<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

રાજપીપળા ટેકરા ફળિયામાં નજીવી બાબતે છાતીમાં ગુપ્તી મારી હત્યા કરનાર સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળાના ટેકરા ફળિયામાં ગત રાત્રે એક શખ્શની હત્યા થતા મામલો ગરમાયો હતો, જેમાં નજીવી બાબતે બોલાચાલી થતા એક યુવાને બીજા ને ગુપ્તી ના ઘા મારી મોતને ઘાટ ઉતારતાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
   મળતી માહિતી અનુસાર નિલેશભાઇ ચીમનભાઇ કહાર ગર્વમેન્ટ હાઇસ્કુલની પાછળ, ચુનારવાડ રાજપીપલાએ આપેલી ફરિયાદ મુજબ તા.૨૭/૧૦/૦૨૪ નારોજ રાત્રે મરનાર નરેશભાઇ રામચન્દ્ર કહાર ઉ.વ. ૪૬ રહે ગર્વમેન્ટ હાઇસ્કુલની પાછળ ચુનારવાડ રાજપીપળા નાઓએ, હરેશભાઇ પરમારે માથામાં લગાડેલ હેરડાઇ બાબતે કાળો કાગડો કહી મજાક મસ્તી કરતા તે દરમ્યાન હત્યારા મિતેશભાઇ કંચનભાઇ પટેલ( રહે.રોયલ સનસીટી વડીયા તા.નાદોદ જી નર્મદા) નાઓ વચ્ચે પડી મરનાર નરેશભાઇ (મારા માણસ) ને કાળો કાગડો કેમ કહે છે. તેમ જણાવી મુંઢમાર મારતા નરેશભાઇ મોટર સાઇકલ લઇને ચાલ્યા હતા, ત્યારબાદ તેમને પાછા બોલાવી મિતેશભાઇ પટેલ એ પોતાની ગાડી માથી ગુપ્તી કાઢી નરેશભાઇ ના છાતી ના ભાગે બે ધા તથા હાથના ભાગે જીવલેણ ઇજા કરી મોત નિપજાવી તથા ફરીયાદી નરેશભાઈ કહાર છોડવવા વચ્ચે પડતા તેના હાથે ગુપ્તી થી ઇજા કરી કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:35 AM IST)