News of Tuesday, 29th October 2024
અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર મનપા, અને ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા પાલિકાના 502 કામ માટે 1664 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર મહાનગરપાલિકા અને ચાર નગરપાલિકાના 502 વિકાસ કાર્યો માટે 1664 કરોડની ફાળવણી મંજૂર કરી

ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે, ગુજરાતની ચાર મહાનગરપાલિકા અને ચાર નગરપાલિકાના 502 વિકાસ કાર્યો માટે 1664 કરોડની ફાળવણી મંજૂર કરી છે. જે અંતર્ગત સુરતમાં 6 ફ્લાય ઓવર માટે રૂ. 380 કરોડ મંજૂર કરાયા છે. અમદાવાદમાં આઉટગ્રોથ વિસ્તારના 46 વિકાસકામો માટે રૂ. 313 કરોડ ફાળવ્યાં છે. વડોદરામાં આઉટગ્રોથ વિસ્તારના 50 વિકાસકામો માટે રૂ. 68 કરોડ અને ગાંધીનગરમાં આંતરમાળખાકીય વિકાસના 22 કામો માટે રૂ. 144 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
