News of Friday, 1st November 2024
ગુજરાતમાં છેલ્લો 24 કલાકમાં આગ લાગવાની અનેક ઘટનાઃ રાજયભરનું વિભાગ રહ્યું દોડતું

અમદાવાદઃ આ વર્ષે ગુજરાતીઓએ મન મુકીને ફટાકડી ફોડી ધામધૂમપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી છે, લોકોએ મન મુકીને ફટાકડા પણ ફોડ્યા છે. જેના કારણે શહેરમાં આગ લાગવાના અનેક બનાવ પણ બન્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદમાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 80 થી વધુ બનાવો બનતા ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કામગીરી ચાલુ રાખવી પડી હતી. તેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડયું હતું. મોટાભાગના આગના બનાવો ફટાકડા ને કારણે લાગ્યા હોવાનું મનાય છે. જેમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગવાના બનાવનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ કચરાના કોલ મળ્યા હતા. અમદાવાદમાં 80, સુરતમાં 90, જ્યારે વડોદરામાં 21 આગના 21 કોલ મળ્યા હતા.
ગુજરાતમાં દિવાળ ના દિવસે આગ લાગવાના સૌથી વધારે 100 જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગી હતી. આગના બનાવોમાં ભારે નુકસાન થયું છે.
દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં આગની કુલ 80 જેટલી નાની મોટી ઘટના બનવા પામી હતી. અમદાવાદના મિરઝાપુરમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળી ને રાખ થઇ ગઈ હતી.
દિવાળીની રાત્રે રાજ્યભરમાં ઠેર-ઠેર આગ લાગવાના બનાવો નોંધાયા છે. ત્યારે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અડધું કબાડી માર્કેટ ચપેટમાં લઇ લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઓફિસર સહિત કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યા હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સુરતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમને 90 થી વધુ આગના કોલ મળ્યા હતા. આગના બનાવના લીધે અફરાતફરીનો મચી ગઇ હતી. આગની જુદી જુદી ઘટનાઓમાં કારખાન, ગોડાઉન, દુકાન સહિતના સ્થળોએ આગ લાગી હતી. કાપોદ્રા, સરથાણા અને પુણાગામ સહિતના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના 90 જેટલા કોલના પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
