તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Wednesday, 30th October 2024
રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ
રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં 'સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ'નો સંદેશ પથરાયો

ગાંધીનગર :દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી દીપી ઉઠ્યું છે... રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે. રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં 'સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ'નો સંદેશ પથરાયો છે... રાજ્યપાલએ નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે.
દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા..
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
