News of Wednesday, 30th October 2024
ધનતેરસનાં દિવસે સુરત પોલિસે ૪૫ લાખના દાગીના પરત અપાવ્યા
માનવીય અભિગમ ધરાવતા સીપી અનુપમસિંહ ગેહલોતનું અનુકરણીય કાર્યઃ પીઆઇ જી.એમ. હડીયા ટીમની જહેમત ફળી

રાજકોટ, તા.૩૦: તેરા તુજકો અર્પણ અર્થાત્ ચોરી ,લૂંટ વિગેરે દ્વારા સામાન્ય લોકો દ્વારા માલ કિંમતી દાગીના વિગેરેના મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ સમય નીકળી જતો હોય છે, અને સામાન્ય લોકોને પોતાના પરિવારની સગાઈ, લગ્ન જેવા પ્રસંગો પણ અટકી જતાં હોય છે.
માનવીય અભિગમ ધરાવતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રત્યેક પોલીસ મથક દ્વારા લોકોને સામેથી તેડાવી તેમને મુદ્દામાલ પરત મેળવવાની અરજી પોલીસ મારફત કરાવી, અદાલતમાં પણ પોલીસ જાતે રજૂઆત કરે અને લોકોને મુદ્દામાલ પરત મળે તેવી પરંપરા વિસ્તળત બનાવતા ધનતેરસનાં પવિત્ર દિવસે જયારે સોનું ચાંદી ખરીદવાનું શુભ માનવામાં આવે છે તેવા દિવસે પોલીસ કમિશનર દ્વારા અઠવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અરજદારને ૪૫ લાખના દાગીના પરત ડીસીપી ઝોન-૪ વિજયસિંહ ગુર્જર, પીઆઇ જી. એમ. હડિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પરત અપાવતા અરજદારને પોતાની દિવાળી સુધારવા સાથે પોલીસમાં ઇશ્વરનાં દર્શન થયાનો અહેસાસ જરૂર થયો હશે. હાલના જુનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા પણ સુરતના કાર્યકાળ દરમિયાન આ પદ્ધતિ અપનાવી હતી તે જાણીતી વાત છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
