<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ડેડીયાપાડા મિશન ચોકડીથી આગળથી પૂરપાટ જતી એસટી બસે બળદને દુર સુધી ઘસડી મોત નિપજાવ્યું


(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે મિશન ચોકડી પાસે થયેલા અકસ્માતમાં એક બળદનું મોત થયું છે
    મળતી માહિતી અનુસાર બાબીયાભાઇ દમણીયાભાઈ વસાવા (રહે. નિવાલ્દા મીશન ફળીયું તા.દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ નરવતસિંહ લક્ષ્મણભાઈ ખાંટ રહે.સઉગઢ તા.સંતરામપુર જિ.મહીસાગર નાઓએ પોતાના કબજામાંની એસ.ટી.બસ નં.GJ-18-ZT-1341 પૂરપાટ હંકારી લાવી બળદ સાથે અકસ્માત કરી દુર સુધી રોડ ઉપર ઘસેડી બળદને મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગો ઉપર ઈજા પોંહચાડી સ્થળ ઉપર જ મોત ને ઘાટ ઉતારતાં ડેડીયાપાડા પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.



 

(12:33 AM IST)