News of Friday, 1st November 2024
પાલનપુરમાં ઓર્થોપેડિક ડોકટર પર છરી વડે હુમલો કરનારા ત્રણ ઝડપાયા: ત્રણ હજુ ફરાર
ફટાકડા ફોડવાની બાબતે થયેલા હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા

પાલનપુર હાઇવે વિસ્તારમાં ઓર્થોપેડિક ડોક્ટર પર ગત રાત્રે છરી વડે હીચકારો હુમલો થયો હતો. જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ફટાકડા ફોડવાની બાબતે થયેલા હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ત્રણ આરોપી ફરાર છે. જેમને પકડવા પોલીસે ત્રણ ટીમની રચના કરી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
