તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી : બીજી વખત ધમકી મળતા ખળભળાટ
ફ્લાઈટ નંબર-807માં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું : સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકિંગ હાથ ધર્યુ

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને ધમકી મળી છે. 25 દિવસમાં બીજી વખત વડોદરા એરપોર્ટને બોમ્બની ધમકી મળતા ખળભળતા મચ્યો છે. ફ્લાઈટ નંબર-807માં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
ફ્લાઈટમાં તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ હાથે ન લાગતા ધમકી ખોટી સાબિત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં 250થી વધુ ભારતીય એરલાઇન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેની તપાસ કરતા ધમકી ઇંગ્લેન્ડથી મળી રહી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. મોટાભાગની ધમકી UKના જુદા-જુદા વિસ્તારોમાંથી મળી હોવાનો ખુલાસો થયો હતો. ધમકી આપવા માટે VPNનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું હતું. VPNથી વિદેશનું લોકેશન લઇ ધમકી અપાઇ રહી હતી. એરલાઇન્સને મળેલી 90% ધમકીઓ ઇંગ્લેન્ડમાંથી મળી હોવાનો ખુલાસો થયો હતો.
થોડા દિવસ અગાઉ રાજકોટની ખ્યાતનામ 10 ફાઇવ સ્ટાર હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે અંગે તપાસ કરતા ધમકી જર્મનીથી મળી હોવાનું સામે આવ્યું હતું. ધમકીભર્યો ઈમેલ જર્મનીથી મોકલાયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ માટે માઈક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદ લેવાઇ હતી. જે ધમકીભર્યો મેઈલ ડેનકોક 101 એફ એટ આઉટલુક ડોટ કોમ નામના ઇમેલ એડ્રેસ પરથી મળ્યો હતો.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
