News of Wednesday, 30th October 2024
રીલેશન બાદ લગ્નની લાલચ આપી યુવાને ઘરેથી કાઢી મૂકતાં અનાથ યુવતીએ અભયમ નર્મદા ની મદદ લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાંથી એક યુવતીનો કોલ આવેલ તેમણે જણાલ કે, સાત વર્ષ રિલેશન બાદ લગ્નની લાલચ આપી તેના ઘરે રાખી હવે મને ઘરેથી કાઢી મૂકેલ છે, લગ્ન કરવા માટે ના કહે છે, તેથી યુવકને સમજાવવા માટે 181 અભયમ્ની મદદ જોઇએ છે
ત્યાર બાદ 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે, 19 વર્ષીય અનાથ યુવતી નાનપણથી જ તેઓના માતા -પિતા મૃત્યુ પામેલ તેઓ દાદા -દાદી સાથે મોટા થયેલ. યુવકે યુવતીને સાત વર્ષ રિલેશનમા રાખ્યા બાદ હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી પોતાના ઘરે લઈ ગયેલ, 6 મહિના ઘરે રાખ્યા બાદ હવે ઘરેથી કાઢી મૂકી છે, અને લગ્ન માટે ના કહે છે, યુવતીને હવે આગળ શું કરવું કંઈ ખબર ના પડતાં 181 હેલ્પ લાઇન ની મદદ માગતા 181 ટીમે યુવક તેમજ માતા-પિતા ને સમજાવેલ કાયદા ની સમજ આપેલ લગ્ન ના વાયદો કરી થોડા સમય ઘરે રાખી ઘરેથી કાઢી મૂકવું, છેતરપિંડી ગણાય તેથી તેની આગળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, યુવક તેમજ તેમના પરિવારને કાયદાનું ભાન થતાં યુવતીને રાખવા અને રાજીખુશીથી લગ્ન કરી આપવા ખાતરી આપતા, બન્ને પક્ષનું લખાણ કરાવી સમાધાન કરવામાં આવ્યું હતું. આમ 181 નર્મદા દ્વારા નિ:સહાય યુવતીને સહાય અપાવી મદદરૂપ બનેલ.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
