<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોને પણ 0 % વ્યાજે લોન આપવા માંગ ઉઠી

બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરકાંઠા બેંકને પત્ર લખ્યો

સુરત બાદ હવે સાબરકાંઠાના ખેડૂતોને પણ 0 % વ્યાજે લોન આપવા માંગ ઉઠી છે. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરકાંઠા બેંકને પત્ર લખ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોનું સાબરકાંઠામાં બેંક ખાતુ હોય તેવા ખાતેદારને લોન આપવા માંગ કરી છે. રૂપિયા 50 હજારથી 1 લાખ સુધીની લોન 0% વ્યાજે આપવા માટે પત્ર લખ્યો છે. ખેડૂતોને રવિ સિઝનના વાવેતર માટે 0 ટકા વ્યાજે લોન આપવા માંગ કરી છે.


 

(9:23 PM IST)