News of Wednesday, 30th October 2024
જલ્દીથી દોડતો થવાનો છુ... મારી તબિયત બિલકુલ સારી છેઃ પરેશ ધાનાણી

રાજકોટ તા.૩૦: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીની તબિયત બગડતા હાલ સારવારમાં હોસ્પિટલમાં છે. પરંતુ તેઓ સંપુર્ણ સ્વસ્થ છે તેમ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે હું જલ્દીથી ફરી દોડતો થઇ જઇશ. આજે સાંજે રજા આપી દેશે અને હવે મારી તબિયત બિલકુલ સારી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
