News of Tuesday, 29th October 2024
અલવા ગામે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડો ૨૧ દિવસ બાદ પાંજરે પુરાતા રાહત
થોડા સમય પહેલા વંઢ ગામ નજીક થી 35 વર્ષીય યુવકને માનવભક્ષી દીપડાએ શિકાર બનાવ્યો, ત્યારબાદ 7 ઓક્ટોબર ના રોજ અલવા ગામે રહેતા સુમિત્રા બેન અરવિંદભાઈ તડવી નામક 48 વર્ષીય મહિલા ઉપર માનવભક્ષી દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે એક 48 વર્ષીય મહિલા ઉપર માનવભક્ષી દીપડાએ હુમલો કરી મહિલા ને શિકાર બનાવી હતી આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી વિવિધ વિસ્તારોમાં પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે 21 દિવસ બાદ દેવલીયા ચાર રસ્તા નજીક નદીના બ્રિજ નીચેથી માનવભક્ષી દીપડા ને પાંજરે પુરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓએ આતંક મચાવ્યો છે. આ દિપડાઓ અવાર નવાર પાલતુ પશુઓને શીકાર બનાવતા હોય છે. હાલ થોડા સમય પહેલા વંઢ ગામ નજીક થી 35 વર્ષીય યુવકને માનવભક્ષી દીપડાએ શિકાર બનાવ્યો હતો ત્યાર બાદ 7 ઓક્ટોબર 2024 ના રોજ અલવા ગામે રહેતા સુમિત્રાબેન અરવિંદભાઈ તડવી નામક 48 વર્ષીય મહિલા ઉપર માનવભક્ષી દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ છવાયો હતો ઘટના ને પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે અલગ અલગ વિસ્તારમાં 10 થી 15 જેટલા પાંજરા મૂકીને દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ માનવભક્ષી દીપડો હાથ તાળી આપી છટકી જતો હોય આજરોજ વહેલી સવારે દેવલિયા ચાર રસ્તા આગળ નદીના બ્રિજ નીચે મુકેલા પાંજરામાં માનવભક્ષી દીપડો ફસાયો હતો . આમ 21 દિવસ બાદ દીપડા ને રેસ્ક્યુ કરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે. પરંતુ હજુ પણ આ વિસ્તાર માં દીપડાઓ હોય અને આ દીપડાઓ પણ રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
