<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

દિવાળી પૂર્વે ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવશે અમદાવાદ પાટીવારજનો સાથે ઉજવશે તહેવાર

દિવાળી સ્નેહ મિલન સહિત વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે

 

અમદાવાદ :દિવાળી પર્વે અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ  શાહ આવશે. પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે દિવાળી મનાવશે. 31 ઓકટોબરથી 2 નવેમ્બર સુધી અમિતભાઈ  શાહ ગુજરાતમાં રહેશે. દિવાળી સ્નેહ મિલન સહિત વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. પીરાણા ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદઘાટન કરશે. દર વર્ષે પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે અમિત શાહ નવા વર્ષની ઉજવણી કરે છે.

(12:02 PM IST)