News of Tuesday, 29th October 2024
અમદાવાદ નારણપુરા પોલીસે યુવકના ડિજિટલ એરેસ્ટ કેસમાં આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી
બેંક એકાઉન્ટમાંથી નાણાં લઈને ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશમાં મોકલાતી હતી:નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ : નારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડીજીટલ એરેસ્ટ કર્યા હતા. આ પછી તેના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં અને યુવકના નામે પર્સનલ લોન લઈને છેતરપિંડી આચરી હતી.
મહત્ત્વનું છે કે, આ કેસનો ભેદ ઉકેલીને નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ચાઈનીઝ ગેંગના માટે છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડતા હતા.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
