News of Tuesday, 29th October 2024
હવે CCEની પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને ફાયદો ફાયદો મળશે :CCE ગ્રુપ એના પરીક્ષા કાર્યક્રમની જાહેરાત
પરીક્ષા લેનાર કંપનીની હાઈકોર્ટે ઝાટકણી કાઢી અને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ : CCE પરીક્ષાને લઈ ઉમેદવારો માટે મોટી રાહત મળી છે CCE ગ્રુપ-Aના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. બીજી તરફ, CCEના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પરીક્ષા લેનાર કંપનીની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે CCEની પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને ફાયદો થશે.
CCE પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન નંબર 94ને લઈને હસમુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિવેદન આપ્યું હતું. પ્રશ્નને રદ કરીને જે ઉમેદવારોએ આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયાસ કર્યા હશે તે તમામને પ્રો રેટા માર્ક અપાશે તેવી હસમુખ પટેલે ખાતરી આપી હતી. તેમજ પ્રશ્ન રદ ન કરવામાં આવે તો તમામ ઉમેદવારને એક માર્ક વધારે આપવામાં આવશે.
પરીક્ષા લેનાર કંપનીની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને કંપનીને ચૂકવાયેલા 30 કરોડ રૂપિયાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતા કહ્યું હતું કે, 'ઉમેદવારોને હેરાનગતિ વધે એ પ્રકારની કામગીરી થતી હોય તેવી કંપની બ્લેક લિસ્ટ થવી જોઈએ.' હસમુખ પટેલનાં નિવેદન બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
