<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

બારખાડી ગામમાં ઢોર ચરાવવા બાબતે પત્નીને માર મારનાર પતિ વિરૂદ્ધ પત્નીએ આપી ફરિયાદ

લગ્ન ના એકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિ પોતાની પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના બારખાડી ગામમાં બનેલી ઘટના માં નજીવી બાબતે પતિએ પત્નીને માર મારતા ગુનો દાખલ થયો છે
   મળતી વિગતો અનુસાર મીનાબેન બાબુભાઇ મનસુખ ભાઇ વસાવા(રહે.વાકોલા ફળીયું બારખાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા)નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તા-૨૮/ ૧૦/૨૦૨૪ ના રોજ તેઓ ઢોરો ચરાવી સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામા ઘરે આવ્યા તે વખતે તેમના પતિ બાબુભાઇ ખેતરે થી આવી અને તેમને ગમેતેમ ગાળો બોલી કહેવા લાગેલ કે આગ્યારેક વાગ્યે ઢોરો ચરાવવા માટે છોડેલા અને આટલી વહેલી કેમ ઢોરો લાવી તેમ કહી પત્ની ને ઢીક્કા પાટુનો માર મારી વાળ પકડી ખેંચીને જમીન પર પાડી દિધેલ જેમાં લગ્ન થયા પછીના એકાદ વર્ષ પત્ની તરીકે સારી રીતે રાખેલ અને ત્યારબાદ કામકાજ બાબતે અવાર નવાર પત્ની સાથે ઝગડો કરી શારીરિક અને માનસીક ત્રાસ આપતા હોવાની પત્ની ની ફરિયાદ ના આધારે ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:20 PM IST)