News of Tuesday, 29th October 2024
ભાવ વધારો છતાં અમદાવાદમાં દારૂ - બીયરના વેંચાણમાં ધરખમ વધારો : સ્કોચ વોડકાની ડિમાન્ડ
ગત દિવાળી કરતા આ વખતે વેચાણમાં ૧૫%નો વધારો : હાઉસ પાર્ટી : દિવાળી પહેલા જ વેંચાણ ૨૫ ટકા વધ્યું : હોટલ માલિકો

અમદાવાદ, તા.૨૯: ભાવ વધારો થયો છે તેમ છતાં દિવાળીના તહેવારો દરમ્યાન અમદાવાદમાં દારૂના વેચાણમાં ગત દિવાળીની સરખામણીમાં ૧૫્રુથી વધુનો વધારો થયો છે, શિયાળાની શરૂઆત, તહેવારોની મોસમ અને લાંબી રજાઓ સાથે, શહેરમાં દારૂની તરસ જોર પકડે છે.
શહેરમાં દારૂની દુકાનો ધરાવતા હોટેલીયર્સના જણાવ્યા અનુસાર, તહેવારો અને હાઉસ પાર્ટીઓની વધતી જતી સંખ્યાને કારણે નિયમિત મહિનાઓની સરખામણીએ, આ મહિને (ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયામાં) દારૂનું વેચાણ અને માંગ ૨૫% વધી છે.
ધ ફર્ન રેસિડેન્સી દ્વારા સંચાલિત ધ મેટ્રોપોલ હોટેલના માલિક પ્રકાશ દૌલતાનીએ જણાવ્યું હતું કે, ગત દિવાળીની સરખામણીએ આ દિવાળીમાં દારૂના વેચાણમાં ૧૫%નો ઉછાળો આવ્યો છે. વધુમાં, પાછલા મહિનાઓની સરખામણીમાં, આ મહિને દારૂના વેચાણમાં લગભગ ૨૫%નો વધારો થયો છે.
તેમણે ઉમેર્યું, તહેવારો અને દિવાળી વેકેશનને કારણે વપરાશમાં વધારો થવાને કારણે આ હોઈ શકે છે. તેમજ દિવાળીના દિવસથી ત્રણથી ચાર દિવસ દારૂની દુકાનો બંધ રહેશે. તેથી, ઘણા દારૂ પરમિટ ધારકોએ તેમના શ્રેષ્ઠ ક્વોટાનો ઉપયોગ કર્યો છે કારણ કે આ મહિનાનો અંત છે.
શહેરમાં દારૂની દુકાનો ધરાવતા હોટેલીયર્સના જણાવ્યા અનુસાર, બેસ્ટ સેલર સ્કોચ છે, ત્યારબાદ વોડકા અને રેડ વાઇન છે. આશ્ચર્યજનક રીતે, ભારતીય બ્રાન્ડ્સ કેટલીક વિદેશી બ્રાન્ડ્સ કરતાં લોક%યિતા મેળવી રહી છે. આ કિંમત પરિબળ અને ગ્રાહકોની બદલાતી રુચિને આભારી હોઈ શકે છે.
એક હોટેલીયરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મોટા ભાગે રૂ. ૩,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ પ્રતિ બોટલની કિંમતની વિદેશી દારૂની માંગ રહે છે. જો કે, આ વખતે, ભારતીય દારૂની બ્રાન્ડ, મોટાભાગે ૧,૧૦૦ થી ૨,૫૦૦ રૂપિયા પ્રતિ બોટલની, માંગમાં વધુ છે.
તેમણે આગળ સમજાવ્યું, આ ગ્રાહકની રુચિ અને કિંમત પરિબળને કારણે છે. જ્યારે ભારતીય લિકર બ્રાન્ડ્સ માર્કેટમાં મોટો હિસ્સો ધરાવે છે, ત્યારબાદ વિદેશી બ્રાન્ડ્સ રૂ. ૩,૦૦૦-૧૨,૦૦૦ સુધીની, હાઇ-એન્ડ સિંગલ માલ્ટ્સ, જેની કિંમત રૂ.૧૨,૦૦૦-૨૭,૦૦૦/બોટલ છે, વેચાણમાં માંડ ૧૦% હિસ્સો ધરાવે છે.
લિકર શોપના માલિકોનું કહેવું છે કે શિયાળો આવતાની સાથે ઓલ્ડ મોન્ક રમની માંગમાં અચાનક વધારો થયો છે, કારણ કે તે વિદેશીઓ અને એનઆરઆઈ સહિત ગ્રાહકોમાં પસંદગીની બ્રાન્ડ છે.
શહેરના હોટેલીયર્સના મતે અમદાવાદમાં વિદેશી બીયરની બ્રાન્ડ સૌથી વધુ લોકપ્રિય છે. કુલ બીયર વેચાણમાંથી, ૭૫% કેન છે, જે 500 ml પેકેજીંગમાં ઉપલબ્ધ છે. રેન્ડીયર, ઓરેન્જેબૂમ, ડ્રુક અને બડવીઝર જેવી વિદેશી બ્રાન્ડ્સ, જેની કિંમત અમદાવાદમાં રૂ. ૩૦૦ પ્રતિ કેનથી વધુ છે, તે વધુ લોકપ્રિય છે. ભારતીય બીયર બ્રાન્ડ્સ પણ મોંઘી છે, જેનું વેચાણ રૂ. ૨૦૦ પ્રતિ કેનથી વધુ છે.
તેમની લોકપ્રિયતા અને કદાચ શહેરમાં વધી રહેલા પાર્ટી સીનને કારણે તેમની માંગ દરરોજ વધી રહી છે. ભાવવધારો હોવા છતાં, સતત માંગને કારણે, અત્યારે પણ બિયરની અછત ઘણી વાર હોય છે, અન્ય એક શહેર સ્થિત હોટેલિયરે જણાવ્યું હતું.(
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
