કોલકાતાના ચોર્બાગાન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાઈ ગોઝારી દુર્ઘટના : મચી ગયેલી ભાગદોડમાં ૧૭ લોકોનાં કરૂણ મોત : ઇજાગ્રસ્ત 30 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા : મૃત્યુ પામેલા ૧૭ લોકોમાં ૩ પુરુષો, ૧ બાળક અને ૧૩ મહિલાઓનો સમાવેશ : વરસાદ શરૂ થતાં પંડાલ બહાર ભીડ વધતા સર્જાઈ અફરાતફરી : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો10:20 PM IST
કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભીષણ નાસભાગ સર્જાતા ૧૭ લોકોના કરુણ મોત: વડાપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ₹૨ લાખ તથા ઘાયલોને ₹૫૦,૦૦૦ ની આર્થિક સહાયની જાહેરાત : ચોરબાગાન પંડાલમાં વરસાદ વચ્ચે ભીડ ઉમટવાથી ઘટેલી દુર્ઘટના પર પીએમ મોદી અને ગૃહમંત્રી દ્વારા ઊંડો શોક વ્યક્ત કરી ઈજાગ્રસ્તોની સહાયના આદેશ12:05 AM IST
કર્ણાટકમાં રાજકીય હલચલ તેજ: પુર્વ સીએમ સિદ્ધારમૈયાને મળવા મૈસૂર પહોંચ્યા ડી.કે. શિવકુમાર, બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે બંધ બારણે યોજાયેલી લાંબી બેઠકથી રાજકારણમાં ગરમાવો : પુર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચેની આ ગુપ્ત મુલાકાતને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ; આગામી રણનીતિને લઈને ચર્ચા થયાની પ્રબળ શક્યતા10:48 PM IST
કોરોના મટી ગયા પછી પણ કેમ સતત અનુભવાય છે થાક અને નબળાઈ? ICMRના નૂતન સંશોધનમાં 'લોંગ કોવિડ' અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો : જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પ્રકાશિત ભારતીય વૈજ્ઞાનિકોનો અભ્યાસ; એન્ટિબોડીની ગુણવત્તા અને રોગપ્રતિકારક શક્તિમાં તાલમેલના અભાવને કારણે દર્દીઓને લાંબા સમય સુધી થાય છે શારીરિક તકલીફો9:57 PM IST
ખેતીની વારસાઈ જમીન વેચતા પહેલાં જાણી લો સુપ્રીમ કોર્ટનો આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો: હવે પરિવારના પ્રથમ હક્કદાર સભ્યોને આપવી પડશે ખરીદીની પ્રાથમિક તક : હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ ૨૨ હેઠળ ખેતીની જમીન પણ આવરી લેવાઈ; વસિયતનામું ન બન્યું હોય તેવા કિસ્સામાં ક્લાસ-૧ વારસદારોની મંજૂરી વિના બારોબાર વેચાણ કરનાર મુકાશે કાનૂની મુશ્કેલીમાં9:59 PM IST
કોલકાતાના ચર્ચિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સપ્તમીની સાંજે ભારે ભીડ વચ્ચે મચી નાસભાગ: સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫થી વધુ ભક્તો ઘાયલ, હોસ્પિટલમાં સારવાર ચાલુ : મહા સપ્તમીના ઉત્સાહ વચ્ચે વરસાદના કારણે પંડાલમાં ઉમટેલી અદભુત ભીડથી સર્જાયું અરાજકતાનું વાતાવરણ; આયોજકો પોલીસ સ્ટેશને તેડાવાયા અને મૂર્તિ દર્શન અસ્થાયી રૂપે કરાયા સ્થગિત9:51 PM IST
ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણ વ્યવસ્થા સામે ચાલી રાહેલા દેશવ્યાપી દેખાવો વધુ ને વધુ હિંસક બન્યા : પેરિસ, લિયોન અને માર્સેઈમાં આગચંપી, પોલીસ સાથે અથડામણો : માર્સેઈમાં દેખાવકારો મ્યુનિસિપલ કચેરીમાં ઘૂસી ગયા: લિયોનનું પ્રવાસન કાર્યાલય આગની લપેટમાં : અનેક શહેરોમાં તોડફોડ, અશ્રુવાયુ અને વોટર કેનનનો ઉપયોગ : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં મોંઘવારી અને યુવાનોનો અસંતોષ રાજકીય રીતે મહત્વનો મુદ્દો: શિક્ષણમાં વધુ રોકાણ, શિક્ષકોની ઉપલબ્ધતા, સુધારેલી શૈક્ષણિક સુવિધાઓ, વધુ વેતન અને પેન્શન તથા મોંઘવારીમાંથી રાહત જેવી માગણીઓ સાથે આંદોલન ચાલુ : દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન ક્યાંય જોવા મળતા નથી, ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, દેખાવકારો પોલીસ ઉપર મોર્ટારનો હુમલો કરી રહ્યા છે તથા મરીન લે પેને કડક કાર્યવાહીનું વચન આપ્યું છે એવા દાવાઓ સોશ્યલ મીડીયામાં ફરિ રહયા છે8:59 PM IST
જમીનમાં એક પણ સોનાની ખાણ ન હોવા છતાં વિશ્વભરમાં સોનાનો સૌથી મોટો નિકાસકાર કેમ છે સ્વિટ્ઝરલેન્ડ? જાણો સ્વિસ રિફાઇનરીઓનું અચંબિત કરનારું રહસ્ય અને ભારત સાથેનું તેનું ગાઢ જોડાણ : વર્લ્ડ ક્લાસ રિફાઇનરીઓ અને શુદ્ધિકરણની અદભુત ટેક્નોલોજીને આભારી છે સ્વિસ ગોલ્ડ માર્કેટનો દબદબો; ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ જ યુરોપિયન દેશ પાસેથી કરે છે આયાત9:26 PM IST
થાણેમાં સર્જાયો મોટો ગમખ્વાર અકસ્માત: ચાલતી કાર પર ધરાશાયી થયા ૧૨ ટન વજનના લોખંડના સળિયા, MMRDA દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ૫૨ ૨ કરોડનો તોતિંગ દંડ : આનંદનગર-સાકેત એલિવેટેડ રોડના નિર્માણ કાર્ય દરમિયાન કોપરી બ્રિજ પાસે બની ચોંકાવનારી ઘટના; સદ્ભાગ્યે કારચાલકનો બચાવ થયો, સુરક્ષા મુદ્દે તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ8:37 PM IST
તહેવારોની મોસમ પૂર્વે સોના-ચાંદીના બજારમાં જોવા મળ્યો સળવળાટ: વૈશ્વિક બજાર પાછળ ઘટાડેથી માગ નીકળતા કિંમતી ધાતુઓમાં નોંધાયું બાઉન્સબૅક : અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર અંગેની નીતિ અને ફુગાવાના આંકડા વચ્ચે બજારમાં રહી બેતરફી વધઘટ; દશેરા, ધનતેરસ અને દિવાળીને લઈને જ્વેલરી ઉત્પાદકો તથા રોકાણકારોની લેવાલી વેગવંતી બની8:36 PM IST
સાથી અધિકારીઓની પત્નીઓ સાથે અનૈતિક સંબંધો રાખવાના મામલે ભારતીય સેના કરશે મેજરને બરતરફ: કોર્ટ-માર્શલને બદલે વહીવટી કાર્યવાહીના નિર્ણય સામે આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે રાહત આપવાનો કર્યો ઇનકાર : પૂર્વ પત્નીની ફરિયાદથી શરૂ થયેલા વિવાદમાં મેજરે સશસ્ત્ર દળો ટ્રિબ્યુનલનો દરવાજો ખખડાવ્યો હતો; જોકે ટ્રિબ્યુનલે કારણદર્શક નોટિસના જવાબમાં વાંધા રજૂ કરવા આપ્યો આદેશ8:07 PM IST
ઇમરાન ખાનની મુશ્કેલી વધતાં મુંબઈ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા: "ભારત છોડો" ની નોટિસ સામે આપ્યો કાનૂની પડકાર : ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાના FRRO ના આદેશ સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન: OCI કાર્ડ રદ કરવાની કવાયત વચ્ચે બે વર્ષની ઉંમરથી ભારતમાં વસવાટ કરતા ઇમરાન ખાને વચગાળાની રોક માંગતાં રાજકીય અને બોલિવૂડ વર્તુળોમાં મોટો વિવાદ8:04 PM IST
ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તરે ધમાકો કરશે: દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રીની મોટી આગાહી, આગામી બે દાયકા સુધી ભારતની આર્થિક ક્રાંતિને કોઈ રોકી નહીં શકે! : IMF, વિશ્વ બેંક અને ADB ના પોઝિટિવ ગ્રોથ રેટ અંદાજો બાદ KIEP ના સાઉથ એશિયા હેડ ક્યુંગહૂન કિમનું મોટું ટ્વીટ: વર્ષ ૨૦૦૩-૨૦૦૭ નો રેકોર્ડ તૂટશે અને ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે8:03 PM IST
અંકિતા ભંડારી હત્યા કેસમાં CBIની એક્શનથી રાજકારણમાં ગરમાવો: પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડના નિવાસસ્થાને દરોડા, નાર્કો ટેસ્ટની માંગ સાથે દિલ્હીમાં તેજ થઈ ગતિવિધિઓ : પીડિત માતા-પિતાએ દિલ્હીમાં CBIના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી ન્યાયની આજીજી કરી; કોંગ્રેસ દ્વારા ૨૭ ઓક્ટોબરે વિધાનસભાના ઘેરાવની જાહેરાત8:00 PM IST
જે-૧ વિઝા કૌભાંડમાં યુએસ સરકારની લાલ આંખ: હાર્વર્ડ અને યેલ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પર તોળાઈ રહ્યો છે તપાસનો ગાળિયો, વધુ સંસ્થાઓ તપાસના દાયરામાં આવવાની શક્યતા : વિદેશી સંશોધકોને ઓછું વેતન આપીને ફેડરલ ભંડોળનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ; શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી'એસ્પોસિટોએ તપાસ વધુ સઘન બનાવવાની કરી જાહેરાત7:57 PM IST
બ્રિટનની પ્રતિષ્ઠિત માન્ચેસ્ટર યુનિવર્સિટી બેંગલુરુમાં સ્થાપશે અત્યાધુનિક સંશોધન અને ઇનોવેશન સેન્ટર: ભારત સાથે શૈક્ષણિક સંબંધો બનશે વધુ મજબૂત : શિક્ષણ, વ્યવસાય અને ઉદ્યોગસાહસિકો વચ્ચે ભાગીદારીને મળશે પ્રોત્સાહન; ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સના ખુલશે નવા દ્વાર7:58 PM IST
વડા પ્રધાન મોદીએ ઇશારામાં કરી ૧૫ વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની પ્રશંસા: સાથી ખેલાડીઓની મસ્તી અને હાસ્યથી છલકાઈ ઉઠ્યો સન્માન સમારોહનો મંચ : દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યોજાયેલા એશિયન ગેમ્સના વિજેતાઓના સન્માન કાર્યક્રમમાં છવાઈ ગયો યુવા ક્રિકેટર; પીએમના સંબોધન બાદ સાથી ખેલાડીઓએ કરી હળવી મજાકમસ્તી7:46 PM IST
મોંઘવારી વચ્ચે સ્માર્ટફોન માર્કેટમાં મોટો બદલાવ: નવા ફાસ્ટેડ ફીચર્સ પાછળ દોડવાને બદલે રિફર્બિશડ અને પ્રીમિયમ સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા લોકોમાં ભારે ક્રેઝ : લાખો રૂપિયાના નવા ફોન ખરીદવાની આર્થિક મર્યાદા વચ્ચે યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સની પહેલી પસંદ બન્યા સેકન્ડ હેન્ડ પ્રીમિયમ ડિવાઈસિસ; ૧૩ ટકા સુધી વધી માગ7:36 PM IST
શિશુઓના સ્વાસ્થ્ય માટે FSSAIનો મોટો અને ક્રાંતિકારી નિર્ણય: ૬ મહિના સુધીના બાળકોના ફૂડમાં વધારાની સુગર અને ફ્રક્ટોઝ ઉમેરવા પર મૂકાશે પ્રતિબંધ : બાળકોમાં સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા ફૂડ રેગ્યુલેટરે ઇન્ફન્ટ ન્યુટ્રિશન નિયમોમાં ફેરફાર માટે બહાર પાડ્યો ડ્રાફ્ટ; આગામી દિવસોમાં મગાવાયા વાંધા-સૂચનો7:24 PM IST
ઇમરાન ખાન વિવાદ પર મોડેલ-અભિનેત્રી પૂનમ પાંડેનું મોટું નિવેદન: 'તમે વિદેશી નાગરિક છો, દેશના મામલામાં દખલ ન દો, અહીં પહેલેથી જ ઘણું ડ્રામા ચાલે છે' : મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવું બોલિવૂડ અભિનેતાને પડ્યું ભારે, મુંબઈ પોલીસે ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા ફટકારી નોટિસ6:47 PM IST
બ્રિટિશ આર્મીમાં ખળભળાટ: ભૂતપૂર્વ SAS કમાન્ડરે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તૈનાત આઇરિશ ગાર્ડ્સની શારીરિક ફિટનેસ અને પહેરવેશ પર ઉઠાવ્યા ગંભીર સવાલો : ઝેલેન્સ્કી અને બ્રિટિશ નેતાઓની મુલાકાત દરમિયાન પહેરો આપતા સૈનિકોને ‘હથિયાર વગરના ટેલીટબીઝ’ કહીને ઉધડાડો લીધો; પ્રિન્સિસ ઓફ વેલ્સ કેથરિન (કેટે) સાથે પણ જોડાયેલું છે આ રેજિમેન્ટનું નામ6:46 PM IST
પાકિસ્તાનમાં મોટો રાજકીય ધમાકો: "શાહબાઝ શરીફ કઠપૂતળી, સરકાર નકલી!" : પાકિસ્તાની સેના પર ફઝલુર રહેમાનના તીખા પ્રહારો : ખૈબર પખ્તુનખ્વામાં ગવર્નર શાસન અને ઇમરાન ખાનની પાર્ટી સામેની કાર્યવાહીથી ભડકેલા વિપક્ષી નેતાએ સૈન્ય પ્રભાવ સામે મોરચો ખોલ્યો: મરિયમ નવાઝના વળતા પ્રહારથી પાકિસ્તાની રાજકારણમાં ગરમાવો6:09 PM IST
મથુરાની કૃષ્ણભૂમિમાં પવિત્ર ભારત સ્વસ્તિક યાત્રા રામકથાનું ગાન : પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં સૌ રાસ-ગરબે ઝૂમ્યા : વ્રજભૂમિમાં મંગળકારી શુકનોનું મહાત્મ્ય વર્ણવતા પૂ. બાપુએ કૃષ્ણભૂમિમાં રામકથાના ઔચિત્ય અંગે કરી સુંદર ચર્ચા : શ્રોતાઓએ યમુના સ્નાન અને દર્શનનો લાભ લઈ કુરુક્ષેત્ર તરફ પ્રસ્થાન કર્યું2:49 PM IST
Viએ લોન્ચ કરી નવી પ્રીપેડ ફેમિલી સુવિધાઃ ૪ લોકોને શેર કરી શકાશે ડેટા, રિચાર્જ પર મળશે ૧૦% સુધીનું ડિસ્કાઉન્ટ : વોડાફોન આઈડિયા (Vi)એ પ્રીપેડ યુઝર માટે એક નવી ફેમિલી સુવિધા શરૂ કરી : એક ગ્રુપમાં ચાર નંબરો એડ કરવાની મંજૂરી આપે છેઃ અને પરિવારના સભ્યો દેશમાં ગમે ત્યાં 500MB ડેટા શેર કરી શકે છે9:47 AM IST
મેક્સિકોમાં ઓસ્ટ્રેલિયન અને અમેરિકન 'સર્ફર્સ' ની હત્યા કેસમાં ત્રણ શખ્સોને ૧૫૮ વર્ષથી વધુની જેલની સજા : કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો : પંતા સંજો ખાતે વાહનની ચોરી અને લૂંટના ઇરાદે થયેલી વિદેશી યુવાનોની હત્યાથી પ્રવાસન ક્ષેત્રને ફટકો પડ્યો હતો : ન્યાય મળતા સર્ફર્સ એસોસિએશને ચુકાદાને આવકાર્યો5:07 PM IST
યુક્રેનિયન ડ્રોન હુમલાથી રશિયામાં ડિજિટલ હાહાકાર: 'યાન્ડેક્સ' (Yandex) ના ડેટા સેન્ટર્સ ધ્વસ્ત થતા ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવાઓ ઠપ : મોસ્કો અને કાલુગા પ્રદેશોમાં સઘન હુમલાને કારણે સર્વર ફેલ થતાં ટેક્સી, બેંકિંગ અને ફૂડ ડિલિવરી જેવી ૮૦થી વધુ મુખ્ય સેવાઓ અચાનક અટકી ગઈ; રશિયા સરકારે સુરક્ષા વધારવાની કવાયત આરંભી.4:40 PM IST
ઓડિશામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિજિલન્સ વિભાગનું મોટું ઓપરેશન: સુપરિન્ટેન્ડિંગ ઈજનેરની શંકાસ્પદ કાર અને ફ્લેટમાંથી 21.88 લાખથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત, નોટ ગણવાની મશીનો લાવવાની પડી ફરજ : મહાનદી નોર્ધન ડિવિઝનના લાંચિયા ઈજનેર પ્રસેનજિત દાસ સામે એન્ટિ-કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરાઈ; ઠેકેદારો પાસેથી કથિત રીતે લાંચ વસૂલતા હોવાની ગુપ્ત બાતમીના આધારે રાત્રે ઓચિંતી કાર્યવાહી4:23 PM IST
‘આ પાર્ટી માત્ર ખરાબ નથી, પણ અસલી ‘બ્રેકિંગ બેડ’ ગેંગ છે!’: કરોડોના ડ્રગ્સકાંડમાં ટીવીકે (TVK) પર સ્ટાલિનના લાલઘૂમ પ્રહારો : નાગાપટિનમમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ડીઆરઆઈ (DRI) દ્વારા ટીવીકેના નેતાની ધરપકડ થતાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વિપક્ષી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.4:33 PM IST
ભારત ૨૦૨૭માં જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે : IMFની અર્થવ્યવસ્થા પર મોટી આગાહીઃ IMF એ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારીને ૭% કર્યોઃ જાપાનનો ધીમો વિકાસ દર, મોંઘી ઉર્જા અને નબળું યેન તેના અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યું છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં, યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ ક્રમે, ચીન બીજા ક્રમે અને જર્મની ત્રીજા ક્રમે છે3:42 PM IST
ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું4:03 PM IST
ઓક્ટોબરમાં જ ૨૯,૮૨૨ મેગાવોટઃ વીજળીની માંગે તોડયો અત્યાર સુધીનો રેકોર્ડ : વીજળીની ઊંચી માંગ હવે માત્ર ઉનાળાની ઋતુ સુધી મર્યાદિત રહી નથી : રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી સેન્ટ્રલ ગ્રીડમાંથી વધુ વીજળી અને કોલસાની માગણી કરશેઃ ૨૦૨૭માં રાજ્યની મહત્તમ વીજળીની જરૂરિયાત ૩૨,૫૦૦ મેગાવોટને પણ વટાવી શકે3:10 PM IST
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની છ દિવસમાં બીજીવાર ધરપકડ; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ અટકાયાત: આજે વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે : ‘લહરા દો તિરંગા’ કૂચ પહેલાં પોલીસની કાર્યવાહી; અટકાયતમાં લેવાયેલાં વિદ્યાર્થી નેતા નેહા બોરાને દિલ્હી પોલીસ અધિનિયમની કલમ ૬૫ હેઠળની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ આજે શનિવારે વહેલી સવારે મુક્ત કરાયાં9:34 AM IST
ભારતમાં પ્રદર્શનકારીઓ સામે કથિત બળપ્રયોગ અંગે અમેરિકાના છ ડેમોક્રેટિક સાંસદોનો માર્ક રૂબિયોને પત્ર; ભારતીય અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવવા માગ : શાંતિપૂર્ણ દેખાવો દરમિયાન અટકાયત અને માનવાધિકાર ભંગના આરોપોની સ્વતંત્ર તપાસ કરાવવા રજૂઆત; અમેરિકામાં દેખાવકારોની કથિત દેખરેખ અંગે પણ ચિંતા !! : અગાઉ ડેમોક્રેટિક સાંસદ પ્રમિલા જયપાલની ટિપ્પણીઓને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારતની આંતરિક બાબતોમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ ગણાવ્યો હતો9:36 AM IST
ગ્રે માર્કેટમાં આગ લગાવી રહ્યો છે Jio IPO : ૨૦૦ની પાર પ્રીમિમય : ૧૬ ઓક્ટોબરે Jio Platformsના અનલિસ્ટેડ શેરો પર પ્રતિ શેર રૂ.૨૩૦નું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળ્યું હતું: ૩ ઓક્ટોબરે આ પ્રીમિયમ રૂ.૧૨૫ હતું : પ્રતિ શેર રૂ.૧,૧૧૯ની IPOની ઉપરની પ્રાઇસ બેન્ડની સરખામણીએ શેરનું સંભવિત લિસ્ટિંગ આશરે ૨૦.૬%ના પ્રીમિયમ પર થઈ શકે છે10:05 AM IST
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ : તબિયત સ્થિર : ૯૮ વર્ષીય શ્રી અડવાણી પલ્મોનરી વિભાગમાં ડૉકટરોની ટીમની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે : NDA સરકારમાં તેમણે ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અને ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી દેશના નાયબ વડા પ્રધાન તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી11:25 PM IST
ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ : માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ9:15 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરાના ખંડેરાવ માર્કેટમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર વેપારીનો હુમલો: વોર્ડ ઓફિસરને ‘જાનથી મારી નાખવાની’ ખુલ્લેઆમ ધમકી આપતા ખળભળાટ : ટ્રાફિકને અડચણરૂપ ફળોનો જથ્થો જપ્ત કરાતા ઉશ્કેરાયેલા વેપારીએ પાલિકાની ટ્રકની ચાવી ઝૂંટવી લીધી; નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગ9:13 PM IST
લોકપ્રિય લોકગાયિકા અને બિહારનાં સૌથી નાની વયનાં ધારાસભ્ય મૈથિલી ઠાકુરે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી સૌજન્ય મુલાકાત: સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રની ચર્ચાઓથી ગુંજ્યું વાતાવરણ : સંગીત જગતથી રાજનીતિના આંગણે ઝળકેલા યુવા નેતા મૈથિલી ઠાકુરે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પ્રદર્શિત કરી આદરભાવની પરંપરા; અટલ મિથિલા સન્માન અને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિજેતા પ્રતિભા સાથેની આ મુલાકાત રહી વિશેષ આકર્ષણનું કેન્દ્ર8:38 PM IST
અમદાવાદના ગોતામાંથી ૧૦ હજાર કિલો નકલી સોસનો જથ્થો ઝડપાયો: પપૈયાનો પલ્પ, બટાકા અને સિન્થેટિક કેમિકલથી બનતી ખાદ્ય સામગ્રીનો પર્દાફાશ : 'આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ' નામે ચાલતી ગેરકાયદે ફેક્ટરી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગના મેગા દરોડાથી ખાણીપીણી બજારમાં હડકંપ : હોટેલ્સ અને લારી - ગલ્લાવાળાઓને સસ્તાં ભાવે કરાતું હતું હાનિકારક જથ્થાનું વેચાણ6:54 PM IST
ગુજરાતમાં ૨૯,૮૨૨ મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ સફળતાપૂર્વક પાર : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વીજ આયોજનની સમીક્ષા : અલ નીનોની અસર અને તહેવારો વચ્ચે વીજ વપરાશમાં ૩૬.૬ ટકાનો મોટો ઉછાળો : બેટરી સ્ટોરેજ, ન્યુક્લિયર પ્લાન્ટ અને કોલસાના વધારાના પુરવઠા સાથે લાંબા ગાળાની રણનીતિ જાહેર : નાગરિકોને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા સરકારની અપીલ6:44 PM IST
ગુજરાતભરમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે "સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬" ની ભવ્ય ઉજવણી કરાશે : ૩૧ ઑક્ટોબરથી શરૂ થનાર અભિયાનનું મુખ્ય સૂત્ર 'સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ' રાખવામાં આવ્યું : રાજ્યના તમામ વિભાગો, બોર્ડ-નિગમો અને કચેરીઓમાં ૨ નવેમ્બરે લેવાશે ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ : ગ્રામ્ય સ્તરે જાગૃતિ ગ્રામ સભાઓ અને વિવિધ સ્પર્ધાઓનું થશે આયોજન5:33 PM IST
અમદાવાદમાં ફૂડ વિભાગના ધડાકાભેર દરોડા: ગોતા વિસ્તારમાંથી હજારો કિલો અખાદ્ય સોસનો જથ્થો જપ્ત, નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ટળ્યું : તહેવારોની મોસમ ટાણે જ તંત્ર સક્રિય: બટાકાનો પાવડર અને સિન્થેટિક કેમિકલ કલર ભેળવીને બનાવવામાં આવતો હતો હાનિકારક સોસ, એકમ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ5:03 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મધદરિયે માછીમારો માટે આશીર્વાદરૂપ બની બોટ એમ્બ્યુલન્સ : ૭૭૭ તબીબી કટોકટી કેસ સફળતાપૂર્વક નિવાર્યા : રાજ્ય સરકાર દરિયાની વચ્ચે અને અંતરિયાળ ટાપુઓ પર રહેતા નાગરિકો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે પૂર્ણપણે કટિબદ્ધ - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા : ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત જળમાર્ગની આ જીવનરક્ષક સેવા દ્વારા ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રસૂતિ, હૃદયરોગ તથા અન્ય ગંભીર કેસોમાં અપાઈ ત્વરિત સારવાર5:17 PM IST
શિક્ષકોના હિતમાં શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય : શિક્ષકોને સોંપાતી બિન-શૈક્ષણિક કામગીરી અને પોર્ટલની ડેટા એન્ટ્રીની સમીક્ષા થશે, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી : શિક્ષકોની કામગીરી સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિ રચવા સૂચના, શિક્ષકો માત્ર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે કવાયત શરૂ4:26 PM IST
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના અંગત સચિવ શૈલેષ માંડલિયાનો આવતીકાલે જન્મદિન : સંઘથી લઈને પીએમ મોદી અને અમિત શાહના કાર્યાલય સુધીનો રહ્યો છે દીર્ઘ અનુભવ : રાજકોટના મૂળ વતની અને ભાજપના પાયાના કાર્યકર શૈલેષ માંડલિયાએ ૧૯૯૯ થી ૧૦ વર્ષ સુધી વિવિધ દિગ્ગજ નેતાઓ સાથે સંભાળ્યો છે મહત્વનો વહીવટી અને સંગઠનાત્મક કાર્યભાર12:27 PM IST
અમદાવાદના ‘રંગ મોરલા’ ગરબા વિવાદમાં નવો વળાંક: કાજલ હિન્દુસ્તાનીના આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર પ્રહાર, કહ્યું - 'હવે સ્ટેજ પરથી કવાલી ગાવાનું શરૂ કરી દો' : ગાયક આદિત્ય ગઢવીના ખુલાસા બાદ હિન્દુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની આકરી પ્રતિક્રિયા; સ્ટેજ પરથી અન્ય ધર્મના લોકોને લઈને થયેલી જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ગરમાયો રાજકીય અને સામાજિક માહોલ9:49 PM IST
બનાસકાંઠાના વડગામ પાસે સર્જાયો રોમાંચક અને ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષા વચ્ચેની ભયાનક ટક્કરમાં ૩ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કરુણ મોત, ૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : મુમનવાસથી મોરિયા તરફ જતી રિક્ષાને નડ્યો અકસ્માત; ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા, વડગામ પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા સઘન તપાસ શરૂ9:38 PM IST
અમદાવાદમાં શ્રીરામ સેવા સંકલ્પ દ્વારા ‘નવગતિ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી: ૧,૦૦૦થી વધુ બાળકો અને વાલીઓને શિક્ષણ તેમજ શિષ્યવૃત્તિ માટે કરાયા પ્રોત્સાહિત : દેશભરના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળ્યો શિષ્યવૃત્તિનો લાભ; દાસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને શ્રીરામ ફાઈનાન્સના સીએમડીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે યુવા પ્રતિભાઓનું કરાયું સન્માન9:15 PM IST
ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા 'જેનેસિસ નેક્સ્ટજેન સ્ટાર્ટઅપ સમિટ'નું ભવ્ય આયોજન: ડીપ-ટેક, સેમિકન્ડક્ટર અને ઇનોવેશનના ક્ષેત્રે બન્યું આકર્ષણનું કેન્દ્ર : MeitY સ્ટાર્ટઅપ હબ અને KIIFના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો અને શિક્ષણવિદો એક મંચ પર એકત્રિત થયા; શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારે મુખ્ય અતિથિ તરીકે આપી હાજરી9:12 PM IST
ગુજરાતમાં દિવાળી ટાણે ગંભીર વીજ સંકટના એંધાણ: ગામડાઓ બાદ હવે ઔદ્યોગિક ક્ષેત્ર પર ઝીંકાયો ૮ કલાકનો વીજકાપ, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી ૧,૦૦૦ મેગાવોટ વીજળી : ઓક્ટોબર મહિનામાં જ વીજમાગે તોડ્યા તમામ રેકોર્ડ; પિક અવર્સમાં સર્જાયેલી અછતને કારણે સુરત, જામનગર અને ઉત્તર ગુજરાતના ઉદ્યોગોમાં રોષની લાગણી, તહેવારોની સિઝનમાં ઉત્પાદનને મોટો ફટકો પડવાની શક્યતા9:08 PM IST
એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ભવ્ય ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો પ્રારંભ: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું : આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ચાલનારા આ અદભુત પ્રકાશોત્સવમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની મનમોહક ઝાંખી જોવા મળશે; દેશ-વિદેશના પ્રવાસીઓ માટે બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર8:27 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકતાનગરમાં સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓની સમીક્ષા : 'એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬'નો શુભારંભ : પરેડ સ્થળનું નિરીક્ષણ કરી વહીવટી વ્યવસ્થાઓનું માર્ગદર્શન અપાયું : ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણીને આરે તમામ તૈયારીઓ આખરી ઓપ તરફ6:07 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 ની તૈયારી તેજ : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે સરકારનું મેગા આયોજન, વિશ્વના 22 દેશ અને ભારતના 8 શહેરોમાં રોકાણ આકર્ષવા રોડ-શો : 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11મી સમિટ યોજાશે, થીમ "વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર", FTA અને AI આધારિત નેટવર્કિંગ પર ખાસ ફોકસ4:41 PM IST
વકીલો પાસેથી સર્વિસ ટેક્સની વસૂલાત સામે હાઈકોર્ટનો મોટો ચુકાદો : ૨૦૧૨ની સરકારી નોટિફિકેશનને અવગણીને કરાયેલી કાર્યવાહી રદ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશન સહિત ત્રણ અરજદારોને રાહત : વકીલ અથવા વકીલોની ભાગીદારી પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી નિર્ધારિત કાનૂની સેવાઓને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે10:22 AM IST
સુરતના વકીલ મેહુલ બોઘરા સામે ચાર વર્ષ પહેલાં નોંધાયેલી એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી : પોલીસની કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી : જાહેર સ્થળે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું વીડિયો રેકોર્ડિંગ કરવું માત્ર તે કારણસર ફરજમાં અવરોધ ગણાય નહીં : પોલીસના આક્ષેપો વીડિયો પુરાવાથી સમર્થિત ન થતાં અદાલતનો મહત્ત્વપૂર્ણ ચુકાદો11:23 AM IST
‘કોન્ટ્રાક્ટરોને નોટિસનું નાટક બંધ કરો, કાર્યવાહી કેમ નથી કરતા? અધિકારીઓ સામે ભાજપના જ કોર્પોરેટરોનો બળાપો : રૂ.૧૦૪ કરોડનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને ૧૧ નોટિસ છતાં પગલાંનો હિસાબ નહીં; ‘તમે એજન્સીઓની ઢાલ બનીને લૂલો બચાવ કરો છો, બોર્ડમાં ગળે ઊતરે તેવા જવાબ આપો' કહી રક્ષિત કલોલા, મનીષ ભટ્ટ અને અશ્વિન ભોરણિયાએ જનરલ બોર્ડમાં અધિકારીઓને ઘેર્યા3:58 PM IST
વડનગરથી વારાણસી સુધીની 'સેવા સંકલ્પ યાત્રા'ના સેવા યાત્રીઓનું રાજકોટમાં ભવ્ય સન્માન : શહેર ભાજપ ઉપ-પ્રમુખ કૌશિક ચાવડા સહિતના આગેવાનોનું બહુમાન કરાયું : ગુજરાત સહ-સંગઠન પ્રભારી અરુણ બીનાડેના માર્ગદર્શન હેઠળ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા અને મહાનગર સંગઠન દ્વારા કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર : ભાજપના દિગ્ગજ પદાધિકારીઓ અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત2:21 PM IST
‘કંકણ પ્રસ્તુત સરગમ ગેલેક્સી ગ્રૂપ દ્વારા ‘મા' તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે' : મંગળવારે દશેરાએ હેમુ ગઢવી હોલ ખાતે શક્તિ આરાધનારૂપી કલાત્મક રજૂઆત : પારંપારિક ગરબા ગરબી- રાસ રાસડાની ૪૫ પ્રકારોની ઝેન-ઝી રેપ(છંદ) રાસ સુધીની કલામય પ્રસ્તુતિઃ કંકણની ગરબા વિશ્વને માતાજીની જાતરનો ડાક, તલવાર, ત્રિશુળ, શંખ, મા મોમાઈ ચામુંડા હિંગળાજ -મહાકાળી સંગાથે ભવાઈ ગરબાની અને કૃષ્ણના ઝેન-ઝી વલોણાં રાસની નવતર ભેટ : સમૂહ સ્વરોઃ૧. ઉન્નતિ મયંકભાઈ દેસાઈ, ૨. ક્રુતિ ચિરાગભાઈ વસાવડા, ૩. સૂચિત્રા નિરંજનભાઈ મહેતા, ૪.ફાલ્ગુની અરુણકુમાર રાવલ,૫. તૃપ્તિ ગોપાલભાઈ નિમાવત2:20 PM IST
બે દિ'થી દેશમાં રાજકોટ સૌથી ગરમ!1:00 PM IST
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવે મચાવી ધમાલ: કપાસ, જીરું અને શાકભાજીના ઊંચા ભાવથી ખેડૂતોમાં ઉત્સાહ, જાણો ૧૭ ઓક્ટોબરના તમામ પાકના લેટેસ્ટ રેટ્સ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ APMCમાં જણસી અને શાકભાજીની ભારે આવક સાથે ધમધમ્યા વેપાર; ઉત્તમ ભાવો મળતા અન્નદાતાઓમાં ખુશીનું મોજું, જુઓ આજના બજાર ભાવની વિસ્તૃત વિગતો7:14 PM IST
અનુરાગસિંગે ‘તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા' કહી ભડાકા કર્યા, વળતા ફાયરીંગમાં ‘લંગડો' થયો : હત્યા-લૂંટમાં ઝડપાયેલા યુપીના ૧૦ આરોપી ૪ દિવસ રીમાન્ડ પરઃ એસીપી બી. બી. બસીયાની આગેવાનીમાં સીટની રચનાઃ પીએસઆઇ વી. ડી. ડોડીયા સહિતની ટીમ હથીયાર કબ્જે કરવા શૂટર અનુરાગસિંગને હીરાસર એરપોર્ટ નજીક આર. કે. ઇન્ડસ્ટ્રીમાં લઇ ગઇ ત્યારે બનાવ મીરઝાપુરના શૂટરે ઝાડીમાંથી એક પિસ્તોલ કાઢી આપી, કાર્યવાહી વખતે હાથકડી પકડી ઉભેલા એએસઆઇ અમિતભાઇ આગ્રાવતને અનુરાગે ધક્કો દીધો અને બીજી છુપાવેલી પિસ્તોલ કાઢી બે ફાયર કર્યાઃ સ્વબચાવ, ટીમના બચાવમાં પીએસઆઇએ પણ ફાયર કર્યુ હત્યા-લૂંટના ગુનાના શૂટર અનુરાગસિંગ સામે એસીપી વી. બી. જાડેજા, પીઆઇ કે. પી. તરેટીયાએ એરપોર્ટ પોલીસમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો2:28 PM IST
ભેળસેળીયા વેપારીઓની પેઢી કાયમ માટે બંધ કરો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા નહી ચલાવી લેવાય : ત્રણથી વધુ વખત ભેળસેળ પકડાય તો પેઢી સીલ કરો, પરવાનો રદ કરી ફોજદારી ગુનો નોંધો; આકરા દંડ અને કડક સજાની જોગવાઈ માટે મનપા જનરલ બોર્ડની રાજ્ય સરકારને ભલામણ : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના દરોમાં ઘટાડો, રંગ ઉપવન ગેટ પાસે જમીન સોંપવા સહિતની ૪ અરજન્ટ બીઝનેશ સહિત ૧૧ દસ્તાવેજ સર્વાનુમતે મંજુર 3:52 PM IST
કચ્છના ગાંધીધામમાં ‘રાસ ઓફ કચ્છ’ નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની અદ્ભુત રમઝટ: ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જાતે ઢોલ વગાડી ખેલૈયાઓમાં પૂર્યો નવો ઉત્સાહ : ગાંધીધામ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની ભારે ભીડ વચ્ચે ધારાસભ્યના ઢોલવાદનથી વાતાવરણ બન્યું જીવંત; પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા કચ્છીજનો9:41 PM IST
ITRA, જામનગરના છઠ્ઠા સ્થાપના દિવસે ‘આયુટેક નવોન્મેષ 2026’ અંતર્ગત AI અને આયુર્વેદ પર રાષ્ટ્રીય પરિષદ : આયુર્વેદ સંશોધન, ઔષધ વિકાસ અને આરોગ્ય સેવાઓમાં AIના જવાબદાર ઉપયોગ અંગે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું ચિંતન-મંથન : પરંપરાગત જ્ઞાન અને અદ્યતન ટેક્નોલોજી વચ્ચેના સંવાદથી આયુર્વેદ સંશોધન, શિક્ષણ, ઔષધ વિકાસ અને આરોગ્ય સેવાઓમાં AIના સંભવિત ઉપયોગો સમજવાની તક મળી છે : ITRAનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી2:29 PM IST
કચ્છના રાપર ભચાઉમાં ગેરકાયદે ખનન કરનારાઓ સામે તંત્રનો સપાટો: સ્થળ રૂ. ૮ કરોડના વાહનો સીઝ કરી સ્થળ પર રૂ. ૩.૬૦ લાખનો દંડ ફટકારાયો : જોકે, સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવનાર મૂળ ખનીજ માફિયાઓ કોણ? અગાઉ ઝડપાયેલ બોક્સાઈટ સહિતની ખનીજ ચોરી પાછળ કોણ? તંત્ર મૂળ ઉપર ઘા કરે તો જ ગેરકાયદે ખનન ઉપર અંકુશ આવે9:20 AM IST
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનાવો: રત્નાકરજી : પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી કચ્છના પ્રવાસે: ભુજમાં સંગઠનાત્મક બેઠક, સેવાભાવી યુવાનોને જોડવાના અભિયાનનો પ્રારંભ, નખત્રાણામાં ભાજપ કાર્યાલયનું લોકાર્પણ અને માતાના મઢમાં મા આશાપુરાનાં દર્શન-આરતી કર્યાં9:21 AM IST
દ્વારકામાં ધનરાજ નથવાણીનું સન્માન11:30 AM IST
વઢવાણમાં ૪ાા લાખના દારૂ સાથે બે ઝડપાયા1:41 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
ન્યુઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ રણજી ટ્રોફીમાં રમવા મેદાનમાં ઉતરશે: પંજાબ અને છત્તીસગઢ વચ્ચેની મેચ પર રહેશે સમગ્ર દેશના ક્રિકેટ રસિકોની નજર : વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકાર્યા બાદ ગિલ પંજાબની ટીમનું વધારશે મનોબળ; રણજી મેચ બાદ પાંચ નેટ બોલરો સાથે પોતાના ખર્ચે ન્યુઝીલેન્ડ રવાના થઈ કરશે સઘન પ્રેક્ટિસ10:07 PM IST
800 વર્ષ જૂના સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર રચાયેલી સત્તાની ખતરનાક જંગ: અભિનેત્રી કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેની દમદાર વેબસીરિઝ 'અક્કા'નું ટીઝર રિલીઝ થતા જ મચી ધમાલ : 1980 ના દાયકાના કાલ્પનિક શહેર પનુરૂની પૃષ્ઠભૂમિ પર આધારિત ક્રાઈમ થ્રિલર સિરીઝ; માફિયાઓની દુનિયામાં મહિલાઓના વર્ચસ્વ અને ગૅંગવૉરની અદભુત કહાનીથી ઓટીટી પર પદાર્પણ કરશે કીર્તિ સુરેશ10:33 PM IST
બીએમસીના હથોડાની કાર્યવાહીમાં અભિનેતા અજય દેવગનનું ઘર તોડી પાડવામાં આવ્યાના અહેવાલો નીકળ્યા અફવા: અભિનેતાની ટીમે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વિવાદિત મિલકત તેમની નહીં પરંતુ ભાડે અપાયેલી અન્ય પ્રોપર્ટી છે : અનધિકૃત આંતરિક ફેરફારો અને પરવાનગીના અભાવે બીએમસીએ અગાઉ ફટકારી હતી નોટિસ; અજય દેવગનની આગામી ફિલ્મો 'ગોલમાલ 5' અને 'રેન્જર' ને લઈને પણ ચાહકોમાં ભારે ઉત્સાહ10:11 PM IST
ઉત્તરાખંડમાં અક્ષય કુમાર અને રાશિ ખન્નાની આગામી ફિલ્મનું ધમાકેદાર શૂટિંગ: ૧ કરોડના ખર્ચે બનેલા રોમેન્ટિક ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : દિગ્દર્શક અનીઝ બઝ્મીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં વિદ્યા બાલન પણ લાંબા સમય બાદ કરશે કમબેક; ઋષિકેશ અને સિંગટોલી પુલ પર જોવા મળ્યો સેલેબ્સનો જમાવડો7:44 PM IST

































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































