<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

વાપી ખાતે મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસીસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

મુખ્યમંત્રીશ્રીએ 'મેરિલ સંકલ્પ' અને 'ક્લાઈમેટ ચેન્જ' પુસ્તકોના વિમોચન કર્યા ઃમુખ્યમંત્રીશ્રીના હસ્તે સગર્ભા માતા અને બાળકને ઈ-વેક્સિન સર્ટિફિકેટ તેમજ ૭૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય. કાર્ડનું વિતરણ

વાપી,તા.૨૪

વડાપ્રધાનશ્રીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ  નવી દિલ્હી ખાતેથી  રૃ. ૧૨,૮૫૦ કરોડથી વધુની કિંમતના આરોગ્ય ક્ષેત્રના બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

તે અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસીસના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મેરિલ કંપનીમાં મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

વડાપ્રધાનશ્રીના દિલ્હીથી પ્રસારિત આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમમાંથી ઉપસ્થિતિ મહાનુભાવોએ નિહાળ્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જેનું ઉદઘાટન કર્યું હતું તે મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ 'મેરિલ પાર્ક-૧'ની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મેરિલ કંપનીના મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ, કેન્સર રિસર્ચ સેન્ટર અને સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે હાર્ટ વાલ્વ અને સ્ટેન્ટના મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્લાન્ટમાં મુખ્યત્વે સર્જિકલ રોબોટિક્સ, હાર્ટ, વાલ્વ, સ્ટેન્ટ અને કેન્સર રિસર્ચની કામગીરી થવાની છે. આ ઉપરાંત કેન્સર રિસર્ચ સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મેરિલ સ્ટુડીયોમાં મેડિકલ ડિવાઈસમાં બનતા દરેક પ્રકારના ઉપકરણો જેમ કે, ટ્રોમા ઈમ્પ્લાન્ટસ, ઓર્થોપેડિકલ ઈમ્પ્લાન્ટસ અને ભારતનું સૌ પ્રથમ ની(ઘૂંટણ) રિપ્લેસમેન્ટ માટે રોબોટ (મીશો)ની પણ માહિતી મેળવી હતી.

આ ડેટા સેન્ટરનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રમાં વૈશ્વિક પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં)નો ઉપયોગ કરી માનવ જીવનની ગુણવત્તામાં મહત્તમ સ્તરે વધારો કરવાનો છે. આ હેલ્થ ડેટાના ઉપયોગથી નવી નવી દવાઓનું સંશોધન કરી દર્દીઓના ઉપચાર અને નિદાનની ચોકસાઈમાં સુધારો કરી શકાશે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'મેરિલ સંકલ્પ' અને ક્લાઈમેટ ચેન્જથી આરોગ્ય ઉપર થતી અસરો અંગે તૈયાર કરાયેલા પુસ્તકોના વિમોચન કર્યા હતા.

આરોગ્ય સંભાળ માટે વરદાનરૃપ આયુષ્યમાન કાર્ડ ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે વધુ ઉપયોગી બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નતૃત્વમાં ૭૦ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે મર્યાદા દૂર કરવામાં આવી છે. હવે માત્ર આધાર કાર્ડ અને રાશન કાર્ડ રજૂ કરવાથી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકાશે.

આ દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી પહેલ અંતર્ગત વલસાડ જિલ્લાના પીએમજેએવાયના લાભાર્થીઓને આયુષમાન કાર્ડના વિતરણ કર્યાં હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-વેક્સિન સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી દ્વારા આ પ્રસંગે સગર્ભા માતા અને ૦ થી ૧૬ વર્ષના બાળક માટેની વેક્સિન અંગે યુ-વિન પોર્ટલનો શુભારંભ કરાયો હતો. તે અંતર્ગત સગર્ભા માતા અને ૦ થી ૧૬ વર્ષના બાળકની તમામ પ્રકારની વેક્સિનની માહિતી દેશના કોઈપણ ખૂણેથી ઉપલબ્ધ થઈ શકશે.

આ અવસરે આયુષ્યમાન કાર્ડના ૭૦ વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ, આર્યુર્વેદનું મહત્વ, ફાર્મા સેક્ટર અને યુ-વિન પોર્ટલની કાર્યપદ્ધતિ અને તેની ઉપયોગિતા અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

મેરિલ કંપનીના અંજુમભાઈ બિલખીયા અને સી.ઈ.ઓ. વિવેકભાઈ શાહે મુખ્યમંત્રીશ્રીને મેરિલ કંપની વિશેની "મેક ઈન ઈન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત"ની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, લોકસભાના દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, VIAના પ્રમુખ સતિષ પટેલ, મેરિલ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ભટ્ટ, ડિરેક્ટર પ્રમોદકુમાર મિનોચા અને આર.જી.વ્યાસ સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી

(9:12 PM IST)