<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 15 ઉમેદવારોના ફોર્મ માન્ય

30 ઓક્ટોબરે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી જંગની ચિત્ર સ્પષ્ટ થશે,

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં, આજે ઉમેદવારી પત્ર ચકાસવાના દિવસે, 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ ચકાસણીમાં 8 ફોર્મ રદ થયા છે અને 19 ફોર્મ માન્ય રહ્યા હતા. કુલ 20 ઉમેદવારોએ 27 ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. 30 ઓક્ટોબરે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થશે. આ પછી ચૂંટણી જંગની ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં તો વાવ વિધાનસભામાં ત્રિપાંખિયા જંગના એંધાણ વર્તાય છે.

(8:56 PM IST)