News of Wednesday, 30th October 2024
રાજપીપળા જીલ્લા જેલના ૬૦ વર્ષથી વધુ ઉમરના ૦૨ પાકા કેદીઓને દિવાળી તહેવાર ઉજવવા પેરોલ પર મુક્ત કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, ગાંધીનગરના આદેશાનુસાર કેદીઓની કલ્યાણા પ્રવૃતિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે મહિલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર તેઓને તા.૨૯/૧૦/૨૦૨૪ થી દિન-૧૫ (પંદર) માટે પેરોલ રજા પર મુક્ત કરવાના નિર્ણય થયેલ હતાં.
પોલીસ મહાનેદેશક ડૉ.કે.એલ.એન.રાવ ની સુચના મુજબ રાજ્યની જેલોમાં રહેલ મહિલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર દિન-૧૫ માટે પેરોલ રજા પર મુક્ત કરવા જણાવેલ, મે.કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાના આદેશાનુસાર તથા ઇ.ચા. અધિક્ષક એ.બી.પરમારની રાહબરી હેઠળ રાજપીપળા જીલ્લા જેલમાં સજા ભોગવી રહેલ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના કુલ-૦૨ (બે) પાકા કેદી નામે (૧) દિપક ઉર્ફે દેવકુ રામજીભાઇ કાથુડ ઉ.વ-૬૦ (૨) રમણભાઇ રેવાદાસ પટેલ ઉ.વ-૭૨ નાઓને તા.૨૯/૧૦/૨૦૨૪ થી દિન-૧૫ (પંદર) માટે પોતાના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર પેરોલ રજા પર મુક્ત કરવામાં આવેલ છે. આ પાકા કેદીઓને દિવાળી પેરોલ રજા પર મુક્ત કરતાં તેઓના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
