<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

દાહોદ નકલી NA પ્રકરણમાં અન્ય એક કેસમાં 70થી વધુ લોકો સામે ગુનો નોંધાતા ખળભળાટ

નકલી NA કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શૈષવ પરીખની ધરપકડ બાદ તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ

દાહોદ નકલી NA કેસમાં વધુ 1 ગુનો પોલીસ મથકે દાખલ થયો છે.  દાહોદના સર્વે નંબરના 112 જમીન માલકો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 70થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોધાતા સમગ્ર દાહોદમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નકલી NA કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શૈષવ પરીખની ધરપકડ બાદ, એકાએક તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. થોડા દિવસ અગાઉ પણ નકલી NA કેસમાં 33 ઇસમો વિરુદ્ધ  ગુન્હો નોધાયો હતો

(7:54 PM IST)