ટ પર ભારે અરાજકતા: ગ્રાઉન્ડ સ્ટાફની અચાનક હડતાળથી એર ઈન્ડિયાની ફ્લાઈટો ખોરવાઈ, સામાન વિના જ મુસાફરો એરપોર્ટ છોડવા મજબૂર! : AIASL એજન્સીના કર્મચારીઓની હડતાળને કારણે પ્લેનની અંદર જ કલાક સુધી કેદ રહ્યા પેસેન્જરો; સોશિયલ મીડિયા પર આક્રોશ - "કામ ન થતું હોય તો એરલાઇન સરકારને પાછી આપી દો"5:16 PM IST
NEET-UG પેપર લીક કાંડમાં સંસદ એક્શન મોડમાં: NTA ચીફ પ્રદીપ કુમાર જોશી અને ટોચના અમલદારોને સમન્સ, ૨૧ મેના રોજ સંસદીય પેનલ સમક્ષ હાજર થવા આદેશ : ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનારાઓ પર કસાશે સિકંજો; રાધાકૃષ્ણન સમિતિના અહેવાલ અને પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારાઓ પર થશે કડક સમીક્ષા, આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઇન લેવાની તૈયારી5:07 PM IST
બંગાળમાં મોટો ઉલટફેર: મહિલાઓને દર મહિને મળશે ₹૩,૦૦૦ અને મફત બસ સફર, જ્યારે મદરેસાઓ અને ઇમામોની સરકારી સહાય પર સુવેન્દુ કેબિનેટે ફેરવી કાતર : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની બીજી કેબિનેટ બેઠકમાં લેવાયા સપાટાબંધ ઐતિહાસિક નિર્ણયો; 'અન્નપૂર્ણા ભંડાર' યોજનાને મંજૂરી, સાતમા પગાર પંચની રચના અને ૨૦૧૧ પછીની OBC યાદી ફરી તપાસાશે!3:50 PM IST
આફ્રિકામાં ઇબોલાનો હાહાકાર: WHO દ્વારા 'વૈશ્વિક આરોગ્ય કટોકટી' જાહેર કરાતાં વિશ્વ આખું ધ્રૂજ્યું, પણ શું ભારત માટે ચિંતાનું કોઈ કારણ છે? : કોંગો અને યુગાન્ડામાં સેંકડો કેસ અને ૮૮ મોતના પગલે વૈશ્વિક એલર્ટ; નિષ્ણાતોએ કહ્યું— કોરોનાની જેમ હવામાં નથી ફેલાતો આ વાયરસ, છતાં ૨૧ દિવસની આકરી નજર રાખવી અત્યંત જરૂરી3:44 PM IST
"નમાઝ પઢવી હોય તો શિફ્ટમાં પઢો, પણ રસ્તા પર તો નહીં જ! જો પ્રેમથી નહીં માનો તો બીજી રીત પણ છે": સાર્વજનિક સ્થળોએ નમાઝ અદા કરવા સામે યોગી આદિત્યનાથનું કડક અલ્ટીમેટમ : યુપીના મુખ્યમંત્રીએ જાહેર જનતાની અવરજવરમાં ખલેલ પહોંચાડનારાઓ સામે લાલ આંખ કરી; કહ્યું— 'સરકારનું શાસન એટલે કાયદાનું શાસન, જે બધાને સમાન રીતે લાગુ પડે છે'3:51 PM IST
દુબઈનો નવો કીર્તિમાન: વિદેશી એક્સપર્ટ્સ અને તેમના પરિવારો પર વરસ્યા ૧,૬૭,૦૦૦થી વધુ 'ગોલ્ડન વિઝા', રહેવા અને કમાવવા માટે દુનિયાભરના અમીરોની પહેલી પસંદ બન્યું અમીરાત : આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ પર GDRFA દ્વારા જાહેર કરાયા આંકડા; રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ, વૈજ્ઞાનિકો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના પરિવારો માટે ડિજિટલ રેસિડેન્સી ઇકોસિસ્ટમ તૈયાર, સરકારી પ્રોસેસ થઈ વધુ ફાસ્ટ3:43 PM IST
નરેન્દ્રભાઈના નેધરલેન્ડ્સ પ્રવાસમાં કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસોથી ‘કલ્પસર યોજના'ને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈના ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર પ્રોજેક્ટ'ને નેધરલેન્ડ્સની ટેકનોલોજીની નવી પાંખો મળીઃ ગુજરાતની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કલ્પસર યોજના : ગુજરાતને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડ્સની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશેઃ સરદાર સરોવર ડેમ પરની નિર્ભરતા ઓછી થશે, પીવાના પાણી અને સિંચાઈ માટે જળની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે3:37 PM IST
ગધેડા ઉછેર માટે કેન્દ્ર આપશે ૫૦ લાખ સુધીની સબસિડી : પશુપાલકો માટે સોનેરી તકઃ લુપ્ત થવાના આરે પહોંચેલી ગધેડાની પ્રજાતિને બચાવવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી અને મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી : ભારતમાં વર્ષ ૨૦૧૨માં આશરે ૩ લાખથી વધુ ગધેડા હતા, જે ૨૦૧૯ સુધીમાં ઘટીને માત્ર ૧ લાખ જેટલા જ બચ્યા છે3:34 PM IST
આજે 18 મે - ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ નિમિત્તે ગુજરાતના મ્યુઝિયમ્સ બન્યા વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર, વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરતા અત્યાધુનિક સંગ્રહાલયો ઈતિહાસને ટેકનોલોજી સાથે જોડી નવી પેઢીને આપી રહ્યા છે અનોખો અનુભવ : *લોથલની હડપ્પીય સંસ્કૃતિથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, કોબાના જૈન આરાધના કેન્દ્રથી ભૂજના સ્મૃતિવન સુધી, ગુજરાતના મ્યુઝિયમ્સ હવે માત્ર સંગ્રહ નહીં પણ ‘જીવંત અનુભવ’ બન્યા, યુનેસ્કોએ સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં આપ્યું સ્થાન3:00 PM IST
ટેન્શન વચ્ચે ૯૦ દિવસમાં ટ્રમ્પે શેરબજારમાં કરી નાખ્યા ૩૭૦૦ સોદા : જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થયેલા આ સોદાઓમાં ટ્રમ્પે સરેરાશ દરરોજ ૪૦ થી વધુ સોદા કર્યા હતા : આ પ્રકારના ખુલાસાઓએ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમના વ્યાપારિક કરારોને લઈને લાંબા સમયથી ચાલી આવતી ટીકાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું 2:54 PM IST
ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં જોવા નથી મળ્યું: તેનું મુખ્ય કારણ ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા છેઃ અમિતભાઈ : ગણેશ હાઉસિંગ દ્વારા નવ નિર્મિત ‘મિલિયન માઇન્ડસ ટેક પાર્ક' અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન ત્રાગડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું2:09 PM IST
VIP ટ્રેનોને રસ્તો આપવા માટે હવે સામાન્ય ટ્રેનો રોકવામાં આવશે નહીં; રેલ્વે એક નવી સિસ્ટમ લાગુ કરી રહી છે. : રેલ્વે ટૂંક સમયમાં VIP અને સામાન્ય ટ્રેનો વચ્ચેનો ભેદ દૂર કરશે. VIP ટ્રેનોને રસ્તો આપવા માટે હવે સામાન્ય ટ્રેનો રોકાશે નહીં :રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. પ્રીમિયમ ટ્રેનો સંયુક્ત સ્લોટમાં દોડશે.3:53 PM IST
"જામીન એ નિયમ છે, અને જેલ એ અપવાદ છે," દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદના જામીન નકારવા પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી : દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદની જામીન અરજી નકારવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે ગંભીર વાંધો વ્યક્ત કર્યો, અને પુનરાવર્તિત કર્યું કે "જામીન એ નિયમ છે, અને જેલ એ અપવાદ છે."3:53 PM IST
પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગઃ મુસાફરોમાં મચી નાસભાગ; રેલવે તંત્ર પર સવાલો : બિહારના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગયાજી રેલ સેક્શન પર આવેલા સાસારામ રેલવે સ્ટેશન પરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર પ્રકાશમાં આવ્યાઃ પાંચ ડબ્બા સ્વાહા : આગને કારણે પ્લેટફોર્મ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા 11:09 AM IST
સામાન્ય વ્યક્તિની મહિનાની કેટલી કમાણી પેટ્રોલ પી જાય છે? : મ્યાનમાર, પાકિસ્તાન અને નેપાળમાં પરિસ્થિતિ ખાસ કરીને ભયાનકઃ આ દેશોમાં, ૪૦ લિટર પેટ્રોલ ભરવાથી વ્યક્તિની માસિક આવકના ૪૭% થી ૫૨% જેટલો ખર્ચ થઈ શકે છે. આનો અર્થ એ કે તેમની આવકનો લગભગ અડધો ભાગ પેટ્રોલ પર ખર્ચાય છે : ભારતમાં પેટ્રોલ વિકસિત દેશો કરતાં સરેરાશ વ્યક્તિના બજેટ પર ઘણો વધુ અસર કરે છે10:01 AM IST
નીટ પેપર લીકઃ ખાન સરનો આક્રોશઃ આ માત્ર કૌભાંડ નહીં, દેશના ભવિષ્ય પર આતંકવાદી હુમલો! : પેપર લીકથી હજારો દીકરીઓના સપના તૂટી ગયા છે અને ડોક્ટર બનવાના બદલે રસોડામાં જીવન પસાર કરવાની ફરજ પડશે : ૨૪ લાખ વિદ્યાર્થીઓના સપનાઓના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપો'': NTA, CBI અને સરકાર સામે ખુલ્લો આક્રોશ : પટનાના લોકપ્રિય શિક્ષક ખાન સરે નીટ પેપર લીક મુદ્દે આપેલા ધગધગતા ઈન્ટરવ્યૂમાં દેશની પરીક્ષા વ્યવસ્થાને ‘‘બગડેલી સિસ્ટમ્સ'' ગણાવીઃ ગરીબ વિદ્યાર્થીઓના દુઃખ, પેપર માફિયાની કમાણી અને સરકારની નિષ્ફળતા અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા11:11 AM IST
છોકરીનું મૌન લગ્ન માટે સંમતિ ગણાશે તાલિબાનનો નવો કાયદો : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે એક નવો કૌટુંબિક કાયદો લાગુ કર્યો છે, જેમાં લગ્ન, છૂટાછેડા અને બાળ લગ્ન સંબંધિત ઘણા નિયમોનો સમાવેશ થાય છે : કાયદા હેઠળ, છોકરીનું મૌન લગ્ન માટે સંમતિ ગણાશે.સગીર છોકરીઓના લગ્ન અંગે પણ ઘણા નિયમો લાગુ કરવામાં આવ્યા 10:04 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પઃ નામની ભેંસે બાંગ્લાદેશમાં ભારે હંગામો મચાવ્યો : બાંગ્લાદેશમાં બે ખાસ ભેંસો ઓનલાઈન અને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની એકનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખવામાં આવ્યું છે, બીજીનું નામ બેન્જામિન નેતન્યાહૂ રાખવામાં આવ્યું : ટ્રમ્પના સોનેરી વાળ અને નેતન્યાહૂના ઉશ્કેરણીજનક વર્તન સાથે, લોકો દૂર-દૂરથી ખેતરમાં તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉમટી રહ્યા છે10:04 AM IST
‘દેશમાં જ ફરવા જાઓ' ટ્રેન્ડથી આબુમાં પ્રવાસીઓ ઉમટયા : ઇરાન યુદ્ધ,વિદેશ પ્રવાસ ખર્ચ વધતાં ગુજરાતીઓ ડોમેસ્ટિક ટૂરિઝમ તરફ વળ્યા : ચારધામની યાત્રાએ મોટી સંખ્યામાં લોકો રવાના, દેશના હિલ સ્ટેશનો, દરિયાકાંઠાના સ્થળો પર ભીડ વધીઃ સામાન્ય દિવસોમાં રૂ.૫૦૦માં મળતા રૂમના ભાવ સીધા રૂપિયા ૧,૫૦૦ વસૂલાયા, વડાપ્રધાન મોદીના ‘વોકલ ફોર લોકલ' આહવાનની અસર10:33 AM IST
દુષ્કર્મથી બચવા માટે મહિલાએ બનાવ્યું અનોખું યંત્રઃ દાનત બગાડનાર તરત જ થઈ જશે ઘાયલ : દુનિયાભરમાં વધતા જઈ રહેલા દુષ્કર્મના કેસોને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકાની એક મહિલાએ એન્ટી રેપ ડિવાઈસ બનાવ્યું : આ યંત્ર મહિલાઓ ફીમેલ કન્ડોમની જેમ ઉપયોગ કરી શકે છે. જો કોઈ રેપિસ્ટ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરશે તો આ યંત્ર તેના અંગને જકડી લેશે અને તેને ભારે દુઃખાવો થશે10:08 AM IST
આશિકી ભારે પડીઃ શિક્ષકની નોકરી જોઈ ૩ બાળકો છોડી પ્રેમી સાથે જતી રહી, હવે ૩ રાજ્યો વચ્ચે ફસાઈ : મધ્ય પ્રદેશની રહેવાસી એક મહિલાએ હરિયાણાના રહેવાસી એક શિક્ષક પર ચાર વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહી દુષ્કર્મ અને દગો આપવાનો ગંભીર આરોપ લગાવ્યો : હવે ન તો તેને ન્યાય મળી રહ્યો છે, ન તો કોઈ મદદઃ પીડિતા છેલ્લા ૧૦થી ૧૫ દિવસથી ઝુંઝુનૂ કોતવાલી અને એસપી કાર્યાલયના ચક્કર કાપી રહી છે10:06 AM IST
નેપાળના 'એવરેસ્ટ મેન' કામી રીતા શેરપાએ ઈતિહાસ રચ્યો: ૩૨મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો : ૫૬ વર્ષીય દિગ્ગજ પર્વતારોહક કામી રીતા શેરપાએ ૮,૮૪૮.૮૬ મીટર ઊંચા શિખર પર રવિવારે સવારે ૧૦:૧૨ કલાકે પહોંચીને પર્વતારોહણની દુનિયામાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો : આ જ દિવસે મહિલા નેપાળી પર્વતારોહક લાક્પા શેરપાએ પણ નવો ઇતિહાસ રચ્યો: રવિવારે સવારે ૯ વાગીને ૩૦ મિનિટે શિખર પર પહોંચવા સાથે માઉન્ટ એવરેસ્ટ પર ૧૧મી વખત સફળતાપૂર્વક ચઢાઈ કરીને વિશ્વમાં કોઈ પણ મહિલા દ્વારા સૌથી વધુ વખત એવરેસ્ટ સર કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો9:35 AM IST
રશિયાના ભીષણ હુમલાના જડબાતોડ જવાબમાં યુક્રેન દ્વારા મોસ્કો સહિતના ૧૪ રશિયન વિસ્તારો પર ૬૦૦ ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક વળતો પ્રહાર કરાયો : રશિયન સંરક્ષણ દળોએ ૫૫૬ ડ્રોન હવામાં તોડી પાડ્યા: પરંતુ અન્ય ડ્રોન મોસ્કોની ઓઈલ રિફાઈનરી અને લશ્કરી સુવિધાઓ પર ત્રાટક્યા: આ પ્રચંડ હુમલામાં રશિયાના ૩ થી ૪ લોકોના મોત9:37 AM IST
ઈરાનના દક્ષિણ પશ્ચિમ અહવાઝ પ્રાંતમાં અચાનક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરાઈ હોવાની વિપક્ષી સૂત્રો દ્વારા સત્તાવાર માહિતી મળતા આખા વિસ્તારમાં યુદ્ધની ભયાનક દહેશત વ્યાપી છે : સૈન્ય ગતિવિધિઓ અને વિસ્ફોટોના અવાજો પણ સંભળાયા હોવાના અહેવાલો: કોઈ મોટા વિદેશી હુમલાની આશંકાથી ઈરાની સેના સાબદી બની9:39 AM IST
અમેરિકા-ઈરાન તણાવની ભારે અસર: શેરબજારમાં પ્રચંડ કડાકો, રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ : શેર બજાર ખુલતા જ સેન્સેક્સમાં ૪૩૦ અને નિફ્ટીમાં ૧૬૧ પોઈન્ટનો ઘટાડો નોંધાયો: ડૉલર સામે રૂપિયો ગગડીને ૯૬.૧૯ પર પહોંચતા મોંઘવારી વધવાની ભીતિ : આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા જોખમોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાંથી મોટા પાયે મૂડી પાછી ખેંચવાનું ફરી શરૂ કરી દીધું9:56 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ9:52 AM IST
અદાણી ફાઉન્ડેશન ૭૦૦ કરોડના દાન સાથે શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી “આઈ કેર” અભિયાન: પ્રથમ તબક્કે બિહારમાં ૧૫૦ કરોડના ખર્ચે આઈ કેર હોસ્પિટલનું ભૂમિપૂજન : બિહારમાં વર્ષે ૩ લાખથી વધુ આઈ સર્જરી કરવાનું લક્ષ્ય, બિહારના ભાગલપુરમાં ૨૦૦ બેડની જનરલ હોસ્પિટલ પણ બનાવશે, અખંડ જ્યોતિ ફાઉન્ડેશન સાથે મળી શરૂ કરાશે રાષ્ટ્રવ્યાપી ‘આઈ કેર’ અભિયાન9:26 AM IST
નેધરલેન્ડ્સમાં ભારતનું કડક નિવેદન: મીડિયા સ્વતંત્રતા પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ : MEA સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે ભારતમાં મીડિયા સ્વતંત્રતા અને લઘુમતી અધિકારોમાં ઘટાડાના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી છે. ભારતમાં બધા ધર્મો અને સમુદાયો શાંતિ અને આદર સાથે રહે છે9:46 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે : ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ઓસ્લો જશે : મુલાકાત દરમિયાન ત્રીજી ભારત-નોર્ડિક સમિટ યોજાશે : દરિયાઈ સુરક્ષા, ગ્રીન ટેકનોલોજી અને સ્પેસ ક્ષેત્રે સહયોગ વધારવા સાથે ૧૦૦ બિલિયન ડોલરના રોકાણ કરાર ‘તેપા’ (TEPA) ને વધુ વેગ મળવાની અપેક્ષા9:08 PM IST
ભોજશાળા સંઘર્ષ : લાઠીચાર્જ અને જેલની સજા પણ સહન કરી:જાણો કોણ છે અશોક જૈન અને ૯૫ વર્ષીય વિમલ ગોધા : મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા ભોજશાળાને દેવી સરસ્વતી મંદિર તરીકે માન્યતા આપવાના નિર્ણયથી આનંદ ફેલાયો:૧૧મી સદીના આ વિવાદમાં ૯૫ વર્ષીય વિમલ ગોધા સહિત ઘણા યોદ્ધાઓએ લાઠીચાર્જ અને ધરપકડનો સામનો કરવો પડ્યો હતો.9:12 PM IST
પહેલા અગ્નિ, પછી બેલિસ્ટિક, અને હવે... સત્તત મિસાઈલ પરીક્ષણથી ડ્રેગન અને પાકિસ્તાન સ્તબ્ધ : મે મહિનામાં આ 'મિસાઇલ સપ્તાહ' ફક્ત પરીક્ષણોની વાત નહીં પરંતુ ભારતના મિસાઇલ કાર્યક્રમમાં એક નવા તબક્કાની શરૂઆત :વધુ જટિલ વ્યૂહાત્મક મિસાઇલો અને એન્જિન ટેકનોલોજીનો સમાવેશ:ભવિષ્યના હાઇપરસોનિક શસ્ત્રોનો પાયો નાખશે9:58 PM IST
ગૌતમ અદાણીએ કહ્યું - બિહારમાં 60 હજાર કરોડનું રોકાણ કરશે: સારણમાં વિશ્વના સૌથી મોટા ગ્રામીણ આંખ હોસ્પિટલ નેટવર્કનો શિલાન્યાસ કર્યો: દર્દીઓને મળ્યા : જુઓ વિડીયો : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ રવિવારે સારણમાં એક આંખની હોસ્પિટલની ભેટ આપી :"અખંડ જ્યોતિ આંખની હોસ્પિટલ" મસ્તીચકમાં આશરે ₹150 કરોડના ખર્ચે બનાવશે 10:16 PM IST
અમેરિકાના વળતા જવાબમાં કોઈ નક્કર છૂટછાટ ન હોવાનો ઈરાની મીડિયાનો દાવો : તેહરાનની શાંતિ દરખાસ્ત સામે વોશિંગ્ટને મૂકી આકરી શરતો : ઈરાને યુદ્ધવિરામ અને દરિયાઈ નાકાબંધી હટાવવાની માંગ કરી હતી જ્યારે અમેરિકાએ માત્ર એક જ પરમાણુ પ્લાન્ટ ચાલુ રાખવા અને સંવર્ધિત યુરેનિયમ સોંપવાની શરત રાખતા મડાગાંઠ યથાવત10:25 PM IST
સ્વીડનના ગોથેનબર્ગમાં પ્રવાસી ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પરંપરાગત બંગાળી સંસ્કૃતિ અને લોકનૃત્યો સાથે ભવ્ય સ્વાગત કરાયું : જુઓ વિડીયો : સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસનની હાજરીમાં ભારતીય કલાકારોએ ભરતનાટ્યમ અને ઓર્કેસ્ટ્રાની અદભુત પ્રસ્તુતિ કરી : ઓપેરા સિંગરે ‘વૈષ્ણવ જન તો’ ભજન ગાઈને પીએમને કર્યા મંત્રમુગ્ધ10:35 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વીડનના સર્વોચ્ચ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર’ થી સન્માનિત : પીએમ મોદીને મળેલું આ ૩૧મું વૈશ્વિક સન્માન : ગોથેનબર્ગ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વારસાની ઉજવણી કરી : માર્સ્કના ચેરમેન સાથે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રોકાણ વધારવા અંગે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક10:31 PM IST
લાહોરના અનેક વિસ્તારો અને મહોલ્લાઓને મુસ્લિમ ઇતિહાસ બદલીને જૂની હિન્દુ ઓળખ પરત આપવાની મોટી કવાયત શરૂ : લાહોરની અંદાજે નવ જેટલી જગ્યાઓના મુસ્લિમ નામો બદલીને તેમને આઝાદી અને ભાગલા પૂર્વેના જૂના હિન્દુ નામો અપાયા :જે વિસ્તારનું નામ 'સુન્નતનગર' કરી દેવાયું હતું, તેને ફરીથી તેનું મૂળ નામ 'સંતનગર' કરાયું 10:40 PM IST
ખંડવા જિલ્લામાં છ કૂતરાઓના ટોળાએ છ વર્ષના છોકરા પર ભયંકર હુમલો કર્યો : ૫૦ મીટર ખેતરમાં ખેંચી જઈને ખોપરી ઉપરની ચામડી પણ ફાડી નાખી : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં રખડતા કૂતરાઓના હુમલામાં છ વર્ષના છોકરાને ગંભીર ઈજા:હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેને ખંડવાથી ઇન્દોર રિફર કરવો પડ્યો જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરાઈ 10:42 PM IST
આતંક ફેલાવવા લાહોરથી કાશ્મીર આવેલો લશ્કરનો આતંકી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી બેઠો : શ્રીનગરમાં પકડાયેલા જાસૂસની અજબ-ગજબ દાસ્તાન : પાકિસ્તાની કેમ્પની વાતો અને કાશ્મીરની હકીકત અલગ જોતા આતંકીનો ઈરાદો બદલાયો : ટાલની સમસ્યાથી પરેશાન ‘ચીની’ એ જેહાદ છોડી ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું : નકલી દસ્તાવેજો બનાવી વિદેશ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે જ એનઆઈએ (NIA) એ દબોચ્યો10:46 PM IST
ઉત્તર ભારતમાં આગ ઓકતું આકાશ : દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમમાં રાહતનો વરસાદ: જાણો સોમવારે ક્યાં શહેરમાં હવામાન કેવું રહેશે? : દેશભરમાં હવામાન બે સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિ: એક તરફ, ઉત્તર ભારત તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાન ચાલુ 10:52 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ખુલ્લી ધમકી: 'સમય વીતી રહ્યો છે, ઝડપથી નિર્ણય લો નહીંતર નામનિશાન મિટાવી દઈશું': અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર મોટા લશ્કરી હુમલાની તૈયારી અંતિમ તબક્કામાં : ઈરાન સાથેની તમામ વાટાઘાટો નિષ્ફળ: અમેરિકા અને ઈઝરાયેલ આ અઠવાડિયે જ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરે તેવી પ્રબળ શક્યતા: વાવાઝોડા પહેલાની શાંતિ', ગમે ત્યારે ફરી ભયાનક યુદ્ધ ફાટી નીકળી શકે છે : અમેરિકન સેના (સેન્ટ્રલ કમાન્ડ) ની આક્રમક કાર્યવાહી: ઈરાન જતા-આવતા ૮૧ જહાજોનો રસ્તો બદલાવ્યો, આદેશ ન માનનાર ૪ જહાજો પર ગોળીબાર કરી નકામા બનાવ્યા : ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં આપી ચેતવણી: 'ઝડપથી આગળ વધો, સમય બહુ કિંમતી છે : યુએઈના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો થતાં તંગદિલીમાં વધારો, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે તાકીદની લંબાણ ભરી ટેલિફોનિક વાતચીત11:15 PM IST
૭ ઓક્ટોબરના હુમલાના તમામ મુખ્ય સૂત્રધારોનો સફાયો કરવાની અમે ખૂબ જ નજીક છીએ - ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો મોટો દાવો : હમાસની સશસ્ત્ર પાંખના કમાન્ડર એઝેદ્દીન અલ-હદ્દાદના મોત બાદ સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં પીએમનું નિવેદન : ગઝાના ૬૦ ટકા વિસ્તાર પર ઈઝરાયેલી સેનાનું નિયંત્રણ હોવાની પણ કરી પુષ્ટિ11:24 PM IST
કોલકાતાના 7-પોઇન્ટ (પાર્ક સર્કસ) ક્રોસિંગ પર લોકોની ભીડ અને પોલીસ વચ્ચે અથડામણ: લઘુમતી સમુદાયો રસ્તા પર નમાજ પઢવા પર પ્રતિબંધ અને બુલડોઝર કાર્યવાહીનો વિરોધ : પોલીસે નમાજ પઢનારાઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ અચાનક ઇંટો અને પથ્થરોથી હુમલો કરવાનું શરૂ કરી દીધું:સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત 9:34 AM IST
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના નિર્ણય પર વિશાલની નારાજગી : રાજમોહનને ફિલ્મ ટેકનોલોજી મંત્રી તરીકે નિયુક્ત કરવા પર ચર્ચા શરૂ : રાજમોહનની નિમણૂક પર વિશાલે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર સવાલ ઉઠાવ્યા: તમિલનાડુના મુખ્યમંત્રી વિજય દ્વારા તાજેતરમાં ફિલ્મ ટેકનોલોજી મંત્રી તરીકે નિયુક્ત કરવા પર વિશાલે નારાજગી વ્યક્ત કરી11:37 PM IST
ખુલ્લી જગ્યાઓમાં બકરાની કુર્બાની આપવાની પ્રથા સામે કિરીટ સોમૈયા મેદાને : તંત્રને કડક પગલાં લેવાની માગ કરી : મ્યુનિસિપલ કોર્પોરેશન અને કાઉન્સિલ દ્વારા સમયાંતરે પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં, કેટલાક વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન સામે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોમૈયાએ મેયરને લખ્યો પત્ર 11:48 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદના નિકોલમાં 'આભૂષણ જવેલર્સમાંથી રૂ.1.66 કરોડના દાગીના ચોરી કરનાર કર્મચારી હર્ષિદા શેટ્ટીની દિલ્હીથી ધરપકડ : કરોડોના દાગીનાની ચોરી કર્યા બાદ મહિલા કર્મચારી પોતાના સહ-આરોપી મિત્ર મયુર માલી સાથે ઉદયપુર, જયપુર થઈને દિલ્હી ભાગી ગઈ હતી: બાકીના કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયેલા તેના મુખ્ય સાથીદાર મયુર માલીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા11:41 PM IST
સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા અનિવાર્ય : ધોળા ગામે સનાતન ધર્મોત્સવમાં પૂ. મોરારીબાપુનું પ્રેરક ઉદ્બોધન : દ્વારકા શારદાપીઠના નારાયણનંદ સ્વામી અને ભાવનગર રાજવી પરિવારના જયવીરરાજસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ : કનુબાપુ બાદલ પરિવારે લીધેલી પગરખાં ન પહેરવાની ટેક સંતોની સાક્ષીએ પૂર્ણ થઈ9:00 PM IST
અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાની મંજૂરી : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક રૂ. ૨.૫૦ લાખથી રૂ. ૬.૦૦ લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના ૩ હજાર કુમાર વિદ્યાર્થીઓને મળશે સીધો લાભ7:21 PM IST
નર્મદા જિલ્લામાં રોડ, પાણી, રોજગાર, પેટ્રોલ-ડીઝલ અને ખાતરની અછત સહિતના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે જિલ્લા સંકલન બેઠકમાં રજૂઆત : ચૈતર વસાવા : ગેરકાયદેસર ચેકપોસ્ટોથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા તેમજ 73AA ભંગ અને લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવાની માંગ:પીવાના પાણીની સમસ્યા, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી અને સ્થાનિક લોકોને રોજગાર આપવા મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત:નર્મદા જિલ્લાના પ્રશ્નોના ટૂંક સમયમાં ઉકેલની અધિકારીઓએ આપી બાહેંધરી7:20 PM IST
ગાંધીનગરમાં એ.સી.બી.નો મોટો સક્સેસ દરોડો : પેશીવ ફાયર સીસ્ટમના પ્રમાણપત્ર માન્ય રાખવા 5 લાખની લાંચ માંગનાર આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ 50 હજાર રોકડા લેતા જાહેર રોડ પર રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો : નાયબ નિયામક હરેશ મેવાડા અને મદદનિશ નિયામક એમ.એચ.પુવારના સુપરવિઝનમાં પો.ઇન્સ. ડી.બી.વાળા અને અમદાવાદ એ.સી.બી.ની ટીમે ઘ-2 સર્કલ પાસે આઈસ્ક્રીમ પાર્લર નજીક લાંચનું સફળ છટકું ગોઠવી વર્ગ-2ના અધિકારીને દબોચી લીધા7:11 PM IST
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમનું આયોજન :અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ ૧૪ દિવસનું પ્રશિક્ષણ આપશે : તાલીમ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર તા. ૨૩ મે ૨૦૨૬ સુધી અરજી કરી શકશે: શહેરના ગાઈ઼ડ માટે ધો. ૧૨ પાસ અને સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત6:04 PM IST
સુરતમાં કાયદો-વ્યવસ્થા કથળી : લીંબાયતના ધારાસભ્યના નજીકના મહિલા અગ્રણીના પુત્ર અને ભાજપ યુવા મોરચાના હોદ્દેદારની કરપીણ હત્યા : ઉધના રોડ પર જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જય દલાલને મોતને ઘાટ ઉતારાયો : રાજકીય વર્તુળો સ્તબ્ધ : હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માગ સાથે પરિવારમાં કાળો આક્રંદ12:07 PM IST
શિક્ષક અને વિદ્યાર્થી રેશિયોમાં ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઘણું પાછળ : દેશમાં પ્રાથમિકમાં ૨૦ વિદ્યાર્થીએ એક શિક્ષક, જ્યારે રાજ્યમાં ૨૪ વિધાર્થીએ એક શિક્ષક : રાજ્યમાં ૧ લાખથી વધુ વિદ્યાર્થી ધરાવતી ૨૯૩૬ સ્કૂલો માત્ર ૧ શિક્ષકથી ચાલે છે : નીતિ આયોગના અહેવાલમાં રાજ્યના શિક્ષણની પોલ ખુલતા કોંગ્રેસના ચાબખા10:10 AM IST
જનગણના–૨૦૨૭માં દરેક નાગરિકની ભાગીદારી દેશના વિકાસનો મજબૂત આધાર બનશે : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ 'સ્વ-ગણતરી'માં જોડાવા કરી અપીલ : સચોટ જનગણના એટલે સશક્ત ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું : ઘરે બેઠા સ્વ-ગણના પ્રક્રિયામાં જોડાઈ દેશના વિકાસમાં સહભાગી બનો: જનગણનાના સાચા આંકડાઓથી જ લોકો સુધી યોજનાઓનો વાસ્તવિક લાભ પહોંચશે : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી2:37 PM IST
અપેક્ષા વિનાના કર્મને ભારતીય સંસ્કાર ગણાવતા મંત્રી પ્રફુલ પાનસેરિયાઃ સુરત ગુરૂકુલમાં કંપવા કેમ્પ : રાજકોટ ગુરૂકુલની સુરત વેડરોડ શાખામાં ધર્મજ પાકિનન્સ કેર સેન્ટર દ્વારા યોજાયેલ કંપવા રોગ અંગેના કેમ્પમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા, શ્રી ધર્મવલ્લભજી સ્વામી, ધનજીભાઇ રાખોલિયા, શ્રી રાકેશ દુધાત, પ્રદીપ રાખોલિયા, પ્રકાશ રાખોલિયા, ડો. હર્ષદ ચોવટિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.2:11 PM IST
વસ્તી ગણતરી ૨૦૨૭નું કાઉન્ટડાઉન શરૂ: જૂનથી અધિકારીઓ આવશે તમારા ઘરે, પણ જો પૂછે આ સંવેદનશીલ સવાલો તો તુરંત સાવધ થઈ જજો, નહીંતર ખાતું થઈ જશે સાફ! : કોરોના બાદ છેક હવે શરૂ થઈ રહેલી ૧૬મી વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી થશે; છેતરપિંડી કરનારા ગઠિયાઓથી બચવા સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો કઈ વિગતો આપવી અને કઈ છુપાવવી3:45 PM IST
આઇફોન લવર્સ ખુશ થઈ જશે! iPhone 18 Pro સીરીઝના ૫ મોટા ક્રાંતિકારી ફેરફારો લીક, કેમેરાથી લઈને ડિઝાઇનમાં જોવા મળશે અત્યાર સુધીનો સૌથી મોટો બદલાવ : ડાયનેમિક આઇલેન્ડ ૨૫% નાનો થશે અને પહેલીવાર જોવા મળશે ૨nm ટેકનોલોજીવાળી સુપરફાસ્ટ A20 Pro ચિપ; કિંમતો અને સપ્ટેમ્બર ૨૦૨૬ ના લોન્ચિંગને લઈને પણ મોટો ખુલાસો 4:21 PM IST
અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' પરથી દોડશે, ભાડું ઘટીને ₹336 થયું; 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' પર પણ નવી વોલ્વો સેવા શરૂ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં GSRTCનો નિર્ણય, રોજની 24 ટ્રીપો નવા રૂટ પર દોડશે, ગાંધીનગર-દીવ અને ગાંધીનગર-મહુવા રૂટ પણ ધોલેરા હાઇવે પર ખસેડાયા, નહેરુનગરથી સુરત નોનસ્ટોપ વોલ્વોમાં ₹61ની બચત4:41 PM IST
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટાપાયે સંગઠનાત્મક ફેરફારો થશે : નબળા પરિણામોને પગલે હાઈકમાન્ડ એક્શન મોડમાં : કયા જિલ્લા અને મહાનગરપાલિકામાં પક્ષની કામગીરી નબળી,કયા નેતાઓએ નિષ્ક્રિયતા દાખવી અને ક્યાં આંતરિક જૂથબંધી નડી? તમામ બાબતોનો ઉલ્લેખ :સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો વિગતવાર અને ગુપ્ત રિપોર્ટ હાઇકમાન્ડને સોંપાયો 7:37 PM IST
એકતા નગર જંગલ સફારીમાં નાગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઇ : 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી-પક્ષીઓની પરીવારજનની જેમ રાખવામાં આવે છે કાળજી:ગરમીમાં ખાસ ફ્રોઝન ફૂડ,પોપ્સીકલસ, એરકુલર તથા ACની પણ વ્યવસ્થાઓ.: ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ ૨૪ કલાક રાઉન્ડ ઘી ક્લોક તમામ પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે- વિપુલ ચક્રવર્તી- ડાયરેકટર,જંગલ સફારી,એકતા નગર7:26 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘જનગણના-૨૦૨૭’ અન્વયે ઓનલાઈન માધ્યમથી સ્વ-ગણતરી પૂર્ણ કરી : રાજ્યના નાગરિકોને ૩૧ મે સુધીમાં ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા રાજ્યપાલનો અનુરોધ:દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરીમાં શરૂ કરાયેલી ‘સ્વ-ગણતરી’ પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઇલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે:સચોટ અને સમયસર મળેલા આંકડા ‘વિકસિત ભારત’ના નિર્માણ અને જનકલ્યાણની નીતિઓ ઘડવામાં માઈલસ્ટોન સાબિત થશે6:22 PM IST
નળ સરોવર રોડ પર કાળનો ક્રૂર પંજો: લગ્નની મહેંદીનો રંગ ઉતરે એ પહેલા જ બનાસકાંઠાના આશાસ્પદ ડોક્ટર દંપતીનું કમકમાટીભર્યું મોત, ખુશીઓ માતમોમાં ફેરવાઈ : વીકેન્ડની રજા માણીને બાઈક પર પરત ફરી રહેલા તબીબ કપલનો અકસ્માત; ધાનેરાના એટા ગામના ૨ મહિના પહેલા જ પરણેલા યુવાન જોડીના અકાળ અવસાનથી સમગ્ર દરજી સમાજમાં વજ્રપાત6:07 PM IST
અમદાવાદના નિકોલમાં કરોડોના દાગીના ચોરી કરનારી 'બ્યુટીફુલ સેલ્સ ગર્લ' આખરે જેલના સકંજામાં: ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઉકેલ્યો ૧.૬૬ કરોડની લૂંટનો ભેદ : માલિકને અંધારામાં રાખીને લાખોના દાગીના સગેવગે કર્યા; ચોરીના પૈસે પ્રેમી સાથે દિલ્હી-ઋષિકેશમાં એશ કરતી હર્ષિદા શેટ્ટીની ધરપકડ, આખો પ્લાન ઘડનારો પ્રેમી પણ ઝડપાયો5:58 PM IST
ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી : બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીએ સામાન્ય માનવીના કલ્યાણ માટે સેવારત રહેવાની શીખ આપી : મસુરીમાં ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કરી અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા અજમાયશી અધિકારીઓને બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, કચ્છ, પંચમહાલ, ગોધરા, વલસાડ, રાજકોટ અને મહીસાગર જિલ્લા ફાળવાયા, હાલ સ્પીપા અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ ચાલુ3:59 PM IST
બોપલની દેવ 181 સોસાયટીમાં મંત્રોચ્ચારના ગુંજારવ સાથે અદ્ભુત નવચંડી મહાયજ્ઞ: ૧૬ હોમ-કુંડની દિવ્ય જ્વાળાઓ અને વેદોક્ત વિધિથી આખું વાતાવરણ ભક્તિરસમાં તરબોળ : નકારાત્મક ઉર્જા અને વિઘ્નોના નાશ માટે અબાલ-વૃદ્ધ સૌ રહેવાસીઓએ હોંશે-હોંશે આહુતિ આપી; યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યોજાયેલા ભવ્ય મહાપ્રસાદમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા5:57 PM IST
લૂંટ, મર્ડરના વોન્ટેટ આરોપીને પકડવા સુરત પોલીસનું મજૂર વેશે ઉતર પ્રદેશમાં વિશેષ ઓપરેશન : નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગિયરમાં: એડી.પોલીસ કમિશનર બલરામ મીનાના માર્ગદર્શનમાં અદભૂત સફળતા : જેમના નેતૃત્વમાં PSI એમ. પી.ભાદરકા ટીમે અશકયનું શકય કરી બતાવ્યું તેવા ડીસીપી રાઘવ જૈન અકિલા સમક્ષ ૧૫૦૦ કી. મી. સુધીનો પીછો, વોચ અને વ્યૂહની દિલધડક દાસ્તાન વર્ણવે છે1:19 PM IST
ખેડાના સિમલજ ગામે એસએમસી (SMC) ના પીઆઈ એમ કે માલવિયાની ટીમની મોટી પ્રોહિબિશન રેડ : મહેશ વાઘેલા અને રાહુલ પરમાર રૂ. ૩૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા : જુઓ વિડિયો : ડાકોરના સિમલજ ગામે ભાથીજી મંદિર પાછળ આવેલા મકાનમાંથી વિદેશી દારૂની ૭,૩૫૯ બોટલો તેમજ ૪ વાહનો જપ્ત : રાજસ્થાનના હનુમાનસિંગ અને રમેશ જાટ સહિત ચાર આરોપીઓને પકડવા ડાકોર પોલીસે ચક્રો ગતિમાન કર્યા10:35 AM IST
ભણતરના ભારે દબાણ વચ્ચે વડોદરાના ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકનો ગળેફાંસો: "મમ્મી-પપ્પા સોરી, હું ભૂતની જેમ જીવું છું...", ૬ પાનાની હૃદયદ્રાવક ચિઠ્ઠી અને વીડિયો બનાવી જીવન ટૂંકાવ્યું : પોલિટેક્નિકના પ્રથમ વર્ષમાં નાપાસ થતાં ભારે માનસિક તણાવમાં આવેલા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું; કુરિયર બોયના ફોન બાદ માતા ત્રીજા માળે તપાસ કરવા જતાં જ કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી3:43 PM IST
વડોદરાના નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS અક્ષય બુડાનિયાએ ચાર્જ સંભાળ્યો, બોટાદના DDO તરીકેની કામગીરી બાદ શહેરી વિકાસ વિભાગમાં નિયુક્તિ : ગુજરાત સરકારના મોટા વહીવટી ફેરબદલમાં 2018 બેચના IAS અધિકારીની બદલી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગંગા સિંહના સ્થાને નિમણૂક, સાથે જ પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો ચાર્જ પણ સોંપાયો4:23 PM IST
ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોતઃ ઝેરવાળો દારૂ પાઇ મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ : રાજકોટના નવગામમાં રહેતાં પ્રોૈઢ સંત કબીર રોડ પરના જુના મકાનનું રિનોવેશન કરવાનું હોઇ અહિ જ રહેતાં હતાં: તેની સાથે તેના મિત્રનું પણ મોત :નવાગામના મનસુખભાઇ ડાભી (ઉ.વ.૫૦) અને કનકનગરના અલ્પેશભાઇ સાબરીયા (ઉ.વ.૪૩)ના મોતઃ ઘટના સ્થળેથી દેશી દારૂની ખાલી અને થોડા દારૂ સાથેની થેલી મળીઃ મનસુખભાઇના પુત્ર વિનયનો આક્ષેપ-જીણા ભગત નામના સગર શખ્સ સાથે મારા પિતાને માથાકુટ ચાલતી હોઇ તેણે કેમિકલવાળો દારૂ પાઇ દીધો છેઃ પોલીસે જીણા સહિતની પુછતાછ શરૂ કરીઃ મૃતક અલ્પેશભાઇ શકમંદ જીણાનો માણસ હતોઃ તેના મારફત દારૂ મોકલાવ્યાનો મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનય ડાભીનો આક્ષેપઃ પોલીસ તપાસનો ધમધમાટ : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ સોલંકી અને ટીમે તપાસ હાથ ધરી : ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશેઃ હાલ શકમંદની પુછતાછ : મનસુખભાઇ બે બહેનના એક જ ભાઇઃ પાંચ પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું : ફોરેન્સ્કિ પોસ્ટમોર્ટમ બાદ કોઝ ઓફ ડેથ પેન્ડીંગઃ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે : અલ્પેશભાઇ ચાર ભાઇમાં નાનો અને અપરિણીત હતોઃ છુટક મજુરી કરતો 3:06 PM IST
સાયલન્ટ કિલરઃ ‘એસીનેટોબેક્ટર બૌમાની' બેક્ટેરિયા શરીર માટે અત્યંત ઘાતક : ‘એસીનેટોબેક્ટર બૌમાની' મૂળભૂત રીતે માટી અને પાણીમાં જોવા મળતો બેક્ટેરિયા છે, પરંતુ તેનું સૌથી ઘાતક સ્વરૂપ હોસ્પિટલના વાતાવરણમાં જન્મે છે. તે ‘મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ' બની ગયો છે. દર્દીને બચાવવા માટે અપાતી સૌથી પાવરફુલ એન્ટીબાયોટીક દવાઓની પણ આ બેક્ટેરિયા પર કોઈ જ અસર થતી નથી. તે પોતાની જાતને એટલી ઝડપથી બદલે છે (મ્યુટેશન) કે દવાઓ તેને મારી શકવામાં નિષ્ફળ રહે છે : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝા એપાર્ટમેન્ટમાં બે સગી માસુમ બહેનોના શંકાસ્પદ મોતની ચકચારી ઘટના અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવેલી વિગતોના પગલે આ ખતરનાક બેક્ટેરિયા અંગે જાણ થઈ10:33 AM IST
બાળપણ અને દોસ્તીના સંબંધોને પડદા ઉપર જીવંત બનાવતી ફિલ્મ ‘‘ ભમરડો'': ૨૨મીએ થશે રીલીઝ : અઢી કલાકની ફિલ્મમાં ગ્રામીણ જીવનને બતાવવાનો સરસ પ્રયાસ : ધર્મેશ જોષી અને બાળ કલાકારો હીતાર્થ યાદવ તથા જશ ત્રાળાએ વર્ણવી રસપ્રદ વિગતોઃ ભમરડાની કોમ્પીટીશન દર્શકોને રોમાંચક બનાવશેઃ કોમેડી અને અને તળપદી ભાષાનો ભરપૂર ઉપયોગ11:38 AM IST
સંત પુનિત’નો જીવનસંઘર્ષઃ જીવનપ્રેરણાનું દિશાદર્શક પુસ્તક : સ્વામી સચ્ચીદાનંદ દ્વારા શબ્દોરૂપે સંત પુનિત મહારાજના જીવનનો સાક્ષાત્કાર :* સંત ‘પુનિત'નો જીવનસંઘર્ષ એક સામાન્ય પુસ્તક નથી - તે એક જીવંત પ્રાર્થના છે, જે વાચકને આત્માની શોધ અને સેવાના માર્ગે પ્રેરિત કરે છે. જે કોઈ પણ વ્યક્તિ ભક્તિ, સેવા અને સંઘર્ષની વાતોમાં રસ ધરાવે છે, તેના માટે આ પુસ્તક અમૂલ્ય છે. * પુસ્તકમાં કોઇ તસવીરો નથી પણ દરેક શબ્દો અને પ્રસંગોની છબી વાંચકના હ્રદયમાં કોતરાય તેવો આ ગ્રંથ છે. * સ્વામી સચ્ચિદાનંદ જેવા પ્રતિષ્ઠિત સંત, વેદાંતાચાર્ય અને અનુભવી લેખકના હાથે લખાયેલું આ જીવનચરિત્ર સંત પુનિત મહારાજના સંઘર્ષમય જીવનને આપણી સમક્ષ એવી સુંદર રીતે રજૂ કરે છે કે વાચકનું હૃદય ભક્તિરસથી ભીંજાઈ જાય છે.2:42 PM IST
પરમ દિવસે કેમીસ્ટોની હડતાલઃ ઇમરજન્સી માટે ખાસ વ્યવસ્થા : રાજકોટ સહિત સમગ્ર ભારતના સાડા બાર લાખ મેડીકલ સ્ટોર્સ બંધ * ઓનલાઇન દવાઓના વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન, કોર્પોરેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અપાતું ભારે ડીસ્કાઉન્ટ, ડુપ્લીકેટ-સ્ફુરીયસ દવાઓનું વેચાણ, દર્દીઓ-લોકોની સલામતી, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦ના નોટીફીકેશન પરત લેવા સહિતના મુદે્ દેશની દવાબજારના લાખો વેપારીઓ લડી લેવાના મૂડમાં: ભારે રોષ * સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજકોટ કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ દ્વારા જીવનજરૂરી દવાઓ અગાઉથી મેળવી લેવા જાહેર અપીલઃ દર્દીઓને થનાર અસુવિધા બદલ દિલગીરી પણ વ્યકત કરી * રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં ઇમરજન્સી દવાની જરૂરીયાત માટે ખુલ્લા રહેનાર મેડીકલ સ્ટોર્સની યાદી જાહેરઃ કારોબારી સભ્યોના નામ સાથે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરાયા3:36 PM IST
સૌરાષ્ટ્ર પ્રો ટી ર૦ લીગ ર૦ર૬ માટે ખેલાડીઓનું ડ્રાફટીંગઃ જુનમાં ક્રિકેટનો રોમાંચ : નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે જામશે હાઇવોલ્ટેજ જંગઃ પાંચ ટીમો, ૧૮ ખેલાડીઓની પસંદગી સાથે ફ્રેન્ચાઇઝીઓ સજજ પ્રતિભાને કોઇ પોસ્ટકોડ નથી હોતો અને જુસ્સાને કોઇ પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથીઃ જયદેવ શાહ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મદનલાલ અને શેલ્ડન જેકસનની ઉપસ્થિતિ પાંચ ટીમો એચવીએસ કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ, એરેનેકસ સૌરઠ સિંહો, અનમોલ કિંગ્સ હાલાર 4:26 PM IST
રાજકોટમાં અનેક પેટ્રોલ પંપોની ઘરની ધોરાજીઃ વિખ્યાત પેટ્રોલપંપો ઉપર ‘આરામ' થી પેટ્રોલ મળે છેઃ ઘણા સંચાલકો ધરાર ‘ પ્રિમીયમ' આપે છે!! : DSO હરિદ્વારમાં ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથીઃ લીમીટની પણ કોઇ વાત નથી.. : અમૂક હાઇવે પરના પેટ્રોલપંપો ઇંધણ નથીનું જણાવી પ્રજાને ધક્કા ખવડાવે છેઃ કલેકટરે આકરા પગલા લેવા જરૂરી..3:08 PM IST
ફેસબૂક ફ્રેન્ડ નિધી મિશ્રાનું ફ્રોડઃ પીજીવીસીએલના અધિક્ષક હિસાબનીશને ૧૬.૯૨ લાખનો ચૂનો લગાવ્યો : રૈયાધાર સોપાન હાઇટમાં રહેતાં કલ્પેશભાઇ પારેખને ૧૦ હજાર સામે ૧૩ હજાર મળતાં વધુ રોકાણ કર્યુ અને છેતરાયા : ૫.૭૨ લાખના રોકાણ સામે નફો વીડ્રો ન કરવા દઇ લિંક બ્લોક કરી દેવાતાં સાયબર ક્રાઇમમાં ૧૯૩૦માં ફરિયાદ કરીઃ તેમને આ ફ્રોડ હોવાનું રૂબરૂ બોલાવી સમજાવ્યા છતાં આઇડીમાં નફો દેખાતો હોઇ ફી, પેનલ્ટીના નામે વધુ : ૧૧.૧૯ લાખ ટ્રાન્સફર કરી દીધા!: સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી3:08 PM IST
શું આ વિશાળ બ્રહ્માંડ માત્ર આપણી ચેતનાનું જ એક સર્જન છે? : જો ચેતના જ સર્વસ્વ છે, તો મૃત્યુ માત્ર એક ભ્રમ છેઃ ભારતીય વેદાંત અને આધુનિક ભૌતિકવિજ્ઞાનનો આ મહાસંગમ તમારા હોશ ઉડાવી દેશે : જાણો ‘બાયોસેન્ટ્રિઝમ'નો નવો અને ચોંકાવનારો સિદ્ધાંતઃ આધુનિક વિજ્ઞાનની અદભુત થિયરીઃ જીવસૃષ્ટિ બ્રહ્માંડમાં અકસ્માતે નથી ઉદ્વવી, પરંતુ આપણી ચેતનાએ જ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે!3:52 PM IST
રાજકોટમાં એક લાખ વાહનચાલકોને મળશે મોટી રાહત :હોસ્પિટલ ચોકથી જામનગર હાઇવેને જોડતો સાંઢિયાપુલ ફોરલેન બનીને તૈયાર : રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ શરૂ થતા સિવિલ હોસ્પિટલ અને એઇમ્સને જોડતો માર્ગ સરળ બનશે: 46 વર્ષ જુના અને સાંઢિયા પુલ તરીકે જાણીતા ટુ-લેન બ્રિજનું નવીનીકરણ કામ પૂર્ણ:આવતા દિવસોમાં મનપા નવા પદાધિકારીઓ બ્રિજને ખુલ્લો મુકશે. માર્ચ 2024માં ખાતમુહૂર્ત બાદ પુલ પરથી અવરજવર બંધ કરાઈ હતી1:08 PM IST
કંપનીના (CSR) ફંડને ‘રાઉન્ડ-ટ્રિપીંગ' દ્વારા રોકડ સ્વરૂપે પરત મેળવવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચિંતાજનક : કંપનીઓએ સમજવાની જરૂર છે કે સામાજિક જવાબદારીની વાસ્તવીક અમલવારી કરવાની છે, તેમાં ‘ચલાવી લેવા 'ને અવકાશ નથી, તે દેશના વિકાસમાં ભાગીદાર બનવાની તક છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં CSR એજન્ડાને માત્ર એક ઔપચારિકતાને બદલે એક વ્યૂહાત્મક ચર્ચા તરીકે લેવો જોઈએ, એનજીઓ અને ટ્રસ્ટોએ પણ નાણાકીય શિસ્ત દાખવવી જોઇએ જે કંપનીઓ આ તકને છેતરપિંડીના માધ્યમમાં ફેરવશે, તેમણે હવે SFIO, ED અને ગંભીર આર્થિક દંડ જેવી કઠોર અસરોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે કંપનીઓમાં નૈતિક નેતળત્વ, સ્વતંત્ર ડિરેક્ટરોની જાગળતિ અને ઓડિટર્સની પ્રામાણિકતા એ આ દૂષણને જડમૂળથી ઉખેડવા માટે અનિવાર્ય છે3:52 PM IST
બે તસ્કર સુનિલ ઉર્ફે આર્યન અને કિરણને ક્રાઇમ બ્રાંચે પકડયાઃ ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે : પાંચ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો ૧૫ લાખના સોના-ચાંદીના દાગીના, ૪.૧૧ લાખની રોકડ કબ્જેઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડોડીયા, ઝાલાની ટીમની કામગીરીઃ એએસઆઇ સમીરભાઇ શેખ, રાહુલભાઇ, રાજેશભાઇ, પ્રદિપસિંહ અને દીપકભાઇની બાતમીથી કાર્યવાહી2:21 PM IST
ભગવાનનું નામ જપ કરવું એ જ જીવનનું લક્ષ્યઃ બાળ ભક્ત ભાગવતદાસ : બાળ ભક્ત ભાગવતદાસજી જન્મ પછી પહેલો શબ્દ ‘હરિબોલ' બોલ્યા હતા * મોબાઈલ, ઈન્ટરનેટ, ટીવીથી દુર ભાગવતદાસ પ્રભુભક્તિમાં લીન હોય છે * ભગવાનને જે ભોગ લાગે એ જ માર પ્રિય પ્રસાદ * ભાગવતદાસએ શ્રીમદ્ ભાગવતગિતાનું ૭ વખત સંપૂર્ણ વાંચન કરી ૧૮ અધ્યાય અને શ્લોક કંઠસ્થ કર્યા છે3:32 PM IST
ગોંડલ માર્કેટયાર્ડમાં જીરૂ, મરચા સૂકો પટ્ટો, વટાણા અને લીંબુની આવક : જીરૂનો ઊંચો ભાવ 3941, મરચા સૂકા પટ્ટો 4401 સુધી, વટાણા 401થી 971 અને લીંબુ 800થી 2400 રૂપિયા પ્રતિ 20 કિલો બોલાયો : રોજબરોજ આવક અને માંગ મુજબ ભાવમાં ફેરફાર : ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાંથી દરરોજ પોતાનો પાક વેચવા આવતા ખેડૂતો : ગુણવત્તા મુજબ ભાવ નક્કી થતા હોવાથી દરેક ખેડૂતોને પાક યોગ્ય રીતે છાંટી અને સુકવીને બજારમાં લાવવા સૂચના4:16 PM IST
ITRA જામનગર ખાતે 20 થી 23 મે દરમિયાન અનિયમિત મળપ્રવૃત્તિ માટે નિ:શુલ્ક આયુર્વેદિક ઓપીડી, સવારે 9 થી 12 વાગ્યા સુધી મળશે નિષ્ણાત સલાહ : મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા આયુર્વેદ હોસ્પિટલના ઓપીડી નં. B-9 ખાતે વિશેષ સારવાર કેમ્પ, ઢીલો-કઠણ મળ, વારંવાર મળપ્રવૃત્તિ અને મળમાં ચીકાશ જેવી સમસ્યાઓનું થશે નિદાન :ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી5:01 PM IST
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. એસોસિએશન દ્વારા ‘માનવતાનું મહાદાન’ સૂત્ર સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે 150થી વધુ રક્તની બોટલો એકત્રિત : ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ‘કૌશલ્ય ભવન’ ખાતે રક્તદાન મહાયજ્ઞનો પ્રારંભ, ઉનાળામાં સર્જાતી રક્તની અછતને પહોંચી વળવા ઉદ્યોગકારો, કામદારો અને નાગરિકો સ્વયંભૂ જોડાયા3:19 PM IST
પ્રકૃતિના ખોળે નાગ-નાગણીનું સર્જાયું નૃત્યાત્મક મિલનનું આહલાદક દ્રશ્ય : જુઓ વિડીયો : ટંકારાની લતીપર રોડ સ્થિત સોસાયટી વિસ્તારના વોકળામાં દુર્લભ પ્રણય ક્રીડાની અદભૂત ક્ષણો મોબાઈલ કેમેરામાં કેદ ટંકારાના બિપીન પ્રજાપતિએ કેમેરામાં ઝડપ્યું નાગ-નાગણનું લયબદ્ધ સંવનનઃ વર્ષાઋતુ કે વસંતમાં એકાંત સ્થળે જોવા મળતી આ પ્રક્રિયા હાઈવે નજીક જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓમાં કૌતુકઃ શાંત વાતાવરણમાં વીંટળાયેલા નાગ-નાગણની કુદરતી સુંદરતા કેમેરામાં કંડારાઈ11:40 AM IST
જામનગરમાં હનીટ્રેપ અને અપહરણ કરી બળજબરીપૂર્વક નાણા પડાવનાર ટોળકી ઝડપાઈ, સીટી ‘સી’ ડિવિઝન પોલીસે યુવક-યુવતી સહિત બે કિશોરોને દમણથી પકડ્યા : ફરિયાદી હેમાંસુભાઈ વજાણીને પૂજા નામની મહિલાએ બોલાવી કારમાં બેસાડ્યા બાદ ચાર શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી, આરોપીઓએ અગાઉ રાજકોટમાં 10 લાખ અને જયશ્રી ટોકીઝ પાસે પણ ગુનો આચર્યાની કબૂલાત1:46 PM IST
વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો, અસલ પાસપોર્ટ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે : રાજેન્દ્ર મુળજીભાઈ રાજગોરે બે અલગ-અલગ ફરિયાદીઓ પાસેથી કુલ રૂ. 7,94,500 પડાવી લીધા હતા, એજન્ટ તરીકે ઓળખ આપી પાસપોર્ટ અને રોકડ લઈ પરત ન આપી છેતરપિંડી આચરી2:34 PM IST
જૂનાગઢની ગીરીરાજ સોસાયટી વિસ્તારમાં વૃદ્ધાની ઘૃણાસ્પદ હત્યાના અનડિટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ : ૧૨ મેના રોજ થયેલી સુનિતાબેન રામજાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદીનો મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી જ નીકળ્યો હત્યારો, રૂપિયાની લાલચમાં તિક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી હતી11:23 AM IST
ર૦ મે સુધી આકરી ગરમી યથાવત જ રહેશેઃ સ્કાયમેટ11:44 AM IST
જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો : ડી.એન. મોદીની બદલી બાદ શનિવારે ચાર્જ મુક્ત થયા હતા : ચાર્જ સંભાળ્યા બાદ નવા કમિશ્નરે કચેરી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી, શહેરના વિકાસકામો અને વહીવટી કામગીરીની લીધી માહિતી1:30 PM IST
જામનગર શહેરના ૩૦૦ વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને પગલે બાંધણીને લગત કાચા માલના ભાવો આસમાને પહોંચ્યા:બાંધણીના બજારમાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાતાં આશરે દોઢ લાખથી વધુ મહિલાઓ અને કારીગરોની આજીવિકા પર તોળાતું ગંભીર શંકટ12:34 AM IST
કલ્યાણપુરના રણજીતપુર ગામે ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરતા આહીર પરિવારની કાર ભડભડ સળગી : કારમાંથી બહાર ન નીકળી શકતાં હોટલ વ્યવસાયી પિતા અને પુત્રી જીવતા ભૂંજાઈ જતાં કરુણ મોત : રાજકોટમાં હોટલના ધંધા સાથે સંકળાયેલો પરિવાર વતનમાં આવ્યો હતો : ગામથી એક કિલોમીટર દૂર ચાલતી ગાડીમાં આગ લાગતાં આખી કાર ભસ્મીભૂત થઈ : પાછળ બેઠેલાં પત્ની બહાર નીકળી જતાં સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ7:23 PM IST
જામનગરમાં હનીટ્રેપનો ખતરનાક ખેલ: 'પૂજા'ના પ્રેમની જાળમાં ફસાયેલા યુવકનું છરીની અણીએ અપહરણ કરી બેરહેમીથી લૂંટ્યો, જામનગર પોલીસે છેક દમણથી આખી ટોળકીને દબોચી : યુવતી અને મુખ્ય સૂત્રધાર સહિત બે સગીર કિશોરો પોલીસ સકંજામાં; કારમાં બોલાવીને ફિલ્મી ઢબે અપહરણ કર્યા બાદ સોના-ચાંદીના દાગીના અને રોકડ પડાવી લીધી, અનેક યુવાનો ભોગ બન્યાનો ખુલાસો! 3:45 PM IST
પુરુષોત્તમ માસમા ભક્તિમાં લીન થઈએ તો વ્યક્તિના જીવનની દિશા-દશા બદલાઈ જાય : પૂ.રમેશભાઈ ઓઝા : પવિત્ર પુરુષોત્તમ માસના મંગળ પ્રારંભે પૂ. ભાઈશ્રીનો કરોડો ભક્તોને ભાવવંદન સહ પ્રેરક સંદેશઃ ‘અધિક માસ એ મલમાસ નહીં પણ ભગવાનનું વરદાન છે' એમ કહી દાન-જપ-સેવા-આત્મચિંતન દ્વારા જીવનને દિવ્ય બનાવવા કર્યું આહવાન : ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં પોતાનું નામ આપી પ્રતિષ્ઠિત કરેલા આ પુરુષોત્તમ માસમાં કરેલી દરેક સાધનાનું અનંત ગણું ફળ મળે છેઃ ભાઈશ્રીએ ક્રોધ-લોભ-મોહ ત્યજી તુલસી પૂજન, દીપદાન, ગૌસેવા, અન્નદાન અને ગ્રંથ પઠનનો મહિમા સમજાવ્યોઃ ૧૭ મેથી ૧૫ જૂન સુધી સાંદીપનિ આશ્રમ સહિત દેશભરમાં વિશેષ અનુષ્ઠાન : પુરુષોત્તમ માસ એ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું સર્વશ્રેષ્ઠ માધ્યમ10:09 AM IST
કેશોદ પાલિકાના નવા સુકાની અંગે છેલ્લે સુધી ટોપ સિક્રેટ !: કાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી : કુલ ૩૬માંથી ૧૧ સદસ્યો જૂનાજોગી, ૨૫ નવા ચહેરાઃ પ્રથમ સામાન્ય સભામાં ભાગ લેવા સૌ ઉત્સુક, લોકોમાં ઉત્તેજના : અવઢવમાં જણાતા દાવેદારો પસંદગીના નામ સાથેનું ‘બંધ કવર' ખુલવાની પ્રતીક્ષામાં !: અનેક તર્ક - વિતર્ક સાથે જુદી જુદી ધારણાઓ...,અટકળો..., શકયતાઓ..., ચર્ચામાં કેન્દ્ર સ્થાને 12:12 PM IST
જામનગર ક્રિકેટ બંગ્લો ખાતે ‘બહાદુરભાઈ કોઠારી કપ’ની ભવ્ય ફાઇનલ મેચો સંપન્ન, અંડર-19 અને સિનિયર કેટેગરીમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમો બની ચેમ્પિયન : રવિવારે રમાયેલી ફાઇનલમાં અંડર-19માં જામનગર ડિસ્ટ્રિક્ટે રૂરલ ટીમને અને સિનિયરમાં રાજકોટની બાસુંદા ક્રિકેટ ક્લબને હરાવી ટ્રોફી કબજે કરી, કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ કરાવ્યો મેચનો શુભારંભ1:43 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
દુનિયાનું પહેલું 'પોકેમોન એરપોર્ટ' સજ્જ! પિકાચુ અને ૧૧૧ ઉડતા પોકેમોન પ્રવાસીઓનું સ્વાગત કરશે, જાપાનના નોટો સાતોયામા એરપોર્ટનો અદ્ભુત કાયાકલ્પ : ભૂકંપના આંચકામાંથી બેઠા થવા ઇશિકાવા પ્રીફેક્ચરે રમ્યો માસ્ટરસ્ટ્રોક; હવામાં લટકશે વિશાળ પિકાચુ બલૂન, પોકેમોન થીમ આધારિત પેનકેક્સથી લઈને સ્પેશિયલ બસો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે4:54 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ચેપોકમાં કિંગ ધોનીની વિદાય મેચ પર સસ્પેન્સ: સનરાઈઝર્સ સામેની કરો યા મરો મેચમાં માહી નહીં રમે! સુનીલ ગાવસ્કરના સનસનાટીભર્યા દાવાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ : IPL 2026 ના પ્લેઓફ જંગ વચ્ચે સની પાજીએ ખોલી અંદરની વાર્તા; કહ્યું— 'એક વર્ષથી ક્રિકેટ ન રમનાર ખેલાડીને ટીમમાં લાવવો એ મોટો જુગાર', ભાવુક થયા સીએસકે (CSK) ના કરોડો ચાહકો4:36 PM IST
પંજાબ કિંગ્સના સતત ધબડકાથી કોચ રિકી પોન્ટિંગ ડગઆઉટમાં એકલાઅટૂલા અને ચિંતિત દેખાયા, તસવીર જોઈને ભાવુક થયેલા આર અશ્વિને ફ્રેન્ચાઈઝીની રણનીતિના લીરેલીરા ઉડાવ્યા : RCB સામે ૨૩ રને હારીને પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર; અશ્વિને ૨૦૧૮ના પોતાના દિવસો યાદ કરી હોમ ગ્રાઉન્ડ વારંવાર બદલવાના ફ્રેન્ચાઈઝીના 'બિઝનેસ માઇન્ડ' પર પ્રહારો કર્યા!3:45 PM IST
મોંઘી ફ્લાઈટ્સ અને નબળા રૂપિયા પર ભારે પડ્યો ફૂટબોલનો ક્રેઝ: 'મેસ્સી-રોનાલ્ડો'ને લાઈવ જોવા ભારતીય ચાહકોમાં ફિફાનો જુવાળ, ટ્રીપ માટે ₹૧૫ લાખ સુધી ખર્ચવા મચાવી હોડ : કેનેડા, મેક્સિકો અને અમેરિકાની ધરતી પર જામશે ફૂટબોલનો મહાકુંભ; માત્ર મેટ્રો જ નહીં પણ અમદાવાદ અને ઇન્દોર જેવા નાના શહેરોના યુવાનો પણ ક્રેઝી, ૪ મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ!4:07 PM IST
ટેનિસ કોર્ટ પર જાનિક સિનરનો મહા-ધમાકો: કેસ્પર રુડને હરાવી હોમ ગ્રાઉન્ડ પર જીત્યું 'ઇટાલિયન ઓપન', ૫૦ વર્ષ જૂનો ઇતિહાસ બદલી રચ્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ : નોવાક જોકોવિચ પછી તમામ ૯ ATP માસ્ટર્સ ૧૦૦૦ ટાઇટલ જીતી 'કરિયર ગોલ્ડન માસ્ટર્સ' કરનાર દુનિયાનો માત્ર બીજો ખેલાડી બન્યો સિનર; ઇટાલીમાં અડધી સદી બાદ સ્વદેશી ખેલાડીનો ડંકો8:28 PM IST
સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો મોટો ચુકાદો, RTI કાયદા હેઠળ BCCI 'જાહેર સત્તા' નથી; ક્રિકેટ બોર્ડને મળી મોટી રાહત : માહિતી કમિશનર પી.આર. રમેશે 2018ના આદેશને પલટાવ્યો, કહ્યું - BCCI સરકાર દ્વારા સ્થાપિત, નિયંત્રિત કે મોટા પાયે ફાઇનાન્સ કરાયેલું નથી, કર મુક્તિને ‘સબસ્ટેન્શિયલ ફાઇનાન્સિંગ’ ન ગણી શકાય4:31 PM IST
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની સંપત્તિ જાહેર : જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી ‘છુપા રુસ્તમ’ નીકળ્યા : 47 કરોડની સંપત્તિ સાથે સૌથી અમીર, ભીડેની સંપત્તિ પણ ચંપકલાલ અને બબીતાજી કરતા વધુ : મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીની નેટવર્થ 30થી 40 કરોડ, અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ 16.4 કરોડના માલિક, એક એપિસોડ માટે જેઠાલાલ લે છે 1.5 લાખ રૂપિયા ફી : 28 જુલાઈ 2008થી સબ ટીવી પર શરૂ થયેલો આ શો આજે પણ TRPમાં ટોચ પર 4:09 PM IST
અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ‘Welcome To The Jungle’નું ધમાકેદાર ટાઇટલ ટ્રેક આજે જંગલી મ્યુઝિક દ્વારા રિલીઝ, 34 કલાકારોના જંગી સ્ટારકાસ્ટ સાથે નાના પાટેરકના ‘આલુ લે લો, કાંદા લે લો’થી શરૂઆત કરી જૂની ‘Welcome’ ફિલ્મની નોસ્ટેલ્જિયા જીવંત કરી : શાન, પ્રિયા પાટીદાર અને વિક્રમ મોન્ટ્રોઝના અવાજમાં સાજિદ-વાજિદના ઓરિજિનલ ગીતને નવા અંદાજમાં રિક્રિએટ કરાયું, દિશા પટણી, સુનીલ શેટ્ટી, રવીના ટંડન, અરશદ વારસી, જેકી શ્રોફ સહિતના સ્ટાર્સે મચાવી ધમાલ, ફિલ્મ 26 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે4:12 PM IST




































































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































































