<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

રાજપીપળામાં સામી દિવાળીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ઓનલાઇન સિસ્ટમ બંધ થતાં ગ્રાહકો હેરાન

સવારથી સર્વર બંધ થતાં સંતોષ ચોકડી પરની સ્ટેટ બેંક માં ગ્રાહકોની મોટી લાઈનો ..સિનિયર સિટીઝન તકલીફમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સરકાર વિદેશી નીતિ અપનાવવા ધમપછાડા કરે છે અને તમામ બાબત ઓનલાઇન કરો તેવી નીતિ અપનાવવા લોકો ને કહે છે પરંતુ આ ઈન્ડીયા છે અને અહીંયા કોઈપણ સિસ્ટમ અમુક દિવસ સતત સારી રીતે ચાલવી શક્ય નથી અને બગડે તો કલાકો કે દિવસો સુધી તેનું નિરાકરણ પણ આવતું નથી માટે ભારત દેશમાં ઓનલાઇન જેવી બાબત શક્ય નથી તેનો દાખલ હાલમાં રાજપીપળા માં જોવા મળ્યો અને અનેકવાર આ સમસ્યા સામે આવી છે જેમાં રાજપીપળા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા માં આજે સવારથી ગ્રાહકો ની મોટી લાઈનો લાગી તપાસ તપાસ કરતા જાણવા મળ્યું કે સવારથી સર્વર બંધ છે જેના કારણે સામી દિવાળી એ ખરીદી કરવા નીકળેલા લોકો છતે રૂપિયે કલાકો બેંક માં ઉભા રહ્યા જેમાં સૌથી વધુ તકલીફ સિનિયર સિટીઝનો ને થઈ હતી. અને આવી સમસ્યા તો લગભગ બધી બેન્કો માં વારંવાર ઉભી થાય છે જેમાં લોકલ અધિકારીઓ કંઈ જ કરી શકતા નથી.
સરકાર બધું ઓનલાઇન કરવાની વાત કરી વિદેશી નીતિ અપનાવવા થનગનાટ કરે છે પરંતુ રેશનકાર્ડ, આધાર કાર્ડ કે બેંક સહિત ની અન્ય ઓનલાઇન સિસ્ટમ છાસવારે બંધ રહેતા છતે રૂપિયે ગ્રાહકો મુશ્કેલી માં મૂકાય છે. માટે આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારી કોઈ નક્કર નિર્ણય લેવો જોઈએ

(12:37 AM IST)