<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

અખિલ હિંદ મહિલા પરિષદ રાજપીપળા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઇ

સ્પર્ધા માં ૩૦ સ્પર્ધક બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:અખિલ હિંદ મહિલા પરિષદ,રાજપીપળા દ્વારા દર વર્ષે વાર તહેવારો માં અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે જેને કારણે લોકો ભેગા મળી શકે અને એક પરિવાર ની જેમ મહિલાઓ એકઠા થઇ આનંદ કરે ત્યારે આ વર્ષે દિવાળી પર્વ માં અખિલ હિંદ મહિલા પરિષદ, રાજપીપળા દ્વારા રંગોળી સ્પર્ધા રાખવમાં આવી હતી જેમાં નિર્ણાયક બહેનો એ જેણે જેણે આ સ્પર્ધા માં ભાગ લીધો હતો એ તમામ બહેનો ના ઘરે જઈ કેવી રંગોળી બનાવી છે એ બાબત ની ચકાસણી કરી વિજેતા નક્કી કરવામાં આવ્યા જેમાં રંગોળી સ્પર્ધાનું પરિણામ મુજબ

વરિષ્ઠ જૂથ (બિંદુઓ વિના) માં...1. પટેલ રશ્મિ - પ્રથમ ઇનામ, 2. કૃતિકા ત્રિવેદી- બીજું ઇનામ, 3. અગ્રવાલ સ્વેજલ- ત્રીજું ઇનામ તેમજ 4. મહેતા મિતાલી - ચોથું ઇનામ તરીકે ઘોષિત કરવામાં આવ્યા તથા વરિષ્ઠ જૂથ (બિંદુઓ સાથે) માં... 1. પટેલ રોમા - પ્રથમ, જુનિયર ગ્રુપ
1. દ્વિવેદી લક્ષ્મી- પ્રથમ પુરસ્કાર,  2. માલવિયા કાવ્યા- બીજું ઇનામ તરીકે જાહેર કરી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા

 

(9:43 PM IST)