News of Thursday, 31st October 2024
પાટણના ચાણસ્માના રામગઢ નજીક છોટા હાથી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :3 મહિલા અને 1 પુરુષનું મોત
રામગઢ ગામની નજીક એક છોટા હાથી વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર: ડા ગામના રહેવાસી એક જ પરિવારના ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા,: બે લોકોને ગંભીર ઇજા

ચાણસ્મા તાલુકાના રામગઢ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
રામગઢ ગામની નજીક એક છોટા હાથી વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ભીષણ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના વડા ગામના રહેવાસી એક જ પરિવારના ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા , જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ગંભીર અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે બંને વાહનો – છોટા હાથી અને કાર – બંનેનું પડીકું વળી ગયું. જોકે, આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે, ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન આવી દુ:ખદ ઘટના બનતા લોકોમાં ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
