<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પીએસઆઇની બઢતી મેળવવા રાજ્‍યના ૧૩૫૦ એએસઆઇએ પરિક્ષા આપીઃ ૩૩૭ જ પાસ થયા

રાજકોટ શહેર પોલીસના ૫૯માંથી ૧૨ મહિલા, ૧૧ પુરૂષ એએસઆઇ અને રાજકોટ ગ્રામ્‍ય પોલીસના ૨૨માંથી માત્ર ચાર પાસ થયા

રાજકોટ તા. ૩૦: રાજ્‍યના પોલીસ દળમાં નવી ભરતીઓની તૈયારી ચાલી રહી છે અને આગામી સમયમાં કોન્‍સ્‍ટેબલ, પીએસઆઇની ભરતીથી પરિક્ષાઓ શરૂ થવાની છે એ દરમિયાન ડાયરેક્‍ટ એએસઆઇ અને બઢતી સાથે એએસઆઇ બનેલા પોલીસ કર્મચારીઓએ પીએસઆઇના પદ માટે ખાતાકીય પરિક્ષા આપી હતી. ગુજરાત રાજ્‍યના આવા ૧૩૫૦ એએસઆઇ મહિલા, પુરૂષ કર્મચારીઓએ પીએસઆઇ બનવા આપેલી પરિક્ષાનું પરિણામ આવી જતાં તેમાં કુલ પરિક્ષાર્થીઓમાંથી માત્ર ૩૩૭ જ પાસ થયા છે.

કુલ ૧૩૫૦ મહિલા-પુરૂષ એએસઆઈમાંથી માત્ર ૩૩૭  જ કર્મચારીઓ પાસ થયા છે. પીએસઆઇની બઢતી માટેની આ પરીક્ષામાં રાજકોટ સિટી પોલીસના ૧૯ મહિલા સહિત ૫૯ એએસઆઇએ પરીક્ષા આપી હતી. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍ય પોલીસના ૬ મહિલા સહિત ૨૨ એએસઆઇએ પીએસઆઇની બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષા આપી હતી. આ પરિક્ષાનું હંગામી પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ સિટી પોલીસના મહિલા-પુરૂષ મળી ૫૯માંથી ૧૨ મહિલા અને ૧૧ પુરૂષ એએસઆઇ  પાસ થયા હતા. જ્‍યારે ૭ મહિલા સહિત ૩૬ એએસઆઈને નાપાસ જાહેર કરાયા.

જ્‍યારે રાજકોટ ગ્રામ્‍ય પોલીસના મહિલા-પુરૂષ મળી ૨૨ એએસઆઈમાંથી માત્ર એક મહિલા અને ૩ પુરૂષ એએસઆઈ પાસ થયા છે. જેમાં ૫ મહિલા સહિત ૧૮ એએસઆઈને નાપાસ જાહેર કર્યા છે. આમ ૩૩૭ એએસઆઈએ પીએસઆઇની બઢતી પરીક્ષા પાસ કરતા આગામી દિવસોમાં તેમને પીએસઆઈ તરીકે રાજ્‍યના અલગ અલગ જિલ્લાઓમાં પોસ્‍ટિંગ અપાશે. પાસ થનારાઓ રાજકોટ શહેર ગ્રામ્‍યના એએસઆઇની અભિનંદન મળી રહ્યા છે. (

(11:46 AM IST)