<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

અમદાવાદના સરખેજમાં અસમાજીક તત્વો બેફામ:સાઇટ પર દારૂ પીવાની ના પાડતા બે કારના કાચ તોડ્યા :બાઈકમાં તોડફોડ કરી

બિલ્ડરની કારમાં રુપિયા એક લાખ હતા તે પણ ગાયબ: સરખેજ પોલીસ સ્ટેશનમાં પીન્ટુ ઠાકોર, મહેશ ઠાકોર સહિત 13 થી વધુ લોકો વિરૂદ્ધ હુમલો તેમજ તોડફોડની ફરિયાદ

અમદાવાદના સરખેજમાં અસમાજીક તત્વોનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડરે  સાઇટ પર દારૂ પીવાની ના પાડતા માથાભારે તત્વોએ બે કારના કાચ તોડી તેમજ બાઈકમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.

   બિલ્ડરની કારમાં રુપિયા એક લાખ હતા તે પણ ગાયબ થઈ ગયા છે. આ અંગે વાસણામાં આવેલા જય અંબે નગરમાં રહેતા કમલેશ ચૌહાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં પીન્ટુ ઠાકોર, મહેશ ઠાકોર સહિત 13 થી વધુ લોકો વિરૂદ્ધ હુમલો તેમજ તોડફોડની ફરિયાદ નોંધાવી છે.


 

(7:57 PM IST)